સરકારી આવાસ દબાવી રાખનાર કર્મચારીના ઇક્રીમેન્ટ, ડી.એ.અટકાવવામાં આવશે

Spread the love

છેલ્લા કેટલાક વર્ષોથી અનધિકૃત કબજાે જમાવી સરકારી આવાસ દબાવી રાખનારાઓ કેમ કરીને મકાન ખાલી કરતા ન હોઈ, આ ગેર કબજેદારીના કિસ્સાઓ પર રોકથામ માટે પાટનગર વિભાગના તંત્રે સરકાર સમક્ષ વધુ આકરા પગલાં લેવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી, તેને મંજૂરી આપી દેવાઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા વર્ષોમાં સરકારી આવાસ નો અનધિકૃત કબજાે જમાવી રાખવામાં આવ્યો હોય તેવા ૨૫૦ જેટલા કિસ્સા પકડવામાં આવ્યા હતા. જેમાં એવું ઉજાગર થવા પામ્યું છે કે સરકારી આવાસ દબાવી રાખનારાઓ માં મુખ્યત્વે વગદાર લોકો જ હોય છે. અને આ લોકો સામેથી જ ઇવીકશન કોર્ટમાં કેસ દાખલ કરવાનું જણાવતા હોય છે. તેનું કારણ એવું છે કે જ્યાં સુધી ઇવીક્શન કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે તો ન્યાયીક પ્રક્રિયા થઇ જવાના કારણે કેસનો નિકાલ થવામાં ઘણો સમય પસાર થઈ જાય છે.જેથી તેટલા સમય સુધી આવાસ ખાલી કરાવી શકાતો નથી. જેથી ખરેખર જરૂરિયાતવાળા અધિકારીઓ / કર્મચારીઓનું લિસ્ટ વધુતુજ રહે છે.ઇવીક્શન કોર્ટમાં હાલ ૧૩૮ જેટલા કેસ પેન્ડિંગ છે. અથવા ચાલી રહ્યા છે. આવા કેસ ચાલતા દરમિયાન થતી દલીલોમાં આવતા મુદ્દાઓને લક્ષમાં રાખીને કોર્ટ દ્વારા પણ સરકારી રાહે પગલાં ભરવામાં આવે તેવું સમર્થન કરવામાં આવે છે.
હવે વધુ આકરા પગલાં ભરવા માટે પાટનગર યોજના વિભાગ દ્વારા અનાધિકૃત કબજાે ધરાવનાર અધિકારી/ કર્મચારીઓના ઇન્ક્રિમેન્ટ અને ડી. એ. જેવા લાભ અટકાવવામાં આવે તે મતલબની દરખાસ્ત કરવામાં આવી હતી. જેની સરકાર દ્વારા મંજૂરી મળતાં તેનો હવે ત્વરિત પણે અમલ કરવામા આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇવીક્શન કોર્ટમાં કેસ કરતાં પહેલાં જ આ પગલાં ભરવામાં આવશે. આમ ગેર કબજેદારીના કિસ્સાઓ પર રોકથામ કરવા માટે કરેલ દરખાસ્ત ને મંજૂરી મળતા ઘટતી કાર્યવાહી તેજ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com