ગુજરાતમાં લારીગલ્લા, અને વાહનોમાં દુકાનો, ગલ્લા બનાવીને જાહેર રસ્તાઓ બ્લોક કરી દેવા અને જાહેર રસ્તાઓ ઉપર અડીંગો જમાવતા તત્વો સામે હવે સરકારે કડકાઇથી કામ લેવાનું શરૂ કર્યું છે. ત્યારે ઇ્ર્ં ની મંજુરી વગર ગેસના બાટલા, દુકાન, જે વાહોમાં બનાવી છે, તે કાયદેસર છે, ખરી? ઇ્ર્ં માન્ય છે, ખરી? ત્યારે આવી પાકી દુકાનો કરતાં લારી, ગલ્લા, શહેરમાં વાહનોમાં દુકાનો ની સંખ્યા તોતીંગ વધી રહી છે. ત્યારે રજાકોટ બાદ વડોદરામાં જાહેર રસ્તા પર રાહદારીઓને વિચલીત કરે તે પ્રકારને મટન-મચ્છી લટકાવીને ધંધો કરનારાઓ પર તવાઇ લાવવાની તંત્ર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તેવા સંજાેગમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રીવેદીએ સાફ જણાવ્યુ હતુ કે, જાહેરમાર્ગ પર આડેધડ ઉભી રહેતી લારીઓનું દબાણ પણ એક જાતનું લેન્ડ ગ્રેબીંગ જ છે.ફૂટપાથ રાહદારીઓ માટે છે, તેના પર ધંધો કરવાના બહાને દબાણ કરવાનો કોઇને પણ અધિકાર નથી.મહેસૂલ મંત્રીએ વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહિ કરવા માટે મ્યુનિસિપાલિટીના પગલાની પ્રસંશા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી. રાજેન્દ્ર ત્રિવેદી રસ્તામાં ઊભી રહેલી લારીઓ મામલે પોતાના નિવેદન પર અડગ છે. આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે કહ્યું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. રોડ પર લારીનું દબાણએ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જાેઈએ.નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જાેઈએ.તેમણે એમ પણ જણાવ્યું હતું કે દુકાનો વાળા પૂતળા મૂકીને રસ્તા પર પણ દબાણ કરતા હોય છે અને લટકણીયા લટકાવીને પણ દબાણ થતું હોય છે જેને કારણે લોકોને તકલીફ પડે છે તે અંગે કોર્પોરેશન અને વિડિયો અને ફોટોગ્રાફી કરી આવા વેપારીઓ સામે પેનલ્ટી કરવી જાેઈએ.વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે જણાવ્યું હતું કે ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. રોડ પર લારીનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોન-વેજ અને વેજ તમામ લારીઓનાં દબાણ હટાવવાં જ જાેઈએ. નોન-વેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. એને હટાવવી જ જાેઈએ.