દેશમાં કોરોનાની મહામારી માં અનેક વકીલો પણ આના ભોગ બન્યા હતા. ત્યારે Gj18 ખાતે પણ ઘણા જ વકીલો ના કોરોનાની મહામારી મા અવસાન થયા હતા.ત્યારે ૨ વર્ષથી વધારે સમયથી Gj -18 બાર એસો.ની ચૂંટણી ન યોજાતા અનેક વકીલ અનેક આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ચૂંટણી જાહેર કરવા સૂચના આપી છે. પણ હજુ સુધી “મ”નું નામ મરી ન પાડતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, ત્યારે બંધારણ મુજબ બાર એસો.ની જનરલ મીટીંગ બોલાવી પડે, હિસાબો જેટલા સમયથી મિટિંગ મળી નથી તેટલા વર્ષના હિસાબો રજૂ કરવા પડે, ત્યારે કોર્ટમાં બાર એસો.ની આવકમાં ઝેરોક્ષ સેન્ટર ,કોમ્પ્યુટર ટાઈપિંગ થી લઈને કેન્ટીન જેવી અનેક કોર્ટમાં મુકાવેલ તે આવકનો સ્તોત્ર રહેલો છે. ત્યારે બે વર્ષથી ચૂંટણી થયેલ ન હોય, જે હિસાબો રજુ કરવા પડે, મિટિંગમાં ચૂંટણી કમિશનરની નિમણૂક કરવી પડે, ચૂંટણી કમિશનર ચૂંટણી જાહેર કરે, ચૂંટણી અધિકારી સાથે જ ચૂંટણી પ્રક્રિયા શરૂ થતી હોય છે. તમામ સત્તા ચૂંટણી અધિકારીને હોય છે ,ત્યારે તમામ વકીલો માં હાલ એક જ ચર્ચા કે કાગળ ઉપર નહીં પણ નિયમ અનુસાર ચૂંટણી કરીને ચૂંટણી લડાવવી જોઈએ, તેવો મોટા ભાગના વકીલોનો મત પ્રવર્તી રહ્યો છે.
ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા ચૂંટણી જાહેર કરીને પ્રક્રિયા પણ આરંભી દીધી છે ,ત્યારે GJ-18 બાર એસો.ચૂંટણી લડવા હાલ ગલ્લા,તલ્લા કેમ કરી રહ્યા છે, તે સમજાતું નથી , ત્યારે મોટી સંખ્યામાં વકીલો દ્વારા ચૂંટણી યોજાય તે માટે સહી ઝુંબેશ ચાલી છે.હા,બાર કાઉન્સિલ દ્વારા ચૂંટણી યોજવા લીલીઝંડી આપી દીધી છે ,પણ Gj-18 ખાતે બાર એસોસીએશનની ચૂંટણી માટે હજુ લાલ ઝંડી જ લટકી રહી છે.૧૭ ડિસેમ્બર છેલ્લી તારીખ છે. હવે એક મહિનો પણ રહ્યો નથી,બાર એસોસિયેશનની ચૂંટણી જાહેર ન થતા અનેક વકીલોમાં કચવાટ સાથે વિરોધ વંટોળ નો રોજ ભભૂકી રહ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં ચૂંટણી બાર એસોસીએશનની યોજાશે અને યોજાય તેના ફેવરમાં વકીલોની સંખ્યામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ઘરના ડાકલા અને ઘરના ભુવા જેવો નહીં ચાલે તેવું એક વકીલ શ્રી એ નામ ના આપવાની શરતે વાત કરી હતી