GJ-18 ના કોર્ટ કચેરી, સે-૧૨, મહાનગરપાલીકા અને જ્યાં કેમેરા ન લગાડેલા હોય ત્યાં હમણાં ટુ વ્હીલર વાહનોના મીરર ગ્લાસ ચોરી કરતી ગેંગ સક્રીય થઇ હોવાનું પણ સામે આવતા હજુ સુધી નાની રકમના મીટર હોવાથી ફરીયાદ થઇ નથી, પણ ઉહાપોહ થવા પામ્યો છે.
વાહન ચાલકે પોતાની એક્ટીવામાંથી ૧ મહિનામાં ૩ વખત મીટર ગ્લાસ ચોરી થવાની કેફીયત આપીને ફોટો પણ મોકલ્યો હતો.
GJ-18 ખાતે શિયાળાની ઋતુઓ આવે એટલે તસ્કરોને ઘી કેળા, પણ હવે મોબાઇલમાં લોકો રાત સુધી મથતા હોય છે, એટલે ચોરી કરવી પણ કાઠી પડી ગઇ છે. રાત્રે હમણાં ચોરીના બનાવો ન્યુ GJ-18ખાતે વધ્યા છે. પણ જુનાGJ-18એવા ૧ થી ૩૦ સેક્ટરમાં ચોરીનાં બનાવો ઘટ્યા છે. પણ હમણાં શહેરમાં ટુ વ્હીલર વાહનોના મીરર ગ્લાસ ચોરી કરવાની સંખ્યામાં તોતીંગ વધારો જાેવા મળ્યો છે. ત્યારે એક જ વ્યક્તિના ૧ મહિનાના ગાળામાં ૩ મીરર ગ્લાસ ચોરી એક્ટીવામાં લગાવેલ જે ચોરો લઇ ગયા છે, ૫૦ થી ૧૨૦ સુધીમાં આવતા મીરર ગ્લાસ ચોરાઇ ગયા હોય એટલે નાની રકમની ફરીયાદ કરવાનું લોકો ટાળી રહ્યા છે. પણ તપાસ કરતાં અનેક લોકોના મીટર ગ્લાસ ચોરાયા હોવાની પણ વિગતો સાંપડી છે.
GJ-18 સે-૧૨ ખાતે રહેતા એક ઇસમનો ૩ વખત મીરર ગ્લાસ એક્ટીવામાં જે લગાવેલ હતો, તે વાહનના મીરર ગ્લાસ ટોળકી સક્રીય થઇ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા જાે તપાસ કરવામાં આવે તો મીરર ગ્લાસની ચોરીના અનેક બનાવો સામે આવે તેમ છે. અને સૌથી વધારે ટુ વ્હીલર વાહનોના મીટર ગ્લાસ ચોરાઇ ગયા હોવાની કેફીયત સામે આવી છે. નાની રકમની ચોરીની ફરીયાદ વાહન-ચાલકો ન કરે એટલે નાની ચોરીઓ ના રવાડે ગેંગ સક્રીય થઇને ચોરીની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હોવાનું પણ સુત્રો જણાવે છે.