આદમી હું, આદમી સે પ્યાર કરતાં હું, ત્યારે તસ્વીરમાં દાદા થેળી ઉંચકવાની આ રીત ઓલ્ડ ઇઝ ગોલ્ડ પણ શકાય નહીં, ઘરડાઓ જે ચીજવસ્તુઓ મૂકી ગયા છે, તે ખરેખર અદ્ભૂત છે. તસ્વીરમાં દાદા મંદીરે ઓટલે બેસવાની ઉંમરે દરેક જગ્યાએ ફરી ફરીને પેટનો ખાડો ભરવા આંટાફેરા મારી રહ્યા છે. ત્યારે પાપી પેટકા સવાલ હૈ, જાે દે ઉસકા ભી ભલા, ઔર ન દે ઉસકા ભી ભલા,GJ-18 ના દરેક સેક્ટરમાં આ દાદા અસ્સલ રાજકપૂરની સ્ટાઇલથી લાકડી ઉપર લોટ, ભાથુ, નાંખીને જતા હોય છે. બાકી મોંઘવારીએ અનેક લોકોની કેડ તોડી નાંખી છે, ત્યારે આ ઉંમરે નોકરી પણ રાખે કોણ? ત્યારે હજુ માનવતા મરી પરવારી નથી, એટલે ગુજરાતમાં કોઇ માનવી ભૂખે સૂતો નથી, ત્યારે ઇશ્વર એક યા બીજા પ્રકારે તેને ભાથુ પહોંચાડી દે છે. રામે દીઠો રે મીઠો રોટલો કોઇને ખવરાવીને ખાય, બાકી આ મોંઘવારીમાં હવે સીનીયર સીટીઝનોને પણ ભોજન માટે ફાંફા મારવા પડે છે, ત્યારે શું થાય? પેટનો ખાડો તો પૂરવો જ પડે, જીવન આપ્યું છે, તો જીવવું તો પડશે જ, કપડાને થીગડું મરાય પણ પેટને થીંગડું થોડું મરાય છે.