ગાંધીનગર માં ઘણાં એવા વિસ્તારો છે જેમાં મહાનગર પાલિકા દ્વારા સુવિધા ઊભી કરી દેવાઈ છે પણ કોઈ જાતની સગવડ ના હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ સગવડ વિનાની સુવિધા જીષ્ર્ઠંિ-૧૩ ના છાપરાં વિસ્તાર માં જાેવા મળી રહી છે. ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તાર માં ૪ થી ૫ વર્ષ પહેલાં ધોબીઘાટ બનાવવામાં આવ્યો હતો પરંતુ ધોબીઘાટ માં પાણી અને નળ ની સુવિધા ના હોવાના કારણે આ વિસ્તારનાં લોકો એ પાણીનું ટેન્કર મંગાવી ને પોતાનું ગુજરાન ચલાવવું પડી રહ્યું છે . આખો દિવસ મજૂરી કામ કરતાં લોકો ને માંડ બે પૈસા મળે છે તેમાં મહાનગર પાલિકાના આવડત વિનાનાં અધિકારીઓ નાં કારણે બનેલો આ ધોબી ઘાટ શોભાના ગાંઠીયા સમાન જાેવાં મળી રહ્યો છે.