‘તમારા માતા – પિતાનું ઘડપણ લાચાર નહીં, સંતોષકારક બનાઓ’

Spread the love

ઘણી વખત પુત્ર કે પુત્રવધૂના મોંઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે, આ ઉંમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે. વડીલો માટે ખુબ સંભળાતું આ વાક્ય છે. ભણાવીને વિચારશીલ બનાવેલ દિકરો એવું વિચારે છે કે, હવે પિતાની પાચન શક્તિ મંદ પડી ગઈ છે અને એમણે દરેક વસ્તુ ન ખાવી જાેઈએ, દિકરા ની દલીલ એવી હોય છે કે એમને પહેલાંની જેમ પ્રવૃત્તિઓ ના હોવાના કારણે એ પચાવી ના શકે. મારે એ બધાં જ દિકરા-વહુ ને કહેવું છે કે, આ વાત એમને જ નકકી કરવા દો ને. વર્ષો એમણે એમનાં શરીર સાથે કાઢ્યાં છે, એમને એમનાં શરીરની તાસીર બરાબર ખબર છે, તમે કેવી રીતે નક્કી કરી શકો કે એમને હવે માફક આવશે (સદશે) કે નહીં ? તકલીફ પડશે તો આપોઆપ બંધ કરશે. તમે શું કામ ટોકો છો એમને ? ભલે તમે એવું બતાવતાં હોવ કે તમને એમની તબિયતની ચિન્તા છે, પણ એમને એ વાતનું ખુબ દુઃખ છે. બીજી વાત, ખાવાના શોખીન તો એ પહેલાં પણ હતા, પણ તે વખતે તે વહુ કે દિકરા પર આશ્રિત ન હતા. એ પોતે એટલાં સક્ષમ હતાં કે એમની નાની-નાની ઈચ્છાઓ પૂરી કરી લેતાં હતાં. એમની પત્ની એટલે કે તમારી મા એમની પસંદગીથી બરાબર પરિચિત હતી, એટલે સમયાંતરે એમને એમનું ભાવતું બનાવી આપતી હતી, પણ હવે એ પત્ની પણ કરી શકે એમ નથી અથવા તો આ દુનિયામાં નથી, એટલે એ પુત્રવધૂથી અપેક્ષા રાખે છે. એમને શુ ખાવું છે એની ઈચ્છા વ્યક્ત કરે છે, બનશે કે નહીં એની ખાતરી એમને નથી હોતી. બબડતાં -બબડતાં ને સાસુના આગ્રહથી પણ વહુ થોડા દિવસમાં એ વાનગી બનાવી આપે છે. અને પછી બધાંને, ખાસ તો એમના દિકરા (પોતાના વર) ને કહે, પપ્પા ની ડિમાન્ડ પૂરી કરવામાં હું તો નવરી જ નથી પડતી. એ જ વહુ પોતાને ભાવતી અથવા બાળકો કે પતિ ને ભાવતી વાનગીઓ ઉત્સાહથી માંગણી (Dimand) થાય તે પહેલાં હાજર કરી દે છે. જે એમનાં સાસુ વર્ષોથી એમનાં વર ને એમના દિકરા માટે કરતાં હતાં. એવું તો પિતાએ આપનુ શું બગાડ્યું હોય છે કે આટલી સમજ સાથેની લાગણી તમે દર્શાવી ના શકો !!
વડીલોની હાજરી ઘરનાં સભ્યોને બીજી ઘણી બાબતે નડતી હોય છે. તેમાંનું એક એમનું ખુબ વહેલું ઉઠવું પણ છે. અવારનવાર ઘણાં ઘરોમાં દિકરા-વહુના મોંઢે આવું સાંભળ્યુ છે ઃ રજાના દિવસે પણ અમને તો શાંતી નથી, પપ્પા સવારે ૫ વાગ્યાના ઉઠીને ખટર-પટર કર્યા કરે છે, ને બધાંની ઊંઘ બગાડે છે. આવું કહેતો દિકરો એ ભૂલી જાય છે કે એનાં માતા-પિતા તો વર્ષોથી વહેલાં ઊઠે છે, ને ઉંમર થતાં આમ પણ ઊંઘ ઓછી થઈ જાય છે. જે સગવડ તમને આજે છે તે તેમના સમયમાં ન હતી. એટલે એ પ્રમાણે એમને દિવસનું આયોજન (planning) કર્યું હોય છે. ભલા માણસ, તને ભણાવવા કે ઘર ચલાવવા માટે નોકરી પર જવા તારા પિતા તો વર્ષોથી વહેલાં ઉઠતાં હતા, ત્યારે તને વાંધો ન હતો ? આજે તમારા આરામમાં ખલેલ ના પડે માટે પિતાનું વહેલું ઉઠવું તમને નડે છે ? કમાલ છે યાર, લાગણીઓને વિસરાવવાની.
શું નિવૃત્તિ પછી પિતાએ પોતાની ઈચ્છાઓ અને જુની ટેવોને પણ નિવૃત્ત કરી દેવી જાેઈએ ? ક્યારે ઉઠવું, ક્યાં જવું, શું ખાવું, તે બધું જ દિકરા-વહુ ની ઇચ્છા(desire)પ્રમાણે કરવાનું ?
નિવૃત્ત પિતા પ્રત્યે તમારો અણગમો (Dislike) કે માન ન રાખનાર દરેક દિકરાએ ધ્યાનમાં રાખવું જાેઇએ કે, પિતાએ એમના જીવનનાં ૬૦-૭૦ વર્ષ કાઢ્યાં છે, ને તમારા કરતાં ઘણાં વધારે અનુભવી છે. તમે એમની જાેડે વાત કરવાનું ટાળો, એમને ટાળો(avoid) કે, અવગણો (ignore) કે આડકતરી રીતે કંઇ પણ કહેવાનો પ્રયત્ન કરો, એમને ખ્યાલ તો આવી જ જાય છે. તમારા હાવ-ભાવ, વાણી-વર્તનથી તમે એમનાં માટે શું વિચારો છો અને કેટલું માન આપો છો, બધું જ સમજી જાય છે. અને રીતસર એ તમને સહન કરે છે તમે દુનિયા ને એવું બતાવો છો કે અમને એમની ચિંતા છે પણ જ્યારે તમે એમની દરેક વસ્તુ પર બ્રેક લગાવી દો છો ત્યારે તે રીતસર ગૂંગળાય છે અને ઘડપણ માં ગૂંગળામણ નહિ પણ પાસે રહી ને એક પ્રેમ ભર્યા સ્પર્શ ની અને પ્રેમ ભર્યા વ્યવહાર ની ખૂબ જ જરૂર હોય છે. આ લખાણ સાથે દરેક પુત્રને ૨ હાથ જાેડી ને?? વિનંતી કરૂં છું…કે પ્લીઝ પ્લીઝ પ્લીઝ તેમની નિવૃત્તિ માં પણ એમની ગમતી પ્રવૃત્તિ કરવા દો તો જ એમની જીંદગી તો આપણી પાછળ બગડી જ છે પરંતુ એમનું મૃત્યુ ચોક્કસ સુધરી જશે .
માનવમિત્રઃ પંકજ આહિર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com