GJ-18 કલોલ બાર એસો. દ્વારા કોર્ટમાં ફીઝીકલ કેસો ત્વરીત શરૂ કરવા ફાઇલીંગ સમયમાં વધારો કરવા માંગ

Spread the love

GJ-18 કલોલ બાર એસોના પ્રમુખ સમરસિંહ ડી. ચાવડા દ્વારા પાઠવેલ પત્રમાં ઇન્ચાર્જ પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજને સંબોધીને કલોલ કોર્ટમાં ફીઝીકલ કેસો તાત્કાલિક શરૂ કરવા માંગ કરી છે. GHC ની SOP મુજબ ગુજરાતની કોર્ટોમાં ફીઝીકલી કેસો ચાલતા નથી. તે મુજબના કલોલ કોર્ટમાં પણ ફીઝીકલ કેસો ચાલતા નથી. હાલના સંજાેગોમાં કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસો ઘટી ગયેલ છે. આ સંજાેગો જાેતાં હાલમાં અગેની કોર્ટમાં વકીલાત માટે આવતા વકીલો તરફથી ફીઝીકલ કોર્ટ શરૂ કરવા હોદ્દેદારો દ્વારા મૌખિક રજુઆત કરી હતી. ત્યારે લોકડાઉનમાં વકીલોનો આર્થિક સ્થિતિ નબળી પડેલ છે. તેમજ વકીલના પરીવારજનોની પણ આર્થિક પરિસ્થીતી નબળી થતાં વકીલો અન્ય નોકરી કે ધંધા કરી શકતા નથી, જેનાં કારણે વકીલો નાંણાકીય તકલીફ અને માનસિક તાણ વેઠી રહ્યા છે.
વધુમાં સરકારી કચેરીઓ તેમજ અર્ધ સરકારી કચેરીઓ, રેવન્યુ કોર્ટ, સબરજીસ્ટ્રાર કચેરી, પોસ્ટ ઓફીસ, સ્કુલ, કોલેજાે કોવિડ લાઇન મુજબ શરૂ કરવામાં આવેલ છે. તેમજ મોટા ભાગના વકીલોએ વેક્સીનના ડબલડોઝ પણ લઇ લીધેલ હોઇ કોવિડની ગાઇડ લાઇન મુજબ નામદાર કોર્ટમાં ફીઝીકલ કામ શોશીયલ ડિસ્ટન્સના પાલન સાથે શરૂ કરવા રજુઆત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com