નાણામંત્રીએ ૨.૪૩ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

Spread the love


ગુજરાત બજેટ ૨૦૨૨ આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ ૨ લાખ ૪૩ હજાર ૯૬૫ કરોડ બજેટ રજૂ કર્યું છે. બપોરે નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારું બજેટ રહેશે. બજેટ પૂર્ણ થયા પહેલાં જાે કોઈ મીડિયા માહિતી આપશે તો ઔચિત્યભંગનો ગુનો ગણાશે. પહેલીવાર નાણાં વિભાગે આ પ્રકારનો આદેશ કર્યો છે. આ બજેટમાં બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજાે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર દેશમાં કોરોનામાં ૧૭૭ કરોડથી વધુ રસી નિઃશુલ્ક આપી છે. પડકારો અમને હંફાવી ન શક્યા અમે પરિશ્રમથી પ્રગતિની કેડી કંડારી છે અમે અમૃતકાળની વાત પકડી છે.માથાદીઠ આવક ૨૦ વર્ષમાં ૧૯,૮૨૩ થી વધીને ૨,૧૪,૮૦૯ થઈ છે. ગૌ સંવર્ધન માટે ખાનગી સંસ્થા કામ કરી રહી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી. જેના માટે ૫૦૦ કરોડની ફાળવણીની જાહેરાત કરી છે.સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવાની જાહેરાત. જેના માટે ૧૦ હજાર કરોડની ફાળવણી.
ખેડૂતોને રવિ અને ઉનાળુ પાક માટે વ્યાજ સહાય આપવા નવી યોજનાની જાહેરાત કૂપોષણના નિવારણ માટે સગર્ભા અને ધાત્રી માતાઓને ૧૦૦૦ દિવસ સુધી વિનામૂલ્યે દર મહિને એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક કિલો ખાદ્ય તેલ આપશે. જેના માટે રૂ.૪૦૦૦ કરોડની ફાળવણી કરી છે.પટેલ સરકારના અંતિમ બજેટને નાણામંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ વખત ૧ વાગે રજૂ કર્યું છે. વિધાનસભા ગૃહની બેઠક વ્યવસ્થામાં નાણામંત્રી કનુભાઈ બીજી હરોળમાંથી બજેટ રજૂ કર્યું છે. જ્યારે પ્રથમ હરોળમાં મુખ્યમંત્રી સાથે રાજેન્દ્ર ત્રિવેદી, જિતુ વઘાણી અને ઋષિકેશ પટેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com