ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહGJ-18 મનપા માટે અબજાે રૂપિયાની ગ્રાંન્ટો ફાળવે ચે. અને પહેલાં કહેવાતું હતું કે, ૧૦૦ રૂપિયાની નોટ ગુજરાત આવતાં ૨૦ રૂપરડી બની જતી, ત્યારેPMમોદીજી પુરેપુરા નાંણા રાજ્ય સરકારને મોકલે છે, અને ગુજરાત સરકાર પણ આ નાંણા પુરેપુરા મનપાને પહોંચાડે છે. ત્યારે કટકીઓ બંધ થઇ પણ અનેક બટકી, બટકાઓ અહીંયા લાખના બાર હજાર કર્યા હોય તેમ ૧૦૦ રૂપિયાની નોટ અહીં ૨૦ રૂપિયા બની જાય છે. ત્યારે ૧૦ વર્ષના મનપાના શાસનમાં જે ભ્રષ્ટ્રાચાર થયો છે, તેનો પ્રથમ વરવો નમૂનો હોય તોતે ઘ-૪ નો અંડરપાસ કહેવાય, આજેGJ-18 ની લાખો પ્રજાજનને પૂંછવામાં આવે કે આ અંડરપાસની રૂર હતી ખરી? તો ૯૦% પ્રજા આના વિરુદ્ધમાં છે. ત્યારે કેટલા કરોડમાં આ અંડરપાસ બન્યો? અને કેટલો ખર્ચ થયો? તે ચકાસવામાં આવે તો આ ખર્ચમાં આવા ત્રણ અંડરપાસ બની શકે તેવું એક કોટ્રાક્ટ દ્વારા જણાવા મળ્યું છે. ત્યારે ખાપકીમાં અવ્વલ નંબર મેળવી લીધો છે.ત્યારે ઘ-૪ ની ઘટના સાંજે ૫.૩૦ વાગે લોખંડની જાળી તુટીને ઉપસી આવેલી જાેવાય છે. જે વાહન-ચાલકો માટે જાેખમી બની છે. ટુ-વ્હીલર વાળા એવા વાહન-ચાલકો માટે આ ્ડરપાસજાેવા જઇએ તો જાેખમી છે. ત્યારે જાળી તુટવાના સમાચાર મળતાં મેયર હીતેશ મકવાણા ત્વરીત દોડી આવ્યા હતા.ત્યારે મેયરે આ પ્રશ્ને તંત્રને આડે હાથે લઇને કોન્ટ્રાક્ટરને પણ સ્પષ્ટ જણાવી દીધં હતું, કે આવુંકામ નહીં ચાલે, તાત્કાલીક સરખું કરાવો, વારંવાર આ પ્રશ્ન બને છે, હવે આ પ્રશ્ન બનવો ન જાેઇએ,
ટ્રાફીક સમસ્યા વધતાં ટ્રાફીક પીઆઇ સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે લોકોએ જાેખમી બનેલી જાળી ઉપર ઝાડવાની ડાળીઓ મૂીકને ટુ-વ્હીલર વાહન ચાલકને ઇજા કે નુકશાન ન થાયતે માટે મુકવામાં આવી હતી. ત્યારે ભૂલથી એક વાહન-ચાલક ડાળઈ સાથે વાહન-માં ભરાઇ ગયું હતું. સદ્નસીબે કોઇ ઘટના બનવા પામેલ ન હતી, માર્ચ મહિનામાં શરૂ થયેલો અંડરપાસ જાેવા જઇએ તો વ્યવસ્થિત શકન ન થતાં અપશુકનીયાળ એવો પનોતી બન્યો છે. અંડરપાસનો એક તરફનો રસ્તો બંધ કરીને કામગીરી કરવાની ફરજ પડી છે. વરસાદમાં સ્વીમીંગપુલ, વાવાઝોડા તથા વરસાદ બાદ ખાડા, ગાબડા જેવી સ્થિતિ અને લેવલીંગ વ્યવસ્થિત ન હોવાથી વાહનો પણ પાણીની જેમ નહીં પણ ડચકા ખાતાં જાય છે. ૩૫ કરોડનો સ્માર્ટ સીટીનો અંડરપાસ જાેવા જઇએ તો ફેઇલ ગયેલો પ્રોજેક્ટ કહી શકાય તેવી પ્રજામાં ચર્ચા જગાવી છે.