GJ-18 સિવિલ હવે લવરીયા, લુખા, અસામાજિક તત્વોનુ હબ બની ગયું હોય તેમ ૦૯ઃ૦૦ પછી સિવિલ ની કેન્ટીન અને ચા-નાસ્તાની દુકાનવાળાઓ નો અડ્ડો બની ગયું છે. રાત્રે ચા ની ચૂસ્કી મારવા સિવિલમાં યુવાનો ,ડુસ્કા,મારવા રાત્રે અહીંયા નવ વાગ્યા પછી બાઇકો ,ગાડીયો ,વાહનો સાથે જમાવડો કરીને બેઠા હોય છે. ત્યારે રાત્રે આઠ વાગ્યા, પછી GJ-18 ખાતે ન્યુGJ-18 સિવાય મોટાભાગની દુકાનો બંધ થઈ જાય છે.ત્યારે રાત્રે મોડા બે વાગ્યા સુધી યુવાનો સિવિલમાં નર્સિંગ સ્ટાફ ની છોકરીઓ આવતી જતી હોય તો રોડ, રસ્તા પર અડ્ડો જમાવીને બેઠા હોય છે ,ત્યારે જે આવન-જાવન ગેઇટ છે, તેમાં પી.એમ. રૂમથી બહાર નીકળવાનો જે ગેઇટ છે. તે રાત્રે આઠ વાગ્યા પછી બંધ કરવાની પણ લોક માંગણી ઉઠી રહી છે.
સિવિલ ની કેન્ટીન ચર્ચાસ્પદ બની રહી છે. ચરસીઓ ,દારુની પોટલી પીવાવાળા થી લઈને હવે ખાંસી ની જે દવા આવે છે, તે આખી બોટલ ગટગટાવી ને નસો કરતા યુવાનો કેન્ટીનની બહાર તથા દાબેલી, વડાપાવ ની લારીઓ ઉપર અડો જમાવીને બેઠા હોય છે ત્યારે અસામાજિક તત્વોનુ આશ્રય સ્થાન હવે સિવિલ બની રહ્યું છે ,ત્યારે પોલીસ પેટ્રોલિંગ કરે ,પણ સિવિલમાં ન આવવાનું કારણ કે અહીંયા કોઈ દર્દી સિવાય કોણ હોય? ત્યારે હવે યુવાનો માટે સિવિલ એક આશ્રયસ્થાન અને મોડી રાત્રે સેઇફ જગ્યા બેસવાની મળી ગઈ હોય તેમ મોડી રાત સુધી સિવિલની કેન્ટીનમાં પણ દર્દીઓના સગા સિવાય આંટાફેરા કરનારા તત્વો વધી ગયા છે.