GJ-18 મહાનગરપાલિકાનું ૧ કરોડનું જમણ, ભ્રષ્ટાચાર રમણભમણ?

Spread the love

કોરોનાની મહામારીમાં કેન્દ્ર સરકાર દ્વારા ૫૦૦ કરોડ ગુજરાતને મહામારીમાં દરદીઓની સારવાર,ખર્ચ અને જે વસ્તુઓની જરૂરિયાત હોય તેના માટે ફાળવ્યા હતા. ત્યારે દરેક જીલ્લામાં કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા ને બાદ કરતાં મહાનગર પાલિકામાં સૌથી વધારે ગ્રાન્ટ ૮,૦૩,૬૭૦૦૦ ચૂકવવામાં આવી હતી. તેમાંGMC મનપાને ૫ કરોડ રૂપિયા કોવીડ-૧૯ માટે ૫/૬/૨૦૨૦ નાં રોજ ૫ કરોડ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવામાં આવ્યા હતા.ત્યારે આ કરોડનાં નાણાંનો વહીવટ GMC દ્વારા ભારે ભ્રષ્ટાચાર આદર્યો હોવાના પુરાવા પણ મળ્યાં છે. ત્યારે બિહારમાં ચારા કૌભાંડ ગાજ્યું હતું તેમ ય્ત્ન-૧૮ મહાનગર પાલિકાનું ભોજન, નાસ્તા, ચા પાણી સબ હવામે.. ગાજી રહ્યું છે. ત્યારે કોવિડમાં સેવા કરનારા એટલે કે ફરજ બજાવનાર કર્મચારીને ભોજન પેકેટ , ચા પાણીના ટોટલ ૧ કરોડની આસપાસનું જમણનું બીલ છે. ત્યારે આ બીલમાં અભય ડેકોરેટર્સ જે ભય વગરનો ભ્રષ્ટાચાર એટલે અભય તેનું તોતીંગ બિલ ફકત જમવાનું ૪૫ લાખ ઉપર છે. ત્યારબાદ શુભલક્ષ્મી ડેકોરેટર્સનું ૧૯,૫૬,૪૭૨ તથા ૩૪,૦૪,૬૪૭ તેમ બે મળીને ૪૯ લાખ ઉપરનું મળીને ૧ કરોડનું જમણ મહાનગર પાલિકાઓના કર્મચારી, કોવીડ સ્ટાફના જમવાના તથા ચા પાણીના ઉધાર્યાં છે. ત્યારે અનેક કર્મચારીઓમા પુચ્છા કરતા જાણવા મળેલ કે કોરોનાની મહામારીમાં અમે ઘેરથી ટિફિન લઈને આવતા હતા અને આ ભોજન લીધું પણ નથી અને ખાધું પણ નથી. તો પછી ૧ કરોડનું બિલ કેવી રીતે બન્યું? બીલ બન્યા બાદ ચકાસણી કેમ ન કરવામાં આવી? સબ હવા મે?
કોરોનાની મહામારીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ડે. મુખ્યમંત્રી નીતિન પટેલે ૭૦ વર્ષની ઉમરે પણ દોડતા જાેવાયા છે. ત્યારે પ્રજાને કોઈ કરકસર ન રહે અને તમામ સુવિધા સવલતો મળી રહે તે માટે મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી ૫ કરોડ ફાળવ્યા હતા. ત્યારે જાેવા જઈએ તો આપણાં ડે. મુખ્યમંત્રી પોતે કંજૂસ છે. પણ, હા ખર્ચ જ્યાં કરવાનો હોય ત્યાં તમામ ચકાસણી કરે, જે ખર્ચ બતાવ્યો હોય તેમાં પોતે મનન કરીને અધિકારીને સૂચના આપે કે આટલો ખર્ચ ન થાય! કારણ વહીવટ રાજ્યનો ચલાવવાનો છે ત્યારે નીતિનકાકા, રૂપાણીકાકા કોરોનાની મહામારીમાં અનેક ઉદ્યોગગૃહો પાસેથી મદદ માંગીને મુખ્યમંત્રીના રાહતફંડમાં કોરોનાની મહામારીમાં દર્દીઓને બચાવવા ફંડ એકઠું કરીને દરેક જિલ્લાઓને આપતા હતા ત્યાં અહીંયા જેવું ફંડ આવે લૂંટમ લૂંટ જેવો ઘાટ સર્જાયો હતો. ભુપેન્દ્ર દાદા જેે લખ્યું છે તે સત્ય છે. મહાનગપાલિકાનો મોટાભાગનો સ્ટાફ દ્વારા ફૂડ પેકેટ કે ભોજન, ચા નાસ્તો લીધો નથી તો ૧ કરોડનું બિલ ક્યાંથી આવ્યું? હા, ખર્ચ થયો હશે પણ, આટલો અધધ… ભુપેન્દ્ર દાદા, સ્માર્ટ સીટીની ગ્રાન્ટ બંધ કરી દો અને તમામ મુખ્યમંત્રી ફંડમાંથી જે રકમ ફાળવી તેનો હિસાબ લો તો અધિકારીઓની મીલી ભગતથી કેટલો ભ્રષ્ટાચાર થયો છે તે બહાર આવશે. ત્યારે બિહારના ચારા કાંડ અનેGJ-18મહાનગર પાલિકાનો ભોજન કાંડ હવે શહેરમાં પ્રચલિત ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ મહામારીમાં અનેકવિધ સંસ્થાઓએ સેવા આપીને શિક્ષાપત્રી ગ્રુપ (બિલ્ડર) અશ્વમેઘનાં બાબુભાઈ પટેલ, સે-૨ સ્વામિનારાયણ મંદીર સંપ્રદાય, જય જલારામ સેવા ટ્રસ્ટ, ડેપ્યુટી મેયર નાઝાભાઈ ઘાંઘરથી લઈને ગુરુદ્વારા ભોજન, ફૂડ પેકેટ મોટી સંખ્યામાં આપ્યા હતા અને પીરસ્યા હતા. તથા હેમરાજ પાડલીયા (ઋષિવંશી સમાજ) દ્વારા જરૂરત મંદોથી લઈને અનાજની કીટ અને પાક્કું જમવાનું ભોજન ફૂડ પેકેટ દર્દીઓથી લઈને સ્ટાફ માટે મોકલ્યા હતા. ત્યારે આ બધી સંસ્થાઓ શું હવામા?
કોરોનાની મહામારીમાં અભય ડેકોરેટર્સ અને શુભલક્ષ્મી ડેકોરેટર્સ દ્રારા જે બિલો મુકવામાં આવ્યાં છે તેમાં સેટિંગ ડોટકોમ સાથે મોટી લેતી દેતીની બૂ આવી રહી છે. કોરોનાની મહામારીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે જે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જે નાણાં ૫ કરોડ આપ્યા હતા તેમાં ભેંસ ચારા ખા ગઈ..જેવો ઘાટ સર્જાયો છે.અભય ડેકોરેટર્સ દ્રારા જે બિલો મુકવામાં આવ્યા છે તેમાં કરોડોનો ઝમેલો તથા શુભલક્ષ્મી ડેકોરેટર્સ દ્વારા જે બિલો છે તેમાં પણ ભ્રષ્ટાચાર આદર્યો હોવાનું પ્રસ્થાપિત થાય છે ત્યારે કોરોનાની મહામારી મોટાભાગના લોકો માટે અપશુકનિયાળ નીવડી છે ત્યારે અહીંયા અભય ડેકોરેટર્સ અને શુભલક્ષ્મી ડેકોરેટર્સને શુકનિયાળ નીવડી હોય તેમ આ કંપનીઓ માલામાલ થઈ ગઈ છે. ય્સ્ઝ્ર માટે કેન્દ્ર સરકાર તથા ભુપેન્દ્ર દાદાની સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે એટલે દૂઝણી ગાય બની ગઈ છે. અને તેમાં મુખ્યમંત્રી પૂરેપૂરા નાણાં મોકલે પણ,અહીંયા લાખના બાર હજાર કેવી રીતે બનાવવા તેના સોગઠાઓ સેટિંગ કરવાવાળા અનેક શકુનિઓ ભેગા થયેલ હતા, ત્યારે હવે નવી બોડી અને ભાજપની ૪૧ સીટો સાથે સીટો આવી, અને મેયર, ડે. મેયર, ચેરમેન હવે મનપાના ચોકીદાર બનીને પ્રજાના પૈસાનું રક્ષણ સાથે ભ્રષ્ટ્રાચાર ન થાય અને થયેલ ભ્રષ્ટ્રાચારની ગંભીરતાથી તપાસ કરવામાં આવેતે જરૂરી છે. અનેક બાગડ બીલ્લાઓ આમાં માલામાલ થઇ ગયા છે. ભોજનનું બીલ આટલું હોય ખરું? વાંચતા રહો…. માનવમિત્ર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com