GJ-18 ખાતે ટ્રાફીક પોઈન્ટ ઓ પાસે ભિખારીઓ ની સંખ્યા તોતિંગ વધી રહી છે. ત્યારે હવે રોજ એકાદ બે રૂપિયા માંગવા કરતાં મોટા બકરા, બકરીઓ પકડી લઈલે, તે આશયથી નવો કોન્સેપ્ટ લાવ્યા, અને આપ કોન્સેપ્ટ સફળ પણ થયો, પણ જૂઠ વધારે સમય નથી હતો, ત્યારે આ જુઠ આખરે પકડાઈ જતા અનેક મહિલાઓના ખિસ્સાં ખાલી સાથે પોપટ બની હતી. ત્યારે અગાઉ પણ આવી જ ઘટના કુડાસણ ખાતે બનવા પામેલ હતી, કે બાદ હવે રિલાયન્સ ચોકડી પાસે ઘટના બનતા વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રોડ રસ્તા પર ફેરી કરીને ચણા- ચોર ગરમ વેચતા પરપ્રોતીયા યુવાન દ્વારા પોતાના હાથથી જ ચણા- ચોરગરમ રોડ , રસ્તાની સાઇડ પર નાખી દે, અને આવન-જાવન કરતા વાહનો ચાલો કોને લાગે કે, કોઈ વાહન ચાલકે ઠોકર મારી હશે, એટલે ઢોળાઈ ગયું હશે, પણ ઢોળીને લોકો ને પોપટ બનાવાનો ઢાળ બનનારા સફળ થયા, પણ એક મહિલાના હાથે આ કારસ્તાન પકડાયું, ત્યારે શનિવારના રોજ આ મહિલા પોતાના બાળકને લઈને સ્કૂલે મૂકવા જતી હતી, ત્યારે રોડ રસ્તા પર ખાણીપીણીની ચીજવસ્તુઓ ઢોળાઈ ગયેલી જાેતા અને બાળક નીચે બેઠેલો હોય જેથી તેને દયા આવી ને ૫૦૦ની નોટ આપી,તથા પોતાના બાળકને સ્કૂલે જવાનું મોડું થયું હોય છતાં તે શ્રમજીવીને ગાડીમાં બેસાડીને તેના ઘર પાસેના રોડ પર મૂકીને આવી ત્યારે બીજા જ દિવસે એક જગ્યાએ આ તરકીબ અજમાવનાર બાળકે બધું મહિલાને પોપટ બનાવી, અને ૫૦૦ રૂપિયા આપ્યા, ત્યારે શનિવાર ના રોજ જે મહિલાએ મદદ કરી હતી, તેણે આ જાેયું, અને ચણા- ચોરગરમ વાળાનો ભાંડો ફૂટી ગયો, ત્યારે ૧૪ વર્ષના બાળકોને ધંધો કરતાં હોય પણ લોકોને કેવા ઉલ્લુ બનાવે છે, તે ઉપરથી અનેક ન્યુ GJ-18 ખાતે મહિલાઓ પોપટડી બની ગઈ છે. પણ જૂઠ લાંબો સમય ટકે નહીં, તેનો આ વરવો નમૂનો જાેવા મળ્યો હતો.