કોરોનાની રસી નહીં લેનારા ૫ હજાર વધુ પેસેન્જરનોે સીટી બસમાંથી ઉતારી મૂક્યા

Spread the love

અમદાવાદમાં આજથી કોરોના વેકિસનનો બીજાે ડોઝ ન લેનારાઓને જાહેર સ્થળોએ પ્રવેશ ના આપવાના ર્નિણયનો અમલ કરવામાં આવ્યો હતો.
જેના પરીણામે બી.આર.ટી.એસ.,એ.એમ.ટી.એસ. ઉપરાંત શહેરમાં આવેલા બગીચાઓ અને કાંકરીયા લેકફ્રન્ટ પરિસર ખાતેથી કોરોના વેકિસનનો બીજાે ડોઝ નહીં લેનારા પાંચ હજારથી વધુ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને તમામને પરત મોકલવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારથી એ.એમ.ટી.એસ., બી.આર.ટી.એસ.બસ ઉપરાંત કાંકરીયા લેકફ્રન્ટ પરિસર તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ૨૮૫ બગીચા સહિતના અન્ય સ્થળોએ કોરોના વેકિસનનો બીજાે ડોઝ ના લેનારાને પ્રવેશ નહીં આપવાના ર્નિણયનો અમલ શરુ કર્યો હતો.મ્યુનિ.હસ્તકના બગીચામાં મોર્નિંગ વોક સહિત ફરવા માટે પહોંચેલા બે હજારથી વધુ લોકોએ કોરોના વેકિસનનો બીજાે ડોઝ ના લીધો હોવાનું ખુલવા પામતા પ્રવેશ આપવાની મનાઈ કરાતા કેટલાકે પોતાનો મોબાઈલ ઘરે ભૂલી ગયા હોવા સહિતના બહાના પણ બતાવ્યા હતા.તો કેટલાક સ્થળોએ પ્રવેશ ના મળવાથી નારાજ લોકોએ ઉગ્ર દલીલો પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.કાંકરીયા લેકફ્રન્ટ પરિસર ખાતે સવારથી લઈ સાંજ સુધીમાં ૫૪૫ લોકો વેકિસનનો બીજાે ડોઝ લીધા વગરના હોવાનું જાણવા મળતા પરત મોકલવામાં આવ્યા હતા. બી.આર.ટી.એસ.બસ સ્ટેશનો ઉપરથી સવારથી સાંજ સુધીમાં બે હજારથી વધુ લોકોએ વેકિસનનો બીજાે ડોઝ લીધો ના હોવાથી પરત મોકલાયા હતા.એ.એમ.ટી.એસ.ના તેર ટર્મિનસ ખાતેથી ૧૬૧ લોકોને પરત મોકલવામાં આવ્યા હતા.આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી, ઝોનલ કચેરીઓ અને અર્બન હેલ્થ સેન્ટર સહિતના સ્થળોએથી ૫ાંચસોથી વધુ લોકોએ વેકિસનનો બીજાે ડોઝ લીધો ના હોવાથી પરત મોકલવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com