જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધના રાજ્યભરમાં ગાજી રહેલા મુદ્દે હવે આગામી સમયમાં ગાંધીનગર જિલ્લામાં પણ કામગીરી આરંભી દેવામાં આવે તેવી સંભાવના છે. દહેગામ, માણસા અને કલોલ નગરપાલિકા તેમજ ગાંધીનગર મહાનગરપાલિકામાં આ અંગેની બધી જ તૈયારીઓ અંદરખાનેથી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આથી હવે આગામી દિવસોમાં જ તંત્ર જાહેરમાં નોનવેજ વેચતા ધંધાર્થીઓ પર ત્રાટકશે. ગાંધીનગર કોર્પોરેશનમાં ભેળવી દેવામાં આવેલા પેથાપુરમાં પણ આ અંગેની હિલચાલ શરૂ થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યભરમાં અત્યારે આ મામલો ગરમાયો છે ત્યારે કેટલાક લોકો આને રાજનીતિના પરિપ્રેક્ષ્યમાં પણ જાેઈ રહ્યા છે.
રાજ્યમાં રાજકોટ, ભાવનગર, વડોદરા અને પછી અમદાવાદમાં પણ જાહેરમાં નોનવેજ વેચવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને આવા ધંધાર્થીઓ પર સ્થાનિક તંત્ર દ્વારા જબરદસ્ત તવાઈ પણ ઉતારવામાં આવી છે ત્યારે હવે આગામી સમયમાં દહેગામ, માણસા અને કલોલ નગરપાલિકા તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમા પણ જાહેરમાં નોનવેજ વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવશે અને આવા ધંધાર્થીઓની સામે સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા પગલા ભરવામાં આવશે તેમ અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે. આ અંગેની બધી તૈયારીઓ અત્યારે ગાંધીનગર જિલ્લામાં પૂર્ણ થઈ ગઈ છે અને આગામી ટૂંક સમયમાં જ આ માટેના આદેશો જારી કરાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના જે મહાનગરોમાં જાહેરમાં નોનવેજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે તમામ શહેરોમાં ભાજપનું શાસન છે. આથી, ઘણા લોકો આ મામલાને રાજકીય પરિપ્રેક્ષ્યમાં પણ નિહાળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે તાજેતરમાં ‘જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે, નોનવેજ પર પ્રતિબંધના ર્નિણય સ્થાનિક પાલિકા તંત્રના છે’ એવું નિવેદન આપ્યું હતું. જાેકે, તેની સાથોસાથ તેમણે આ ઝૂંબેશને આડકતરું સમર્થન પણ એમ કહીને જાહેર કરી દીધું હતું કે, ‘લારીનો ખોરાક હાનિકારક ન હોવો જાેઈએ અને ટ્રાફીકને અડચણરૂપ હોય તેવા રેકડીના દબાણો હટાવવાનું કામ તો પાલિકા કે મહાપાલિકા તંત્રનું છે જ, એમાં વેજ કે નોનવેજની કોઈ વાત નથી.’