વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ મહેસૂલ મંત્રી અને પશુપાલન મંત્રીને પૂછેલા પ્રશ્નો

Spread the love

 

ધારાસભ્ય શૈલેષ પરમાર

ધારાસભ્ય સુખરામ રાઠવા અને સી. જે.ચાવડા

કોંગ્રેસના ધારાસભ્યોએ મહેસૂલ મંત્રીને જમીન ભાડે અથવા વેચાણથી આપવા અંગે પૂછેલા પ્રશ્નો

…….

કોંગ્રેસના ધારાસભ્યોએ મહેસૂલ મંત્રીને જમીન ભાડે અથવા વેચાણથી આપવા અંગે પૂછેલા પ્રશ્નોમાં રાજ્યમાં બે વર્ષમાં ૧૦૩ કરોડ ૮૦ લાખ ૭૩ હજાર ૧૮૩ ચોરસ મીટર સરકારી પડતર, ખરાબાની અને ગૌચરની જમીન ભાડે અથવા વેચાણથી આપવામાં આવી છે. સૌથી વધારે જમીન કચ્છ જીલ્લામાં ૯૫ કરોડ ૬૫ લાખ ૩૧ હજાર ૨૧૬ ચો.મી. જમીન ભાડે અથવા વેચાણથી આપવામાં આવી છે. રાજ્યમાં ગરીબોને આપવા ૫૦-૧૦૦ ચો.મી.ના પ્લોટ આપવા જમીન નથી પણ ઉદ્યોગોને દૈનિક ૧૪ લાખ ૨૨ હજાર ૦૧૮ ચો.મી. જમીનની લ્હાણી કરવામાં આવે છે.

રી-સર્વેમાં પ્રમોલગેશન થયા પછી ખેડૂતોની જમીનોની માપણીમાં જણાઈ આવેલ ક્ષતિઓની સુધારણા માટે મળેલ અરજીઓ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી રાજ્યમાં જમીન માપણી રી-સર્વે)માં લગભગ મોટાભાગના ખેડૂતોની જમીનના ક્ષેત્રફળમાં ફેરફાર હતા. ત્યારબાદ ક્ષતિઓ દૂર કર્યા વગર પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ખેતીની જમીનોનું રી-સર્વે (પુનઃ માપણી) કરાવેલ તે સંબંધમાં પ્રમોલેશન થયા પછી થયા પછી પણ ખેડૂતોની જમીનોની માપણીમાં ક્ષતિઓ સુધારવા માટે ૧,૬૭,૬૬૪ અરજીઓ મળી છે તે પૈકી ૭૬,૭૭૮ અરજીઓનો નિકાલ કરવાનો પણ બાકી છે. બનાસકાંઠા જીલ્લામાં ૩૩,૯૨૯ સૌથી વધારે અરજીઓ મળી છે તે પૈકી ૧૯,૪૨૭ અરજીઓ નિકાલ કરવાનો પણ બાકી છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ પશુપાલન મંત્રીને પશુ દવાખાના અને પશુ સારવાર કેન્દ્રોના મહેકમ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી રાજ્યમાં પશુ દવાખાનાઓમાં પશુ ચિકિત્સા અધિકારી (વર્ગ-ર)ની ભરાયેલ ૩૬૭ અને ખાલી ૨૯૦, ડ્રેસર(વર્ગ-૪)ની ભરાયેલ ૭૮ અને ખાલી ૧૫૭ અને પટાવાળા/ડ્રેસર ક્રમ એટૅડન્ટ / એર્ટેડન્ટ (વર્ગ-૪)ની ભરાયેલ ૧૦૪ અને ખાલી ૨૯૪ જગ્યાઓ છે. ‘ રાજ્યમાં પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રમાં પશુધન નિરીક્ષક (વર્ગ-૩)ની ભરાયેલ ૨૫૫ અને ખાલી ૨૭૪ અને પટ્ટાવાઇલ (વર્ગ-૪)ની ભરાયેલ ૭૯ અને ખાલી જગ્યાઓ ૪૦૫ છે. આમ ભરાયેલ જગ્યાઓ કરતાં ખાલી જગ્યાઓ વધુ છે. ત્યારે રાજ્યમાં નાગરીકોના ડોકટરો તો નથી પણ મુંગા પશુઓના ડોકટરો અને અન્ય સ્ટાફ પણ ઉપલબ્ધ નથી.

• રાજ્યમાં પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ની કુલ ૩૧૫ જગ્યાઓ ખાલી હતી તે ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરવાનું આયોજન હતું તે પૈકી એકપણ જગ્યા ભરવામાં આવી નથી. રાજ્ય સરકારના ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરની અવધી વર્ષ-૨૦૨૩માં પૂર્ણ થાય છે.

. રાજ્યમાં મામલતદાર સંવર્ગની ૭૩ જગ્યાઓ ખાલી છે તે પૈકી ૧૨ જગ્યાઓ એક વર્ષ કરતાં વધુ સમયથી ખાલી છે અને ૯ જગ્યાઓ બે વર્ષ કરતાં વધુ સમયથી ખાલી છે.

• રાજ્યમાં પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ની ૪૫૫ જગ્યાઓ પૈકી ૩૧૫ જગ્યાઓ ખાલી છે.

મહેસૂલ વિભાગમાં ૩૨૭ જગ્યાઓ મંજૂર થયેલ છે તે પૈકી ૧૦૮ જગ્યાઓ ખાલી છે એટલે કે ત્રીજા ભાગની જગ્યાઓ ખાલી છે, ભરાયેલ જગ્યાઓ પૈકી ૬ જગ્યાઓ કરાર આધારીત ભરાયેલ છે, ૩૩ જગ્યાઓ આઉટસોર્સીંગથી ભરાયેલ છે અને ૯૪ ફીકસ પગારથી ભરાયેલ છે.

કાયદા વિભાગમાં સામાન્ય સંવર્ગની ૫૧ જગ્યાઓ ભરાયેલ છે અને ૮૫ જગ્યાઓ ખાલી છે. કાયદાકીય બાજુની ૩૨ જગ્યાઓ ભરાયેલ છે અને ૩૪ જગ્યાઓ ખાલી છે અને ન્યાયતંત્ર સંવર્ગની ૮ જગ્યાઓ ભરાયેલ છે અને એક ખાલી છે. કાયદા જેવા મહત્વના વિભાગમાં પણ ભરાયેલ કરતાં ખાલી જગ્યાઓ વધુ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com