ગાંધીનગર મહાનગર ભાજપાની કારોબારી બેઠક આજરોજ પ્રભારી મંત્રીશ્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ

Spread the love


આજરોજ ગાંધીનગર મહાનગર ભાજપાની કારોબારી બેઠક પ્રભારી મંત્રીશ્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, સેક્ટર-૧૭ ખાતે યોજાઈ હતી. આજની આ કારોબારી બેઠકમાં મહાનગરના પ્રભારીશ્રી મોહનલાલ પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેનશ્રી જસવંતભાઈ પટેલ, ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર, મહામંત્રીશ્રીઓ કનુભાઈ દેસાઈ, ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્યશ્રીઓ શ્રી અશોકભાઈ પટેલ, શ્રી પુનમભાઈ મકવાણા, પૂર્વ મેયર શ્રીમતી રીટા પટેલ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, સિનિયર અગ્રણીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજની આ કારોબારી બેઠકમાં મુખ્ય વક્તા તરીકે પ્રભારી મંત્રીશ્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે વિવિધ મુદ્દે ઉપસ્થિત સૌને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં દેશમાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વાડપણ હેઠળ રાજ્યમાં થઈ રહેલ અભૂતપૂર્વ કામગીરી, ભાજપની વિકાસ અને રાષ્ટ્રવાદની વિચારધારાને વધુને વધુ નાગરિકો સુધી પહોંચાડવા તેમજ સરકારની જનલ્યાણની યોજનાઓને છેવાડાના લાભાર્થી સુધી પહોંચતી કરવા માટે આહવાન કર્યું હતું. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી. નડડાજી અને પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ભાજપાના પ્રત્યેક કાર્યકર્તા જનતા અને પક્ષ પ્રત્યેની પોતાની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે તે બદલ બિરદાવ્યા હતા.

મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટે સ્વાગત પ્રવચન કરી સૌનું બેઠકમાં શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગિક ઉદબોધનમાં વિવિધ મુદ્દે છણાવટ કરી હતી. મહાનગરના પ્રભારીશ્રી મોહનલાલ પટેલ અને ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોરે કારોબારી બેઠકમાં સૌને માર્ગદર્શિત કર્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટૅ. કમિટી ચેરમેનશ્રી જસવંતભાઈ પટેલે કોરોના કાળમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ દેશભરમાં કોરોના વેકસીનના ૧૧૫ કરોડ ડોઝ આપવા તેમજ કોરોનાકાળમાં થયેલી કામગીરી, દેશહિત અને જનહિતના થયેલા વિવિધ કાર્યો સમાવિષ્ટ રાજકીય ઠરાવ પસાર કર્યો હતો જેને ડૅ. મેયર પ્રેમલસિંહ ગોલે સમર્થન કર્યું હતું. આ ઉપરાંત વોર્ડ ૩ ના કોર્પોરેટર શ્રીમતી સોનાલીબેન પટેલે ગાંધીનગર શહેરમાં થયેલ વિવિધ વિકાસકાર્યો સમાવિષ્ટ ગાંધીનગર મહાનગરનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મહાનગરના મહામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સંગઠનના આગામી કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન મહાનગરના મહામંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેમજ આભારવિધિ મહામંત્રીશ્રી ગૌરાંગ પટેલે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com