અમદાવાદ
આજ રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં જનમાર્ગ લી.ની નવું માળખું બનાવવાનું કામ તાકીદમાં લાવવામાં આવેલ તે કામ જોતાં જુના માળખામાં ડાયરેકટર તરીકે મેયર , ચેરમેનશ્રી-સ્ટે. કમિટી વિરોધપક્ષના નેતા તેમજ ડે.મ્યુ.કમિશ્નર બી.આર.ટી.એસ.નો સમાવેશ થયેલ હતો જ્યારે નવા સૂચિત માળખામાં માત્ર મેયર , ચેરમેનશ્રી-સ્ટે. કમિટી ડે.મેયર ,તેમજ ડે.મ્યુ.કમિશ્નર બી.આર.ટી.એસ.નો સમાવેશ કરી નવું માળખું બનાવવાનું કામ છે જેથી માત્ર ને માત્ર ભા.જ.પ.ના સત્તાધીશો દ્વારા જનમાર્ગ લી. માં એકહથ્થુ શાસન ચલાવીને તેઓના ભટ્ટાચારને ખુલ્લો પાડી ના શકાય તેવી બદદાનત સાથે વિપક્ષનો અવાજ રૂંધવાના હેતુ સાથે વિરોધપક્ષના નેતાની બાદબાકી કરેલ છે જે કમનસીબ બાબત છે.આવું કરવાની જરૂર કેમ પડી તે બાબતનો ફાઇલમાં કયાંય ઉલ્લેખ નથી જેથી સ્પષ્ટ થાય છે કે ભાજપના સત્તાધીશોના ઇશારે વહીવટી તંત્ર દ્વારા કામ મુકવામાં આવેલ છે.
આજ જનમાર્ગ લી.ને કેન્દ્રની ૨૦૦૫માં યુ.પી.એ. સરકાર દ્વારા જે.એન.એન.યુ.આર.એમહેઠળ નાણાકીય સહાય કરેલ જેને કારણે બી.આર.ટી.એસ. પ્રોજેકટ અમલી બની શક્યો તે સમયે મ્યુનિ.કોર્પોમાં ભાજપનું શાસન હતું પરંતુ કોંગ્રેસ પક્ષ લોકશાહી પ્રણાલીકા મુજબ હરહમેંશ વર્તતુ આવ્યું છેતે મુજબ કોંગ્રેસ પક્ષ કેન્દ્રના તેના સને ૨૦૦૫ના શાસનકાળ દરમ્યાન પક્ષાપક્ષીથી પર રહી અમદાવાદ મ્યુ.કોર્પો માં તેનો અમલ પણ કરતું આવેલ અને મ્યુનિ.કોર્પોમાં ભાજપનું શાસન હોવા છતાં જંગી નાણાંકીય સહાય કરેલ પણ સત્તાધારી ભાજપ પોતાની મનમાની કરી શકે ગેરવહીવટ અને ભષ્ટ્રાચાર દ્વારા પોતાના મળતીયા અને કોન્ટ્રાકટરોને ફાયદો કરાવી શકે અને મન મુકીને ભટ્ટાચાર કરવાનો તેમને ખુલ્લો ઇજારો મળી જાય તેવી પરિસ્થિતીનું સર્જન ભા.જ.પ. દ્વારા કરવામાં આવેલ છે. માત્ર વિપક્ષની બાદબાકી કરવા પાછળનો હેતુ શું હોઇ શકે? તે સામાન્ય માનવી પણ સમજી શકે તેવી બાબત છે. સત્તાધારી ભાજપ દ્વારા આ કૃત્ય કરવામાં આવેલ છે પરંતુ ભષ્ટ્રાચાર વિરુધ્ધની અમારી લડાઇ રોકાશે નહી વધુ ઉગ્ર બનશે અને દરેક કમિટીઓમાં થતા ભષ્ટ્રાચારને ઉજાગર કરી તેની વિરુધ્ધ અમારી લડાઇ ચાલુ રહેશે.