GJ-18 માં ૧૦મી માર્ચથી શરૂ થનાર ડિફેન્સ એક્સપો મોકૂફ રખાયો

Spread the love

GJ-18 માં ૧૦થી ૧૪ માર્ચ સુધી શરૂ થનાર ડિફેન્સ એક્સ્પો રક્ષા મંત્રાલાય દ્વારા એકા એક રદ્દ કરવાનો ર્નિણય લીધો છે .હાલ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો યોજાવા જઇ રહ્યું હતું. આ ડિફેન્સ એક્સ્પોને લઇ ગાંધીનગરના રામકથા મેદાનમાં તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.જાે કે હાલ રક્ષામંત્રાલાય તરફખી એવા અહેવાલો મળી રહ્યાં છે કે, ગાંધીનગર ખાતે યોજાનાર ડિફેન્સ એક્સપો તાત્કાલિક મુલતવી રખાયો છે.
ગુજરાતના આંગણે ૧૦ થી ૧૪ માર્ચ દરમિયાન ડિફેન્સ એક્સપો યોજાનાર ડિફેન્સ એક્સપો હાલ મુલત્વી રાખવામાં આવ્યો છે. મિનીસ્ટ્રી ઓફ ડિફેન્સના સ્પોક પર્સન ભરતભૂષણ બાબુ દ્વારા હાલ ડિફેન્સ એક્સપો મોકૂફ કરાયાની જાહેરાત કરાઈ છે.તેમણે ટ્‌વીટ કરીને કહ્યુ કે, ગુજરાતના ગાંધીનગરમાં ૧૦ થી ૧૪ માર્ચ દરમિયાન આયોજિત ડિફેન્સ એક્સપોને હાલ લોજિસ્ટિક સમસ્યાઓને કારણે મોકૂફ કરાયો છે. ટૂંક સમયમાં જ નવી તારીખ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વખતે લખનૌ ડિફેન્સ એક્સ્પો માટે યજમાન હતું જ્યારે આ વખતે ગુજરાત યજમાન બન્યું છે. આ એક્સ્પોને લઇને મુખ્યમંત્રી સમિક્ષા બેઠક યોજી ચૂક્યા છે. ડિફેન્સ એકસ્પોને પગલે સૈન્યના વડા મુકુન્દ નરવણે પણ ગાંધીનગરની મુલાકાતે આવી ચૂક્યા છે. ૨૦૨૨ ના વર્ષમાં ગુજરાતમાં અનેક મોટા કાર્યક્રમો રદ થયા છે. ગત મહિને કોરોનાની ત્રીજી લહેરને કારણે વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ તથા અમદાવાદનો ફ્લાવર શો રદ કરાયો હતો. ત્યારે હવે ડિફેન્સ એક્સપોનું ભવ્ય આયોજન થવાનુ હતું. પરંતુ તે પહેલા જ યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com