બેંગ્લોરની હરોળમાં આઇટી કંપની માટે હબ બનાવવા રીટા દ્વારા સરકારને રજુઆત,

Spread the love

ગુજરાત બેંગ્લોર કરતાં ૈં્‌ હબમાં ઘણુંજ પાછળ છે. ભલે ખાતે ભલે ઇન્ફોસીટી અને પાર્ક બનાવ્યું પણ બેંગ્લોરની સામે હજુ બચ્ચું કહેવાય, ત્યારે હવે રાજકોટ આઇટી કંપની માટેનું હબ બનવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં જ શહેરમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક તૈયાર થશે જે માટે રાજકોટ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન (રીટા) દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. રીટા દ્વારા આઈટી પાર્ક માટે નવા રિંગરોડ પાસે ૬ લાખ ચોરસ ફૂટ જમીન ફાળવવાની સરકારને દરખાસ્ત કરી છે.
મહત્વનું છે કે, ચાલુ નાણાકીય વર્ષના અંત પૂર્વે આ દરખાસ્તને સરકાર મંજૂરીની મહોર લગાવી છે તેવી અપેક્ષા છે. રાજકોટના તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના આઈટી સેકટર માટે આ પાર્કની સ્થાપના વિકાસની વિશાળ તક ઉભી કરશે કે જેનું વાર્ષિક ટર્નઓવર હાલ રૂા.૪૦૦૦ કરોડ છે. સાથોસાથ આ બિઝનેસ ૩૦ ટકાના દરે વધી રહ્યો છે.
આઈટી સેકટરની લોકડાઉનમાં કેવી પરિસ્થિતિ હતી તે બાબતે મળેલી માહિતી પ્રમાણે કોરોનાકાળમાં લોકડાઉન સમયે અનેક વ્યવસાયો અને નોકરી-ધંધાને ફટકો પડયો હતો. જ્યારે આઈટી કંપનીએ આ મુશ્કેલ સમયમાં પણ જબરદસ્ત બિઝનેસ કર્યો હોવાનું સામે આવ્યું છે. લોકડાઉન આફતને અવસરમાં પલટાવી આઈટી સેન્ટરમાં વર્કફ્રોમ હોમ દ્વારા અનેકગણા કામ થયા હતા જેથી આઈટી ઉદ્યોગનો પૂરપાટ ગતિએ વિકાસ થયો હતો.મહત્વપૂર્ણ છે કે, રીટા દ્વારા લાંબા સમયથી રાજકોટમાં આઈટી પાર્ક ફાળવણીની માંગણી કરવામાં આવી રહી છે પરંતુ કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિમાં રીટાના અધિકારીઓ જ્યાં દરખાસ્તને આગળ ખસેડવામાં સક્ષમ નહોતા છેવટે લગભગ બે મહિના પૂર્વે રાજકોટને આઈટી પાર્ક ફાળવવાની દરખાસ્ત ગુજરાત ઈન્ફોર્મેશન લિમિટેડ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની નોડલ એજન્સીને સોંપવામાં આવી હતી ત્યારે હવે ટૂંક સમયમાં પાર્કની ફાળવણીનો ર્નિણય લેવામાં આવશે. રાજકોટમાં આઈટી સેકટર માટે માળખાગત સુવિધા ઉભી થતા અનેક ક્ષેત્રે સૌરાષ્ટ્ર વિકાસના આકાશને આંબશે તેમજ આઈટી હબ બનવાની દિશામાં પગલાં ભરશે.
રાજકોટ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન (રીટા)ના ચેરમેન જયદીપભાઈ નંદાણીએ જણાવ્યું હતું કે, આઈટી પાર્ક ફાળવવા બાબતે સંબંધિત તમામ જરૂરી વિગતો જીઆઈએલને સુપરત કરવામાં આવી છે. આ દરખાસ્ત હવે ડીસીટી પાસે પેન્ડિંગ છે જે બાબતે હવે ટૂંક સમયમાં જ ર્નિણય લેવાશે તેવું માનવામાં આવી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, રાજકોટમાં આઈટી પાર્ક ઉભું થવાને કારણે સૌરાષ્ટ્રને ખુબ મોટો લાભ મળશે. અહીંના વિદ્યાર્થીઓને નોકરીની શોધમાં બહાર નહીં જવું પડે તેમજ રોજગારીની તકમાં પણ અનેકગણો વધારો થશે.આ બાબતે અમે એક સર્વે પણ કર્યો હતો ત્યારબાદ અમે સરકાર પાસે પાર્ક બનાવવા માટે ૬ લાખ ચોરસ ફૂટ જગ્યાની માગણી કરી છે. જાે પાર્કને મંજૂરીની મહોર લાગશે તો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તમામ ઈન્ફોર્મેશન ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીઝ-કંપનીઓ અહીં આવી જશે તેમજ લોકલ કંપનીઓનો ખુબ સારો વિકાસ થશે. ઉપરાંત સ્થાનિક લોકોને પણ આઈટી પાર્કની સ્થાપનાને કારણે અનેક લાભ પ્રાપ્ત થશે. હાલ રીટા દ્વારા નવા દોઢસો ફૂટના રિંગરોડ ખાતે વાજડીગઢ સ્માર્ટ સિટી આસપાસ ૩ પ્લોટ માટેની માગણી કરી છે જેની સરકાર ચર્ચા-વિચારણા બાદ ફાળવણી કરશે. રાજકોટ આઈટી એસોસિએશનના ચેરમેન જયદીપભાઈએ જણાવ્યું કે, રાજકોટમાં આઈટી કંપનીઓની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. રાજ્યમાં અમદાવાદ બાદ હવે રાજકોટ આઈટી હબ બનવાની કતારમાં બીજા ક્રમે છે ત્યારે અહીંના સ્થાનિક લોકોને અહીંયા જ સારામાં સારી તક મળી રહે, સ્કીલ તેમજ ડેવલપ થયેલો મેનપાવર બહાર ન જાય તે માટે પાર્કની દરખાસ્ત મુકવામાં આવી છે જેથી ખાસ કરીને લોકલ કંપનીઓને વિકાસની નવી તક પ્રાપ્ત થાય તેમજ અહીંના વિસ્તારનો પણ વિકાસ થાય.રાજકોટમાં અંદાજે ૮૦૦થી ૯૦૦ આઈટી કંપનીઓ હાલની સ્થિતિએ કાર્યરત છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ મળીને ૧૨૦૦થી વધુ ઈન્ફોર્મેશન ટેકનોલોજી બેઝ્‌ડ કંપનીઓ છે. જાે રાજકોટમાં આઈટી પાર્ક બનશે તો આ તમામ કંપનીઓ એક જ સ્થળે એકઠી થઈ જશે જેથી અનેક ફાયદા થશે. ઉપરાંત રાજકોટ ઈન્ફોર્મેશન ટેકનોલોજીએ ઉમેર્યું હતું કે, અંદાજે ૩૦૦૦ જેટલી ફર્મ આઈટી પાર્કમાં પોતાની કંપની સ્થાપવા માટે અરજી કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.રાજકોટ શહેરમાં આઈટી પાર્કની સ્થાપના થવાને કારણે અનેક લાભ મળશે જે પૈકી સૌથી મોટો ફાયદો છે. રોજગારીની નવી તકોનો સૌરાષ્ટ્ર-કચ્છનાં અનેક લોકોને રાજકોટ આઈટી પાર્કમાં રોજગારી મળશે.
રિટાના ચેરમેન જયદીપભાઈએ આ બાબતે જણાવ્યું કે, રાજકોટમાં ૧૨ જેટલી એન્જીનીયરીંગ કોલેજાે છે તેમજ અનેક મેનેજમેન્ટની કોલેજાે પણ છે જેથી આ તમામ ઉભરતા વ્યક્તિત્વોને રાજકોટમાં જ નોકરી મળી રહે તેમજ તેમને રાજય બહાર જવું ન પડે તેવી સ્થિતિ પેદા થશે. અંદાજે એકાદ લાખ લોકોને આ પાર્ક ઉભુ થયા બાદ રોજગારી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com