ગુજરાતમાં દર મહિને એકાદ બે કંપનીના ઉઠમણા થાય છે, ત્યારે આટ આટલું અખબારોમાં આવ્યા પછી પણ રોકાણકારો સુધરતા નથી ,હમણાં જ એક કંપની ભાવનગરની જેણે કરોડોમાં લોકો ને નવડાવ્યા હતા ,ત્યારે અમદાવાદ, બાપુનગર જેવા શ્રમજીવી અને મધ્યમ વર્ગના તમામ લોકોના પૈસા ચાઉ કરીને સંચાલકો હાલ ફરાર થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાંથી અનેક લોકોના નાણાં ગયા હોઈ જેથી ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા, શહેરમાં બ્રાન્ચો ધરાવતી આ કંપનીના ઉઠમણાંથી કરોડો રૂપિયા પ્રજાના ગયા હોવાની વિગતો સાંપડી છે. ત્યારે ગુજરાત અને અન્ય જિલ્લાઓમાંથી જે રોકાણકારો હતા તે તમામે એકસાથે અધિક મુખ્ય સચિવ એવા ગૃહવિભાગને લેખિતમાં ફરિયાદ કરી છે. પ્રાપ્ત સુત્રો ના જણાવ્યા મુજબ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પણ તારીખ ૨૮/ ૪ /૨૦૨૧ ના રોજ ફરિયાદ નોંધાવાઈ છે. ત્યારે પોલીસ દ્વારાIPC ૪૦૬ ,૪૨૦ અને ગુ. પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ સેક્સન – ૩ અન્વયે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી ટોપલા ભરીને એકના ડબલ અને ૭૬૦ દિવસમાં ડબલ ની સ્કીમો માં અનેક લોકો સ્કાય લાર્ક માં ફસાઈ ગયા છે. ત્યારે ખ્તદ્ઘ -૧૮ ખાતે અને ગુજરાતમાંથી આવેલા રોકાણકારોએ ફરિયાદ કરી છે. ત્યારે મુખ્ય ઓફિસ એફ.આઇ.આર માં જણાવ્યા મુજબ ફરિયાદી સીતારામ સિંહ રાજપુત (અમદાવાદ) દ્વારા કરવામાં આવેલ ત્યારે રાજકુમાર, રામ મનોહર લાલ ફરિયાદ રહેઠાણ તપન એસ્ટેટ મકરપુરા – વડોદરાનો શખ્સ મારી પાસે આવેલ અને પોતે સ્કાય લાર્ક માં મેનેજર છે. તથા આની ઓફિસ મુખ્ય ગંગા કોમ્પ્લેક્સ, ગ્વાલિયર, મધ્ય પ્રદેશ ખાતે આવેલ છે. કંપની નિયમો મુજબ નોંધાયેલ છે. આ કંપની જૈન યાદવ બંધુઓ થી પ્રમોટ કરવામાં આવી છે.અને ભારતભરમાં આ કંપની ચાલે છે. ત્યારે ગુજરાતમાં પોરબંદર ,વડોદરા, રાજકોટ, સુરત, અમરેલી ,જામનગર ,ઈડર ,હિંમતનગર, નડિયાદ ,માંડવી ,અમદાવાદ ખાતે પણ બ્રાન્ચો આવેલી છે.અને કંપનીની જાહેરાતો, બ્રોસર તથા કંપની દર મહિને હપ્તા સીસ્ટમથી નાણાં મેળવીને પાકતી મુદતે નાણા જમીન ખરીદવા, મકાન લેવા આપે છે.૬૩ મહિનામાં ડબલ કરી પરત આપશે અને વિશ્વાસમાં લઈને ૨૦૧૩ થી સાલથી ૫૦૦ના રોકાણ દર મહિને કરીને રોકેલ તથા ૧૫ સભ્યો સગા -સંબંધીઓના બનાવેલા અને આ સંદર્ભે કમિશન, બોન્ડ ,સર્ટીફીકેટ આપતા હતા. દર મહિને નવા ગ્રાહકોના કાગળિયા પૈસા જમા કરાવ્યે થી કરી આપતા હતા. તેઓ ફરિયાદ એફ. આઇ. આરમાં પણ વિગતો સાંપડી છે. તેમ ફક્ત બાપુનગર જેવા વિસ્તારમાંથી ૧૯૬૩ ૦ ૦ ૦ જેટલી માતબર રકમ સ્કાય લાર્ક કંપની અળવી ગઈ છે.ત્યારે ભારતમાં તમામ બ્રાન્ચો બાદ ગુજરાતમાંથી અનેક જગ્યાએથી આ કૌભાંડ થયું હોઈ અને અનેક રોકાણકારો પાયમાલ થયા હોવાની વિગતો સાંપડી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગને ફરિયાદ કરી તેમાં દિલીપકુમાર જૈન ,(રાજસ્થાન), દુર્ગાપ્રસાદ યાદવ, રામા શંકર યાદવ, જય હિન્દ કુમાર પ્રજાપતિ, આનંદ કુમાર ગુપ્તા, સંતોષ પાંડે ,ગોપાલ પ્રસાદ ગુપ્તા, સંજય જૈન ,મહેન્દ્રકુમાર વિશ્વકર્મા ,લક્ષ્મી જૈન ,કુબેર શર્મા, વિકાસ વેદ પ્રકાશ, બ્રિજેશ ગુપ્તા, કૌશલેન્દ્ર સિંહ (ડાયરેક્ટર) રાજકુમાર. કટીયાર ,વડોદરા તથા ૧ થી ૧૪ સ્કાય લાર્ક લેન્ડ ડેવલોપર્સ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડિયા લિમિટેડના ડાયરેક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ગુજરાતના અનેક રોકાણકારોએ મુખ્ય સચિવને મળીને આવેદનપત્ર આપ્યું હતું. આ કંપનીને સેબી દ્વારા કામકાજ નહીં કરવા માટે પબ્લિક ફંડ ન લેવાનો હુકમ ફરમાવેલ છે. ત્યારે મોટી સંખ્યામાં ગુજરાતના રોકાણકારોને હથેળીમાં ચાંદ બતાવીને સ્કાય લાર્ક કંપની એ કૌભાંડ આચરીને અનેક લોકોને નવડાવ્યા છે.