સરકાર દ્વારા કરેલી બદલીઓને ન ગાંઠતા ડે. કલેક્ટરો, ૫૦% ઉક્ત સ્થળે હાજર નહીં રહી ને વટથી અગાઉની જગ્યાએ અડીંગો જમાવ્યો

Spread the love


ગુજરાતમાં સરકાર તથા કાયદા મંત્રી આવ્યા બાદ ઘણા જ સુધારા કામોમાં થયા છે. કલેકટર કચેરીથી લઈને મહેસુલ તંત્રમાં સુધારો લાવવામાં અને પ્રજાના કામો ને પ્રથમ વાંચા મળે તે ઉદેશથી અનેક જગ્યાએ પોતે રૂબરૂ તપાસ કરીને રેડ પાડી રહ્યા છે. ત્યારે રાજુ બન ગયા જેન્ટલમેન એવા રાજેન્દ્ર ત્રિવેદી થી તંત્ર પણ ફફડી રહ્યું છે. ત્યારે ઘણાં ભ્રષ્ટાચારી તથા પ્રજાના કામો ન થતા હોવાની અનેક ફરિયાદોના પગલે સરકારશ્રીની સીધી સૂચનાથી ડે.કલેકટરની બદલીઓનો દોર આવ્યો હતો. અને મોટી સંખ્યામાં કરવામાં આવી હતી. ત્યારે જેટલી બદલીના હુકમો કરવામાં આવ્યા છે, તેમાં ૫૦ ટકા જેટલા ડે.કલેકટરની જ્યાં પોસ્ટિંગ બદલીની થઇ છે. ત્યાં હાજર ન હતા પ્રજા પણ ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે સરકાર શ્રી ના બદલીના આદેશ નું પાલન ન કરતા અને પોતાની બદલી ગમતી જગ્યાએ કરવા અત્યારે ધમપછાડા અનેક લોકો મારી રહ્યા છે. ત્યારે મહેસૂલ મંત્રીની ચેમ્બર આગળ- પાછળ બદલી બીજા સ્થળે કરાવવા અને જે ઘણા જ અગાઉના સ્થળે મલાઈ ખાઈને તાજામાજા થયા છે ,તે જગ્યા છોડવા તૈયાર નથી, ત્યારે બદલીના આજે એક મહિનો જેટલો સમય થવા આવશે પણ હજુ ઉકત સ્થળે ઘણા જ ડે. કલેક્ટરો હાજર થયા નથી.ડે.કલેક્ટરો ઉકત જગ્યા અને બદલીના સ્થળે હાજર ન થતાં ,જિલ્લા ,તાલુકા, મહાનગરપાલિકા ,પાલિકામાં પણ અનેક કામો અટકી ગયા છે. ત્યારે બદલી પણ હોઈ તો નોકરી કરવી હોય તો હાજર પણ ઉક્ત સ્થળે થવું પડે, પણ સરકાર શ્રી ના ઓર્ડર એવા હુકમની એસીતેસી સમજનારા મોટાભાગના ડે. કલેક્ટરો બદલી સ્થળે હાજર ના થતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ખાઈ -પીધેલા અને તગડા બનેલા ઘણા જ અધિકારી જે ઉક્ત સ્થળે હતા, ત્યાં ચીટકુ બની ને ચોટી ગયા છે ,અને બીજા અન્ય સ્થળે હાજર થતા નથી, બદલીનું અન્ય જગ્યાએ સેટિંગ ડોટ કોમ કરવા અનેક છેડાના તાર ગોતી ગોતીને સર્કિટ મારી રહ્યા છે ,પણ રાજુભાઈ ને ત્યાં કોઈ છેડાં ન અડતા હવે મુખ્યમંત્રીથી લઈને કમલમ (કોબા) દોડાદોડી વધારી દીધી છે.અડીખમ ગુજરાત એવા મહેસુલ મંત્રી તમામને બદલી સ્થળે હાજર થવા ફરમાન કરવા છતાં હાજર થતા નથી, ત્યારે ભૂદેવ હવે ત્રીજું નેત્ર ખોલો તે જરૂરી છે. આખરે પ્રજાના કામો માં વિસંગતતા અને સમય બગડી રહ્યો છે. ત્યારે નોકરી કરવી હોય તો બદલી સ્થળે હાજર થવું જ પડે, ત્યારે પોતાના માનીતા એવા ધારાસભ્યો થી લઈને અનેક ભાજપના નેતાઓને ત્યાં બદલી ની જગ્યા ની જગ્યાનું સ્થળ બદલવા મથી રહ્યા છે, ત્યારે જાે સરકારી હુકમ બદલીનો હોય અને હાજર ન થતા હોય તો હવે કડક પગલાં ભરવા અને કડકાઈ કરવાની પણ માંગ ઉઠવા પામી છે. તેમાં સૌથી વધારે મહિલા ડે. કલેક્ટરો ઉકત સ્થળે હાજર ન થતાં અને પોતાની જગ્યાએ ચીમકી રહેતા આખરે બદલીના સ્થળે હાજર નથી થવાનું કારણ જાણવા મળ્યું કે ઉક્ત સ્થળે હાજર થઇ ગયા બાદ કશું જ ન થાય ,એટલે મંત્રી એવા રાજેન્દ્ર ત્રિવેદી ના કાર્યાલય ઉપર અનેક ઓળખાણો ની ખાણો લઈને આવે છે, પણ રાજુભાઈ માનતા નથી ,ત્યારે હવે બદલીના ઉકત સ્થળે કેટલા અધિકારીઓ હાજર થયા નથી, તે રાજુભાઈ તપાસ કરાવો ,આ મોટો વિષય છે ,કારણકે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અત્યારે જે બદલીઓ કરવામાં આવી છે, તેમાં ખાઈકીબાજાે અગાઉની જગ્યામાં હતા, તે જગ્યા છોડવા તૈયાર નથી ,જેથી જે લોકો ઉકત જગ્યાએ હાજર થવા નથી માગતા અને હજુ સુધી હાજર થયા નથી ,તેમની સામે કડક કાર્યવાહી કરવાનો કડક આદેશ કરો તેવી પ્રજામાં પણ માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com