GJ-18 મનપા દ્વારા યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ૪૧ ઉમેદવારોને એકસરખો ખર્ચ અને રકમ પણ ૧,૩૩,૩૮૦ ચૂંટણીપંચમાં રજૂ કર્યા બાદ કોઇ ચકાસણી કર્યા વગર ચૂંટણીપંચ મહોર ર્ાની મારી દીધી, પણ એકRTI એકટીવીસ્ટના કારણે સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે. ત્યારે ચા, પાણી, ડીજે સહિત મંડપનો પણ એક સરખો હિસાબ ચૂંટણી પંચમાં રજૂ કરી સામૂહિક ચોરી કરી હતી.
વિપક્ષ નેતા અંકિત બારોટે નિષ્પક્ષ તપાસ માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ૪૧ ઉમેદવારોએ ચા, પાણી, ડીજે સહિત મંડપનો પણ એક સરખો હિસાબ ચૂંટણી પંચમાં રજૂ કરી સામૂહિક ચોરી કર્યાના અહેવાલ તાજેતરમાં દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં જ ચૂંટણી પંચ સફાળું જાગીને આ સમગ્ર પ્રકરણની તપાસ જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યને સોપવામાં આવી છે. ત્યારે વિપક્ષ કોંગી નેતા અંકિત બારોટે નિષ્પક્ષ તપાસની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં ભાજપે અનેક મેળાવડા યોજી દિગ્ગજ નેતાઓની રેલી યોજી હતી. ત્યારે જઈને ભાજપે આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૪૧ સીટો હાંસલ કરીને કેસરીયો લહેરાવી એક હથ્થુ શાસન મેળવી લીધું હતું. જાેકે, રાઈટ ટુ ઇન્ફોર્મેશન અન્વયે ભાજપના વિજેતા થયેલા ૪૧ ઉમેદવારોએ મનપા ચૂંટણીનો ખર્ચ એક સરખો એટલે કે બધા ઉમેદવારોએ એફિડેવિટમાં એક સરખો ૧ લાખ ૩૩ હજાર ૩૮૦ નો ખર્ચ જાહેર કર્યાના અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં જ રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે.
આ અહેવાલો પ્રસિદ્ધ થયા પછી વોર્ડ નંબર-૩નાં કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અંકિત બારોટે વિરોધ નોંધાવી ચૂંટણી પંચમાં નિષ્પક્ષ તપાસ કરવા માટે ઘા પણ કરવામાં આવી હતી. આ મુદ્દે હાઇકોર્ટ સુધી લડી લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઉપરાંત હાલમાં મનપામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના વિજેતા ઉમેદવારોને ગેરલાયક ઠેરવવા માંગણી પણ કરાઈ હતી.
બીજી તરફ આ સમગ્ર મામલો બહાર આવતા એક સમયે ચૂંટણી પંચે પણ હાથ ખંખેરી લીધા હતા, પરંતુ કોંગ્રેસનાં આક્રમક વલણને જાેતા ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૧ ઉમેદવારોએ એફિડેવિટમાં રજૂ કરેલા એક સરખા ખર્ચ બાબતે જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યને તપાસ સોપવામાં આવી છે.
આ સંદર્ભે વિપક્ષ નેતા અંકિત બારોટે જણાવ્યું હતું કે, ઉમેદવારોના એક સરખા ચૂંટણી ખર્ચની તપાસ જિલ્લા કલેકટરને સોંપવામાં આવી છે. જેથી કલેકટરે પણ કોઈપણ જાતના દબાણને વશ થયા વિના નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે. તથા જે ચામુંડા ટી સ્ટોલનું બીલ ઉઘારવામાં આવ્યું છે. તે સે-૨ ખાતે આ કિટલી આવેલી છે, અને પોતે જણાવે છે, કે અમોએ કોઇ બીલ આપ્યા નથી, અને અમે બીલ રાખતા નથી, ત્યારે ભાજપના ભાજપના ભેજાબાજે જે ભેજુ ગજબનું વાપર્યું છે, તેમાં વિપક્ષને ઘી-કેળા થઇ ગયા છે. વિપક્ષના હાથમાં મોટો તાજ આવી ગયો હોય તેમ ૪૧ ઉમેદવારોનું ભાવી હાલ જાેવા જઇએ તો જાેખમમાં હોવાનું લોકો જણાવી રહ્યા છે.
ચૂંટણીખર્ચમાં એકસરખી ઓફીડેવીટ, એક સરખા ખર્ચા, બિલો-વાઉચરો ખોટા રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે ચૂંટણીપંચે હિસાબો જ્યારે આપ્યા ત્યારે તે અધિકારીએ કોઇ જ તપાસ કર્યા વગર મહોર મારીને પોટલું ઉચું મૂકી દીધું, પણ બાબલાનો ગફલો બહાર આવી ગયો છે. ત્યારે ૪૪ ઉમેદવારોના ખર્ચનું પત્રક, હિસાબો, બિલો, વાઉચરો આ બદું એકજ મોગેમ્બો બનાવતા હોવાનું પૃષ્ટી થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વાઉચરો, બિલોના બાદશાહ એવા મોગેમ્બોએ ભારે કરી, ૪૧ ભાજપના ઉમેદવારોને હલવાળી દીધા જેવો ઘાટ સર્જાયો છે. રાજ્ય ચૂંટણી આયોગે ભાજપના ઉમેદવારો દ્વારા ખોટા હિસાબ રજૂ કરવા અંગેની વિપક્ષના નેતાની માંગણીને મહોર મારી હોયતેમ ચૂંટણી ખર્ચ શહેર ચૂંટણી અધિકારી, કલેક્ટરને આદેશ આપ્યો હોવાની વિગતો પ્રાપ્ત થયેલ છે.