ઘ-રોડ ની રેલીંગ તોડીને બીજી બાજુ ગાડી ઉછાળી, સસ્પેન્ડ કરવાની પ્રજાની માંગ
દારૂની બોટલો ગોતવા સવારે પી ક્લાસ અનેક લોકો ઝાળીઓમાંથી ગોતીને બોટલો લઈ ગયા
સે- ૭ ની ઝાડીઓમાં પોલીસે ,પોલીસ ને બચાવવા દારૂની પેટી સાથે ની બોટલો નાખી દીધી ,ત્યારે સવારે પી કલાસ કંપનીઓ ગોતી ગોતીને દારૂની બોટલો ઘરે લઈ ગઈ હતી, દારૂની બોટલો ઝાડીઓમાં નાંખ્યા બાદ રાત્રીના સમયે મળે તેમ ન હતો, જેથી લૂંટ વહેલી સવારે આવીને લોકો ગોતવા માંડ્યા હતા.
પોલીસ કર્મી પાસે આ વાહનમાંથી દારૂની પેટી કઈ રીતે આવી?તે પ્રશ્ન છે. પોતે ફુલ દારૂ પીને, ઢીન્ચીને વાહન ચલાવતાં ,રેલિંગ સાથે રોંગ સાઈડમાં ગાડી ચાલી ગઇ હતી.
ગુજરાતમાં ક્રાઇમ રેશિયો ઘટ્યો છે કે વધ્યો છે ? ત્યારે સામાન્ય માણસ કોઈ ક્રાઇમ એટલે કે માસ્ક ન પહેર્યું હોય, ફોન ઉપર વાત વાહન ચલાવતાં કરતો હોય તો મેમો અને દંડ કાયદાની જાેગવાઇ મુજબ ફરફરીયું પકડાવી દે, ત્યારે GJ-18 ખાતે રાત્રીના નવ વાગે એક પોલીસકર્મી પોલીસજીપ વાહન ચલાવતાં એટલો દારૂ પીને ઢૂસ થઈ ગયો હતો કે ઘ -ર થી ઘ-૩ પથિકાશ્રમ આવી રહેલી ગાડીનું સ્ટેરીંગ ગુમાવીને તમામ રેલિંગો તોડીને બીજા સામે ના રસ્તે ફંટાઈ ગઈ હતી.એકસીડન્ટ એટલો જાેરદાર હતો અને રેલિંગ જે તોડીને જીપ ઉછાળી હતી ,તે દબંગ નો સ્ટન્ટ કર્યો હોય ,દારૂ પીને ,તેવું લોકો જણાવતા હતા.
દારૂ પીને ઢીચેલા પોલીસ કર્મીએ વાહનને રેલિંગ તોડયા બાદ રોન્ગ સાઇડમાં જીપ આવી ગઇ હતી, અને જીભને પણ ખાસ્સું નુકસાન થયું હતું. ત્યારે આ જીપમાં ખેપ મારતા હોય તેવું લોકો જણાવતા હતા, ત્યારે આ જીપમાંથી દારૂની પેટી મળી આવતા પેટી ગાયબ કરવા, તમામ દારૂની બોટલો સે. -૭ ની ઝાડીઓ માં નાખી દેવામાં આવી હતી, ત્યારે પ્રત્યક્ષ લોકોએ દેખેલા આ પોલીસની દારૂ પીને દબંગગીરી થી, મોટી જાનહાનિ, એકસીડન્ટ થતાં રહી ગઈ હતી, ત્યારે સવારે એક પી કલાસ કંપનીઓ,એવા લોકો સવારે રીતસર સે. – ૭ ની ઝાડીઓમાંથી બોટલો ગોતી ગોતીને ઘરે લઈ જવા માંડ્યા હતા, ત્યારે આ પોલીસની જીપ માં દારૂની પેટી ક્યાંથી આવી ?પોલીસે દારૂ ક્યાંથી પીધો? તે હાલ યથાર્થ પ્રશ્ન છે. બાકી ઘ અને ચ માર્ગ ઉપર કેમેરા લગાડવામાં આવ્યા છે. ઝીણું ઝીણું પર દેખાઈ આવે ,ત્યારે સામાન્ય માણસ ઉપર કાયદાનો જે રોફ અને દબંગગીરી કરવામાં આવે છે, તો દારૂ ઢીચીને વાહન હંકારનાર તત્વો સામે કાર્યવાહી થશે કે કેમ? તે યથાર્થ પ્રશ્ન છે.