એક બાજુ ભાજપ ૨૦૨૨ની વિધાન સભા ચૂંટણીમાં નો-રીપીટ થીયરી લાગુ કરશે એવી વાતોએ જાેર પકડ્યું છે, તો બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં આ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રાજકીય નિષ્ણાંતોના માટે મુખ્યપ્રધાનનું આ નિવેદન એવા નેતાઓ માટે સૂચક છે જેમની ટીકીટ કદાચ કાપી શકે છે.
બનાસકાંઠા જિલ્લાના ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે માર્મિક ટકોર કરી હતી.ભાજપના સ્નેહ સંમેલન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને ટકોર કરી છે.તેમણે કહ્યું, આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ કાર્યકરો અત્યારથી જ કામે લાગી જાય.તમામ વાદવિવાદ છોડીને ચૂંટણીની અત્યારથી તૈયારીઓ શરૂ કરવા સૂચના આપી છે.મુખ્યપ્રધાન એવું પણ કહ્યું, કે પરિવાર મોટો હોય ત્યારે કેટલાક લોકોમાં નારાજગી હોય છે.આ વિવાદોને છોડી માત્ર પક્ષ માટે કામે લાગો.
મુખ્યપ્રધાને કહ્યું કે મોટા કુટુંબમાં રહેતા હોય ત્યારે જે રિસાય તે ભૂખ્યો રહે અને બાકીના ખાઈ-પીને આનંદ કરે છે. આ નિવેદન એ નેતાઓ માટે સૂચક છે જે ટીકીટ ન મળતા નારાજ થઇ જાય છે. આ નિવેદન દ્વારા મુખ્યપ્રધાને આડકતરી રીતે નેતાઓને કહી દીધું છે કે ટીકીટ ભલે કપાય પણ પક્ષ માટે કામ કરો, અને જાે રિસાયા તો કાઈ હાથમાં નહી આવે.