સાંખ્ય ફાઉન્ડેશન ( સી.બી.ઓ.), ગાંધીનગર દ્વારા એમ.એસ.એમ., ટ્રાન્સજેન્ડર અને એલજીબીટીના સુમદાયના કલ્યાણ માટેના જાગૃત્તિ કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમનું દીપ પ્રાગટય કરીને જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ટ્રાન્સઝેન્ડર પર્સન પ્રોટેકશન ઓફ રાઇટૂસ એક્ટ – ૨૦૧૯ની જોગવાઇ મુજબ ટ્રાન્સઝેન્ડરના સુમદાયને તેઓના અધિકાર મળી રહે તે ખૂબ જરૂરી છે. હાલમાં ગાંધીનગર જિલ્લામાં સમુદાયના વ્યક્તિઓને ૧૧ સર્ટીફીકેટ સાથે આઇ.કાર્ડ, ૧૦ રેશનકાર્ડ, ૨૦૫ ડ્રાયરાશન કિટ મંજૂર કરવામાં આવી છે. રાજય સરકારની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરની રાષ્ટ્રીય પેન્શન યોજનામાં જિલ્લાના તમામ વ્યંઢળ/ કિન્નર સમુદાયના વ્યક્તિઓને વધુમાં વધુ લાભ મળે તે માટેની પણ વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે કલેકટરશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે ૫ – ટ્રાન્સઝેન્ડર વ્યક્તિઓને સર્ટીફીકેટ અને આઇ.કાર્ડ તથા ૩- રેશનકાર્ડ, ૫- ડ્રાયરાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે સાંખ્ય ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી કિરીટ માસીએ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી નિરૂપા ગઢવી, ગાંધીનગર સિવિલ સર્જન શ્રી નિયતીબેન લાખાણી, બાળ સુરક્ષા અધિકારી શ્રી સંજયભાઇ પટેલ સારથી સંસ્થાના શ્રછી જયોતિબેન રાવત સહિત સમુદાયના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.