ગુજરાતમાં ભાજપનું ૨૭ વર્ષથી એક હથ્થું શાસન છે ,પણ હા ,વિકાસ ના કામો ગરીબથી લઈને છેવાડાના માનવી સુધીની ચિંતા કરતી ભાજપ, હવે જે નવા સમાવિષ્ટ વિસ્તારો છે ,તેમાં જે ગામડાઓ છે, તે ગામડાઓના ઘરોમાં એસી.ગાડી, મોંઘાદાટ મોબાઈલ, એક વીઘા જમીનનો ભાવ ૫ કરોડથી વધારે હોય તોય ગરીબી ? ત્યારે આ ભેદ રેખા હવે શાષકોએ સમજવાની છે. ગામડામાં રહે એ ગરીબ, શહેરમાં રહે એ અમીર, ૧ થી ૩૦ સેક્ટર સિવાય જે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ જે ગામો છે, તેમાં ચ – ૦ લઈને ઇન્દિરા બ્રિજ સુધી અને બીજા મોરજ સુધી જેટલા પણ ગામો ગણવામાં આવી તે સુખી સંપન્ન કહેવાય છે. ત્યારે ગરીબ કલ્યાણ મેળો જે ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે ,તે સારી વાત છે, પણ જેને જરૂરિયાત હોય તેમને ચીજ-વસ્તુ મળવી જ જાેઈએ ,પણ શહેરમાં વસતા તમામ અમીર અને ગ્રામ્ય માં રહેતા હોય તેને ગરીબ ગણતા તંત્રને પૂછો કે શહેરમાં રહેનાર વ્યક્તિ કેટલા ટેક્સ અને ભાડા ભરે છે, સગવડો શું? અને ગરીબ કલ્યાણ મેળા થી લઈને બીપીએલ કાર્ડ શહેરીજનો પાસે ભાગ્યે જ જાેવા મળશે ,ત્યારે કોબા ખાતે આજરોજ ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.
આ મેળામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી ,મેયર શ્રી હિતેશ મકવાણા, ડે.મેયર પ્રેમલ સિંહ ગોલ ,ભાજપ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, કમિશનરશ્રી ધવલ પટેલ (મનપા) DDO.TDO ઉપસ્થિત રહીને દરેક લાભાર્થીને જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.
ગરીબ કલ્યાણ મેળામાં આપેલી સાઇકલો આજે પણ શહેરમાં ઓછી દેખાય છે, ગ્રામ્યમાં તો ગાયબ જ થઈ ગઈ છે.હમણાં થોડા મહિનાઓ અગાઉ સાયકલ કૌભાંડ પણ આવ્યું હતું. અને હજુ પણ મોટી સંખ્યામાં મોંઘીદાટ સાયકલો સિવિલ ખાતે આવેલા ધાબા ઉપર કાટ ખાઇ રહી છે.ભાજપ દ્વારા યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં જરૂરિયાતમંદો, ગરીબોને ચીજવસ્તુઓ મળે ,રોજગારી મળે તે ઉદેશથી વિવિધ ચીજવસ્તુઓ આપવામાં આવે છે.ત્યારે સુખી સંપન્ન લોકો સરકારનું કશું છોડવા તૈયાર નથી, ત્યારે મોટી, મોંઘીદાટ ગાડીઓ ,મોબાઈલ ,સોનાની ચેન, લકી પહેરીને ગરીબ લાભાર્થીઓ કઈ રીતે તંત્ર ગણે છે તે સમજાતું નથી. શહેરમાં કોઈને મેળાનો લાભ મળતો નથી ,આ ભેદરેખા ચકાસવાની જરૂર છે.