મહાત્મા મંદિર કોરોનાકાળમાં ધોળો હાથી પુરવાર થયું, કમાણી નહીંવત છતાં ખર્ચ ૧૧ કરોડ

Spread the love

 


ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ અને અન્ય એક્ઝિબિશન બંધ હોવાથી મહાત્મા મંદિર, કન્વેન્શન હોલ અને તેને સંલગ્ન પ્રોજેક્ટની આવક શૂન્ય રહેતાં તેની નિભાવણી માટે રાજ્ય સરકારને ૧૦.૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવો પડ્યો છે. આ સંકુલનું સંચાલન કરતી કંપનીને રાજ્યના ઉદ્યોગ વિભાગે આ રકમ ચૂકવવી પડી છે. જાે કે હવે ૧૦ થી ૧૨ માર્ચે ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ૧લી મે ગુજરાત સ્થાપના દિને વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે. કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં ૨૦૨૧ની વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ થઇ શકી નથી. એ ઉપરાંત મહાત્મા મંદિરના એક્ઝિબિશન સેન્ટરોમાં કોઇ બિઝનેસ કોન્ફરન્સ કે સેમિનાર થયાં નથી તેથી મહાત્મા મંદિરને કોઇ આવક થઇ શકી નથી. ઉદ્યોગ વિભાગના એક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓના પગાર અને અન્ય ખર્ચ માટે આ રૂપિયા આપવા પડ્યા છે.
ગાંધીનગર રેલવે સ્ટેશન રી-ડેવલપમેન્ટ તથા તેના પર એર સ્પેસમાં ૩૦૦ રૂમની ફાઇવસ્ટાર હોટલના નિર્માણ માટે રાજ્ય સરકાર અને કેન્દ્રના રેલવે મંત્રાલયના સંયુક્ત સાહસથી જાેઇન્ટ વેન્ચર કંપની ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (ગરૂડ) ની રચના કરવામાં આવેલી છે.કોરોના સંક્રમણની મહામારીમાં મહાત્મા મંદિર તેમજ આ સેન્ટરોની કામગીરી બંધ કરવામાં આવેલી હોવાથી કોઇ બિઝનેસ કોન્ફરન્સ કે સેમિનાર અથવા એક્ઝિબિશન થતાં નથી, પરિણામે મહાત્મા મંદિર અને સેન્ટરોની આવક શૂન્ય બની છે. માર્ચ ૨૦૨૦ થી અત્યાર સુધીમાં કોઇ આવક ન થતાં કર્મચારીઓના પગાર, ઇલેક્ટ્રિસિટી ખર્ચ, મિલકત વેરો, કેમ્પસનો મેઇન્ટેનન્સ ખર્ચ માટે કંપની પાસે રૂપિયા નહીં હોવાથી ઉદ્યોગ વિભાગને બજેટમાં જાેગવાઇ કર્યા પ્રમાણેની રકમમાંથી ૧૦.૮૦ કરોડ રૂપિયા આપવા પડ્યાં છે.
આ રકમનો ખર્ચ કંપનીએ ૧લી એપ્રિલ ૨૦૨૧થી શરૂ કર્યો છે. ઉદ્યોગ વિભાગે તાકીદ પણ કરી છે કે આ ખર્ચનો ઉપયોગ બીજી કોઇપણ જગ્યાએ કરી શકાશે નહીં અને વર્ષના અંતે કોઇ બચત રહે તો સરકારમાં પરત કરવી પડશે.બે વર્ષની આવક ૧૫.૫૧ કરોડ થઇ હતી.મહાત્મા મંદિરમાં છેલ્લા બે વર્ષમાં ૪૨ સરકારી કાર્યક્રમો અને ૩૩ પ્રાઇવેટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે વર્ષમાં કુલ ૭૫ કાર્યક્રમો થયાં હતા. આ કાર્યક્રમોના ભાડામાંથીસરકારને ૧૫.૫૧ કરોડની આવક થઇ હતી. જાે કે ઓથોરિટીને હજી સરકારી કાર્યક્રમો પૈકી બેકરોડ અને પ્રાઇવેટ કાર્યક્રમો પૈકી ૧.૬૩ કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. ૨૦૧૯માં મહાત્મા મંદિર અને એક્ઝિબિશન સેન્ટરોમાં કુલ ૬૦ કાર્યક્રમ થયા હતા પરંતુ કોરોનાનાકારણે ૨૦૨૦ના પ્રારંભમાં માત્ર ૧૫ કાર્યક્રમો થયાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com