ગુજરાતમાં ૨૪ વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન ચાલી રહ્યું છે, અને વિકાસ પણ થયો છે, ત્યારે ગરીબ, મધ્યમ વર્ગ થી લઈને નાના વેપારીઓ માટે GJ-18 ખાતેના ઘ-૫ ખાણીપીણી બજાર,ચીપ ટાઈમ દુકાનોના ભાણા જાેવા જઈએ તો ૫ કરોડની ઉઘરાણી બાકી છે. ત્યારે ફક્ત નોટિસો આપી ને હાસકારો માનતી પાટનગર યોજના, અને મહાનગર પાલિકા અહીંયા ચૂપ થઈ જાય છે. અને વસાહતીઓ જે ટેક્સ પ્રોપર્ટીનો ભરે છે, તેની સામે કડક હાથે કાર્યવાહી કરીને નોટિસો તથા ૧૮% લેખે વ્યાજ વસૂલવાની પઠાણી ઉઘરાણી કરે છે. ત્યારે ઘ-૫ ખાણીપીણી બજાર તરીકે પ્રચલિત આ બજારના કરોડોના નાણાં ટેક્સ બાકી છે તથા ચીપ-ટાઈપ ની જે દુકાનો સરકારે બનાવેલી છે, તેની સંખ્યા પણ આશરે ૫૦૦ જેટલી હશે, ત્યારે લોકોને ૧૦-૧૦ વર્ષ થી લઈને અનેક વર્ષોના ટેક્સ બાકી હોવા છતાં ભરતા નથી, ત્યારે વસાહતી પારો કડક પઠાણી ઉઘરાણું કરતું તંત્ર વેપારી પાસે સેટિંગ ડોટ કોમ કરતું હોય તેમ ઠરી જાય છે. ૫ કરોડથી વધારાની ઉઘરાણી કરી તંત્ર નિષ્કુળ બન્યું છે. ત્યારે નવા ચૂંટાયેલા અને નવા વરાયેલા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન શ્રી હવે સરકાર દ્વારા નક્કી થયા બાદ પણ ભાડું ભરતા નથી, ફક્ત નોટિસો મોકલાવી ને સંતોષ માનતાં તંત્રએ ક્યારેય પણ કોઈ દુકાન ને સીલ માર્યું નથી, ત્યારે આવી ૫૦૦થી વધારે દુકાનો અસ્તિત્વમાં છે.