ટીવી-ફ્રીજની માફક ભોજનની સામગ્રી પર પણ છપાશે સ્ટાર રેટિંગ,

Spread the love

બજારવાદના આ સમયમાં અનેક મોટી કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ વેચવા માટે સમયે સમયે આકર્ષક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ લઈને આવે છે. એટલું જ નહીં, પોતાની રચનાત્મકતા અને માર્કેટિંગ સ્ટ્રેટેજીની મદદથી આ કંપનીઓ પોતાની પ્રોડક્ટનો પ્રચાર-પ્રસાર કરતી રહે છે.આપણે સૌ એસી, ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન સહિતની વસ્તુઓ ખરીદતી વખતે તેમના પર છપાયેલા સ્ટાર રેટિંગ જરૂરથી ચેક કરીએ છીએ. સ્ટાર રેટિંગ દ્વારા આપણને વસ્તુની ગુણવત્તા અંગે ખબર પડે છે. અત્યાર સુધી ફક્ત ઈલેક્ટ્રિક ઉપકરણોની ઉપર જ સ્ટાર રેટિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે પેકેટમાં બંધ ભોજન સામગ્રી પર પણ સ્ટાર રેટિંગ જોવા મળશે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઈન્ડિયા (FSSAI) પેકેટ બંધ ભોજન પર હેલ્થ સ્ટાર રેટિંગ આપશે અને આ માટે લેબલિંગની તૈયારી ચાલી રહી છે.જે રીતે બ્યુરો ઓફ એનર્જી ઈલેક્ટ્રોનિક ઉપકરણોને રેટિંગ આપે છે તેવી જ રીતે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઈન્ડિયા પણ પેક્ડ ફુડ પર રેટિંગ આપવાનું કામ કરશે. ભોજન સામગ્રીઓમાં ખાંડ, મીઠું અને ફેટના પ્રમાણના આધાર પર આ રેટિંગ આપવામાં આવશે.પેકેજ્ડ ફુડના સામેના ઉપરના હિસ્સામાં જ આ રેટિંગ છપાશે. ઉલ્લેખનીય છે કે, પેકેજ્ડ ફુડ નોન-કમ્યુનિકેબલ બીમારીઓનું મોટું મૂળ છે. તેના સેવનથી મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ રહે છે. તેના કારણે જ ભારતની વસ્તીનો મોટો ભાગ ફેટ અને કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાય છે.

જોકે રેટિંગવાળા પેકેજ્ડ ફુડમાં દૂધ કે ડેરી પ્રોડક્ટ્સને સામેલ નહીં કરવામાં આવે. ભારતમાં પેકેજ્ડ ફુડનું 35થી 40 અબજ ડોલરનું વિશાળ માર્કેટ છે. તેવામાં હેલ્થ સ્ટાર રેટિંગની સુવિધા આવવાથી ગ્રાહકોને ખૂબ ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com