9 કલાકની આકરી મહેનત બાદ ભોપાલની નર્મદા હોસ્પિટલના ડોક્ટરોને સફળ ઓપરેશન પાર પાડ્યું. જેને કોઈને પણ આશા નહોતી. વિદિશાની રહેવાસી એક મહિલા પર તેના સસરાએ પારિવારીક ઝઘડામાં તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાના બંને હાથ કપાઈ ગયા હતા.
બંને હાથની લોહીની નસ કપાઈ ગઈ
આપને જણાવી દઈએ કે આ હુમલામાં મહિલાના હાથમાં આવેલા લોહીની નસ કપાઈ ગઈ અને હાડકા પણ તૂટી ગયાં.
મહિલાની હાલત એટલી ગંભીર થઈ ગઈ કે, વિદિશાના ડોક્ટરે મહિલાને ભોપાલ રેફર કરી દીધી. જે બાદ મહિલાને નર્મદા ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવી. હોસ્પિટલમાં દર્દીને ટ્રામેંટોલોજિસ્ટ તથા સ્પાઈન સર્જન ડો. રાજેશ શર્મા તથા ક્રિટિકલ કેઅર સ્પેશિયાલિસ્ટ નિષ્ણાંત, ફિજિશિયન, જનરલ સર્જનની ટીમે તાત્કાલિક ઓપરેશન કરીને કાંડામાંથી લટકી રહેલા હાથને બચાવી લીધા.સાથે જ તેના ચહેરામાં થયેલી ગંભીર ઈજાને પણ રિપેર કરી.
નર્મદા ટ્રોમા સેન્ટરના ડાયરેક્ટર ડો. રાજેશ શર્માએ જણાવ્યુ કે, મહિલાને ખૂબ જ ગંભીર અવસ્થામાં નર્મદા લાવવામાં આવી હતી. દર્દીની તુરંત સારવાર શરૂ કરીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. કાંડામાં લોહી પહોંચાડનારી નસોને ભારે નુકસાન થયું હતું. એટલા માટે પ્લાસ્ટિક સર્જને અમારી ટીમ સાથે જોડાઈને મહિલાની સર્જરી કરી, જે લગભગ 8થી 9 કલાક જેવું ચાલી હતી. આખરે મહિલાના બંને હાથ બચાવામાં સફળતા મળી હતી.