દેશમાં ગુટખા ખાનારા લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે. ગુટખાના શોખિન શહેરોની દિવાલો અને ખૂણા પર પોતાના મોંથી પેન્ટીંગ કરવા માટે વખણાયેલા છે. અમુક લોકો તો રસ્તા પર પણ જ્યાં ફાવે ત્યાં ફુંવારો છોડી દેતા હોય છે. શહેરોમાં કેટલીય જગ્યા પર ગુટખા, પાનના ખાઈને થુંકતા લોકોએ લાલ રંગનું પડ ચડાવી દીધું હોય છે. પણ ભારતમાં ગુટખા ખાનારા લોકો પાસેથી એવા જ કંઈક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે, જેના વિશે આપ વિચારી પણ ન શકો. તો આવો જાણીએ ગુટખા થુંકવા સાથે જાેડાયેલા રોચક તથ્યો વિશે…
ગુટખા ખાનારા લોકોએ એ ધ્યાન આપવું જાેઈએ કે, તેઓ ક્યાં પિચકારી મારી રહ્યા છે. આવું અમે એટલા માટે કહીએ છીએ કારણ કે, કેટલીય ઐતિહાસિક બિલ્ડીંગની દિવાલો પર ગુટખાના નિશાન જાેવા મળે છે. આ હરકતોથી ગુટખા ખાનારા પર ખૂબ ગુસ્સો આવે છે, આવું ન કરવું જાેઈએ. હવે આપને ચોંકાવનારી વાત બતાવીએ. ભારતમાં દર વર્ષે લોકો કેટલાય ટન ગુટખા થુકી નાખે છે.એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ભારતમાં ગુટખાના શોખિન કેટલાય લાખ ટન ગુટખા થુકી નાખે છે. ગુટખા ખાનારા પર એવા કેટલાય રિપોર્ટ્સ આવ્યા છે, જેમાં બતાવાયું છે કે, ભારતના લોકો વર્ષ દરમિયાન ૧.૫૬૪ મિલિયન ટન ગુટખા થુકી નાખે છે.આ વાત પરથી આ અંદાજાે લગાવો કે, ભારતમાં દર વર્ષે કેટલી ગુટખા વેચાતી હશે. લોકો વર્ષભરમાં એટલી ગુટખા થુકી નાખે છે કે, તેના કેટલાય સ્વિમીંગ પૂલ ભરાઈ જાય. ઓલિંપિયન પૂલમાં ૨.૫ મિલિયન લીટર પાણી આવે છે. ત્યારે જાે જાેવા જઈએ તો, લોકો કેટલાય સ્વિમીંગ પૂલ ભરીને નાખે એટલું એક વર્ષમાં થુકી નાખતા હોય છે.
હવે આપને જણાવીએ કે, ભારતમાં સૌથી વધારે ગુટખા ક્યાં વેચાય છે, ઈંડિયન ઈન પિક્સલના એક ગ્રાફિક્સમાં જણાવ્યા અનુસાર, દર વર્ષે ઉત્તર પ્રદેશના લોકો ગુટખા થુકીને ૪૬.૩૭ પૂલ ભરી શકે છે. ત્યાર બાદ બિહારનો નંબર આવે છે. જ્યાંના લોકો એક વર્ષમાં ૨.૫ મિલિયનવાળા ૩૧.૩૩ પૂલ ભરી નાખે એટલું થુકી નાખે છે.
ઓડિશાની વાત કરીએ તો, અહીંના લોકો ૨૮.૩૭, બંગાળના લોકો ૨૧.૯૪, ગુજરાતના લોકો ૨૦.૯૮ અને દિલ્હીના લોકો ૧.૮ પૂલ દર વર્ષે થુકીને ભરી શકે છે. આ ખૂબ જ ચોંકાવનારો આંકડો છે.