ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપના શાસનમાં રાજયની જનતાની હાલત કફોડી બની ગઈ છે. આ ભાજપ સરકાર માત્રને માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે, ગુજરાતની ભોળી જનતાને લૂંટવા સિવાય બીજું કોઈ જ કામ આ ભાજપ સરકારે કર્યુ નથી.તેમ ધારાસભ્ય પરેશ ધાનાણીએ જણાવ્યું છે.
ગુજરાતનાં શ્રમિકોને માત્ર રૂા. ૧૦માં ભોજન આપવાનાં હેતુથી ચાલું કરવામાં આવેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના કોરોનાનાં કારણે બંધ હતી તે ફરી ચાલું કરવાની રાજયમાં નવી સરકાર આવ્યાબાદ શ્રમ મંત્રીએ જાહેરાત કરી હતી પરંતુ ત્રીજી લહેર ખતમ થઈ ગઈ છતાં આ યોજના ફરી ચાલું ન થતાં હજારો શ્રમિકો રાહ જાેઈ રહૃાાં છે.
શ્રમ અને રોજગાર વિભાગ હેઠળનાં બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઘ્વારા આ યોજના જુલાઈ ર૦૧૭માં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ ચાલું કરી હતી. રાજકોટ, અમદાવાદ સહિત ૧ર જેટલા શહેરોનાં કેટલાંક નકકી કરાયેલા સ્થળો પર ખાસ કરીને બાંધકામ ક્ષેત્ર સાથે જાેડાયેલા શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી તેનો હજારો શ્રમિકો લાભ લેતા હતા.
કોરોના મહામારી બાદ આ યોજના બંધ કરવામાં આવી હતી તે બે વર્ષ કરતા વધુ સમય થવા છતાં ચાલું થઈ શકી નથી. અનેક સ્થળો પર ભોજન આપવા માટેની કેબીન પણ ભંગારમાં ફેરવાઈ ગઈ છે. રાજયમાં નવી સરકાર આવ્યા બાદ નવેમ્બર શ્રમ અને રોજગારને અન્નપૂર્ણા યોજનાનાં કેન્દ્રો ફરી ચાલું કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી રાજયનાં એકપણ શહેરમાં આ યોજના શરૂ થઈ નથી. આગામી સમયમાં જાે યોજના શરૂ કરવામાં નહી આવે તો શ્રમિકો સાથે ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી અમરેલીનાં ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરી છે.