પ્રાકૃતિક ખેતી કરતા ડાંગના ખેડૂતો સામે દેશના પ્રજાજનો આશાની મીટ માંડી રહ્યા છે- રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Spread the love

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, વનવાસી બંધુઓની પ્રાકૃતિક કૃષિથી થયેલી ક્રાંતિ જાેવા દેશ અને દુનિયાના લોકો ડાંગ આવશે એ દિવસો હવે દૂર નથી.મુખ્યમંત્રીશ્રી ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ અભિયાન અન્વયે ગુજરાતના છેવાડાના વનવાસી પ્રદેશ ડાંગને, સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમા ડાંગના મુખ્ય મથક આહવા ખાતે યોજાયેલા કાર્યક્રમમા સંબોધન કરી રહ્યા હતા
ડાંગના ખેડૂતો સામે રાજ્ય અને દેશના લોકો આશાની મીટ માંડી રહ્યા છે, તેમ જણાવતા ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમ બાદ, ડાંગના ખેડૂતો અને તેમના ખેત ઉત્પાદનની માંગ વધવા સાથે દેશના લોકો પ્રાકૃતિક ખેતી કરતા ડાંગી ખેડૂતોને સન્માનની દ્રષ્ટિએ જાેશે તેમ જણાવ્યુ હતું.ગાય, ગોબર, અને ગૌ મૂત્રનુ મહત્વ વર્ણવતા રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ ની ભાવના સાથે ખેત ઉત્પાદન કરતા ડાંગના ખેડૂતોને અભિનંદન પાઠવી ખેતીમા થતા નીંદામણ/કચરાને કંચન સમજવાની અપીલ કરી તેના ઉપયોગનુ મહત્વ વર્ણવ્યુ હતુ.રસાયણ મુક્ત ખેતી, અને જીવામૃતને જીવનનુ અમૃત સમજવાની અપીલ કરતા રાજયપાલશ્રીએ ધરતીનુ ધન ફળદ્રુપતા છે તેમ જણાવ્યુ હતુ.
પ્રાકૃતિક ખેતીને અપનાવીને ખેડૂતો ક્રમશઃ તેનુ ઉત્પાદન વધારી શકે છે તેમ જણાવી રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઓછા ખેત ઉત્પાદન સામે રાજ્ય સરકારની સહાય યોજના, અને ગૌ ઉછેર માટે અપાતી સહાયનો ઉલ્લેખ કરીને, પ્રાકૃતિક ખેતીના તજજ્ઞો અવાર-નવાર અહીની મુલાકાત લઈ ખેડૂતોને માર્ગદર્શન આપશે તેમ જણાવ્યુ હતુ.દેશ આખાના ખેડૂતો અહીના પરિશ્રમી ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતીની તાલીમ લેશે તેવો આશાવાદ વ્યક્ત કરતા રાજયપાલશ્રીએ ડાંગના સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે રાજ્ય સરકાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી રહી છે તેમ જણાવ્યુ હતુ.ભાવિ પેઢીને શુદ્ધ હવા, પાણી, જમીન, અને આબોહવા આપવા સાથે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી આપવાનુ પવિત્ર યજ્ઞકાર્ય ડાંગના ખેડૂતો કરી રહ્યા છે, જેમને રસાયણનો ત્યાગ કરી ને સંપૂર્ણ ઝેરમુક્ત ખેતી કરવાનુ આહ્વાન પણ રાજયપાલશ્રીએ કર્યુ હતુ.ડાંગને પ્રાકૃતિક ખેતી માટે પસંદ કરીને રાજ્ય સરકારે ખુબ જ ઉપકારક કાર્ય કર્યું છે તેમ જણાવતા રાજયપાલશ્રીએ ડાંગના ખેડૂતોને ખુશહાલ અને સમૃદ્ધ થવાના સાધુવાદ સાથે આશીર્વચન પાઠવ્યા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે આપણો કિસાન અત્યાર સુધી રાસાયણિક ખાતરયુક્ત ખેતી કરતો હતો. આના પરિણામે એની જમીન ને પણ અસર પહોંચી હતી. હવે કિસાનો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, ત્યારે તેનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય, અને ડાંગના વનબંધુ ખેડૂતોમાંથી અન્ય કિસાનો પ્રેરણા લઈ, આવી પ્રાકૃતિક ખેતી કરતા થાય તે સમયની માંગ છે એમ પણ મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યું હતુ.તેમણે કહ્યુ કે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સ્વયં આ પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી, અને આગ્રહી છે. તેમના માર્ગદર્શન, અને રસને કારણે રાજ્યમા પ્રાકૃતિક ખેતીને ઉત્તરોતર નવી દિશા મળતી રહે છે.શ્રી ભૂપેન્દ્ર પટેલે દ્રષ્ટાંત આપતા કહ્યુ કે, રાસાયણિક ખાતરથી પકવેલા અનાજથી આપણને ખબર ના પડે તેમ, શરીરમા રોગ પ્રવેશી જતા હોય છે, અને બિમારી ઘર કરી જાય છે. ત્યારે આ કુદરતી પ્રાકૃતિક ખેતી દ્વારા શુધ્ધ, સાત્વિક અન્ન મળી રહે, અને ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, કેન્સર, જેવા રોગોથી બચી શકાય છે.તેમણે આવી પ્રાકૃતિક ખેતીમા નુકશાનની પણ સંભાવના ઊભી થાય, તો રાજ્ય સરકાર ખેડૂતોને યોગ્ય મદદ માટે, પડખે ઊભી રહેવા તત્પર છે તેવી નેમ પણ દર્શાવી હતી.ખેતી પ્રધાન ભારત દેશની ઋષિ અને કૃષિ સંસ્કૃતિને પ્રાકૃતિક ખેતી તરફ દોરીને જમીનની ફળદ્રુપતા વધારવા સાથે, પ્રજાજનોને સ્વાસ્થપ્રદ જીવનશૈલી આપવાની અપીલ કરતા રાજયના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમા ડાંગના ખેડૂતોને સો ટકા પ્રાકૃતિક ખેતી તરફ વળવાની અપીલ કરી હતી.રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમા આજે આહવા ખાતે યોજયેલા ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમ હેઠળ, ડાંગ જિલ્લાને રાજ્યના સંપુર્ણ રસાયણ યુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લા તરીકેનુ બહુમાન પ્રાપ્ત થયુ છે. ઉલ્લેખનિય છે કે, ‘સંપુર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા’ હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબો માટે રૂ.૩૧ કરોડની નાણાકિય સહાય યોજના ઘોષિત કરવામા આવી છે. જેમા ખેડૂત કુટુંબોને ખેત ઉત્પાદનની સંભવિત ઘટ સામે વળતર પેટે રૂ.૧૦ હજાર પ્રતિ હેક્ટર વાર્ષિક સહાય માટે રૂ.૨૦ કરોડની જાેગવાઈ, ઉપરાંત ખેડુતોના થર્ડ પાર્ટી ઓર્ગેનિક સર્ટિફિકેશન અને હેન્ડ હોલ્ડીંગ માટે રૂ.૧૦ કરોડની જાેગવાઈ કરવામા આવી છે. આ યોજના હેઠળ ડાંગ જિલ્લાના ૧૨૫૨૭ ખેડુતો કુટુંબોને રૂ.૬.૫૦ કરોડની સહાય ચૂકવવામા આવી છે. ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમ દરમિયાન રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રતિકરૂપે પાંચ ખેડુતોને સહાયના ચેકોનુ વિતરણ કરવા સાથે, ભારત સરકારની હ્ર્લઁં યોજના હેઠળ ૩૦૦ ખેડુતોને આ યોજના હેઠળ મેનેજમેન્ટ કોસ્ટ માટે રૂ.૧૮ લાખ, અને રૂ.૨ કરોડની ગેરંટી લોન, ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ વિષયક નવ મિનિટના વિડીયો દસ્તાવેજીકરણનુ લોન્ચિગ, પ્રાકૃતિક ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલ, સરદાર પટેલ એવોર્ડ વિજેતા બે ખેડૂત કુટુંબોને એવોર્ડ, અને પ્રમાણપત્ર, તથા પ્રાકૃતિક ખેતી કરતી જિલ્લાની ૩૦૦ બહેનો દ્વારા ૬૦૦ કિલો ચોખા કુપોષિત બાળકો માટે આંગણવાડીઓને અર્પણ કરાયા હતા. કાર્યક્રમના ભાગરૂપે ડાંગનુ વિશ્વ વિખ્યાત ડાંગી નૃત્ય પણ રજૂ કરાયુ હતુ. તો પ્રાકૃતિક ડાંગ વિષયક ફિલ્મ ઉપરાંત અન્ય દસ્તાવેજી ફિલ્મોનુ પણ નિદર્શન કરવામા આવ્યુ હતુ. પ્રાકૃતિક કૃષિના પ્રચારક શ્રી સાંઇરામ દવે, ગૌદાન કરનાર ગૌશાળાના સંચાલકો, અને ગાય મેળવનારા લાભાર્થીઓનુ પણ અહીં અભિવાદન કરવામા આવ્યુ હતુ. મહાનુભાવોએ પ્રાકૃતિક ખેત પેદાશના નિદર્શન અને વેચાણ સ્ટોલસની મુલાકાત લઈ જરૂરી જાણકારી મેળવવા સાથે ઉપયોગી માર્ગદર્શન પણ પૂરુ પાડ્યુ હતુ.રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા સ્થિત પોલીસ પેરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમા રાજયપાલશ્રી, અને મુખ્યમંત્રીશ્રી સહિત કૃષિ, પશુપાલન, અને ગૌ સેવા સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ડાંગના પ્રભારી મંત્રી-વ-આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો, તથા ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, કૃષિ-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિશેષ આમંત્રિત તરીકે વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે પણ હાજરી આપી હતી. પ્રાકૃતિક કૃષિના પ્રચારક અને ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સાંઇરામ દવે, તથા ડાંગના માજી રાજવીઓ પણ અહી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમા ડાંગના પ્રભારી સચિવ શ્રી જયપ્રકાશ શિવહરે, કૃષિ સચિવ શ્રી મનિષ ભારદ્વાજ, ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, ‘આત્મા’ નિયામક શ્રી ધાર્મિક બારોટ, ડાંગના આત્મા પ્રોજેક્ટના નિયામક શ્રી પ્રવિણ માંડાણી, નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગામીત, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, કાર્યપાલક ઈજનેર શ્રી એસ.આર.પટેલ સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમના આરંભે મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરતા કૃષિ સચિવ શ્રી મનિષ ભારદ્વાજે પ્રાસંગિક ઉદબોધન રજૂ કર્યું હતુ. જ્યારે કાર્યક્રમના અંતે કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ આભારવિધિ કરી હતી.(માહિતી બ્યૂરો ડાંગ)ઃ આહવાઃ તાઃ૧૯ઃ ડાંગને આંગણે યોજાયેલા ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમના મુખ્ય સ્ટેજ પાસે કાર્યક્રમના હાર્દને સ્પષ્ટ કરતા પ્રદર્શન અને વેચાણ માટેના સ્ટોલ્સ પણ લગાવાયા હતા.પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેત ઉત્પાદનો અને તેની બનાવટો પ્રદર્શિત કરાઇ હતી. અહી દેશી ગાય સહિત નડગખાદીના રિદ્ધિસિદ્ધિ સખી મંડળ દ્વારા, નાગલીની વિવિધ બનાવટો, ધાન્ય અને કઠોળ પાકો સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇના હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર દ્વારા જુદા જુદા પાકો, સાપ્રો-સાપુતારાની વિવિધ બનાવટો, મોખામાળના સંકેત ઓર્ગેનિક ફાર્મ દ્વારા વિવિધ ખેત ઉત્પાદનો, આત્મા પ્રોજેકટ અને ય્ર્ંઁઝ્રછ (ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી)ના મસાલા પાકો, પ્રાકૃતિક ખેત પેદાશોની વાનગી, અને એકતા બચત ગૃપ-આહવા દ્વારા વિવિધ ચીજવસ્તુઓનુ નિદર્શન અને વેચાણ કરાયુ હતુ.આ પ્રદર્શન સ્ટોલ્સની મહાનુભાવોએ મુલાકાત લઈને વિસ્તૃત જાણકારી મેળવવા સાથે, ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ.મહાનુભાવોએ અહી પ્રદર્શિત ચીજવસ્તુઓની ખેતી, ઉત્પાદન, મૂલ્યવર્ધિત ઉત્પાદન, વેચાણ વ્યવસ્થા, સ્વરોજગારી, જેવા મુદ્દે સ્ટોલધારકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com