ડિસેમ્બર-૨૦૨૧ સુધી કુલ ૭૬ લાખથી વધુ માનવદિન રોજગારી અપાઇ ઃ અર્જુનસિંહ ચૌહાણ

Spread the love

 


રાજ્યના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં કુલ ૭૬,૪૬,૮૩૦ લાભાર્થીઓને માનવદિન રોજગારી આપીને આર્થિક પગભર બનાવાયા છે તેમ આજે વિધાનસભાગૃહમાં ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે મનરેગા યોજના હેઠળ ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું.ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પૂરક પ્રશ્નોનો જવાબ આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મનરેગા યોજના હેઠળ લાભાર્થીઓને શરૂઆતમાં માત્ર રૂ. ૧૪નું વેતન આપવામાં આવતું હતું તે જે હવે વધારીને રૂ. ૨૨૯નું પ્રતિદિન વેતન આપવામાં આવે છે. ફંડ ટ્રાન્સફર ઓર્ડર દ્વારા રકમ સીધી જ લાભાર્થીના ખાતામાં જમા કરીને સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવી છે. મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે નવી પદ્ધતિ મુજબ કેન્દ્ર દ્વારા મનરેગા હેઠળ ગ્રાન્ટની ફાળવણી થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com