અમદાવાદ
ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત શરૂ થયેલા આ અનોખા સામાજિક સમરસતા તથા સામાજિક સંવેદના ઊભા કરવાના વિશિષ્ટ અભિગમ સાથેના આ પ્રયાસમાં દસ બસો અને પ્રત્યેક બસમાં ૨ તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા નીચે દર્શાવેલા લોકેશન પર બાળકોને શિક્ષણ આપવામાં આવશે.આ બાળકોને ૦૯:૩૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન એકત્રિત કરવામાં આવશે. ૧૦:૦૦ થી ૧:૦૦ કલાક દરમિયાન શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે. ૦૧:૩૦ કલાકે પોકેટ એરીઆમાં લઇ જવામાં આવશે. આ બાળકોને દર મહીને વાલી મિટીંગ, દર શનિવારે સાંસ્ક્રુતિક કાર્યક્રમ, રમત-ગમત હરીફાઈ, જોવા લાયક સ્થળની મુલાકાત, સ્કીલ ડેવલોપમેન્ટની પ્રવૃતિઓ કરાવવામાં આવશે. જેમાં ભાગ લેનાર તમામ બાળકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. તેમજ પ્રથમ, દ્વિતીય તથા તૃતીય નંબરે વિજેતા બાળકને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ બાળકોને તા.૬-૩-૨૨ થી તા.૩૦-૪-૨૨ સુધી સ્કૂલ રેડીનેશ પ્રોગ્રામ અંતર્ગત રાજ્ય સરકારના માન્ય અભ્યાસક્રમ પ્રમાણે બાળકોને આનંદમય તથા પ્રવૃત્તિલક્ષી શિક્ષણ દ્વારા તૈયાર કરવામાં આવશે. ઉનાળુ વેકેશન બાદ તા.૬-૬-૨૨થી વિધિવત રીતે આ સિન્લ સ્કૂલનો શુભારંભ કરવામાં આવશે જેમાં દસ મહિનાના બ્રીજ કોર્સ પછી બાળકોને નજીકની શાળામાં મેઇનસ્ટ્રીમ કરવામાં આવશે. ત્યાં બાળકોને રાજ્ય સરકારની યોજનાઓ વિદ્યાદીપ, સ્કોલરશીપ, ગણવેશ સહાય, મફત પાઠ્યપુસ્તક, મધ્યાહન ભોજન, આધાર ડાયસ આઈડી વગેરે લાભ મળે તેનો પ્રયાસ કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા શરૂ થયેલા આ અનોખા અભિગમ અંતર્ગત મળેલ તમામ બાળકો સફળતાપૂર્વક પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ પૂરું કરે તે માટે સામાજિક શ્રેષ્ઠીઓ તથા શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા એનજીઓ વગેરેનો સહયોગ લઇ બાળકોને શિક્ષણાર્થે દત્તક લેવામાં આવશે. તેમજ તેમને જીવન ઉપયોગી વ્યવસાયલક્ષી શિક્ષણ મળે અને રાજ્ય સરકારના વ્યવસાયલક્ષી અભ્યાસમાંતક મળે અને પગભર બને તેવો પ્રયાસ કરવામાં આવશે.
આ પ્રસંગે માનનીય ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહ સાહેબ, જજ, સુપ્રીમકોર્ટ ઓફ ઇન્ડિયાના પોતાના જીવનમાં બનેલ ટ્રાફિસ સિગ્નલ પર રહેતી એક બાળકીનો પ્રસંગ વાગોળતા જણાવ્યું હતું જીવનમાં દરેક વ્યક્તિએ કેરીંગ વીથ શેરીંગ કરી આવા બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબે આ પ્રસંગે ઉદ્બોધન આપતા કહ્યું કે આપણા સમાજમાં સંજોગોવસાત બાળકો ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતાં હોય છે. આવા બાળકોને “ભિક્ષા નહીં શિક્ષા” આપવાના આ નવતર પ્રયોગ સમાજમાં સારો સંદેશો આપશે અને દરેક બાળક શિક્ષાથી વંચિત ન રહે તે માત્ર ન.પ્રા.શિ.સમિતિ,અમદાવાદની જ નહીં પરંતુ આપણી સૌની સહીયારી જવાબદારી છે. વધુમાં તેમને સિગ્નલ સ્કૂલનો વિચાર લાવવા બદલ ચીફ જસ્ટીસ સાહેબનો આભાર માન્યો હતો. અને હું પણ આવા એક બાળકને દત્તક લઇ ભણવામાં સહાય કરીશ તેમ જણાવ્યું હતું.
ગુજરાત રાજયના માન.શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાધાણી પણ આવા બાળકો પૈકી એક બાળક દત્તક લેશે અને માન.કાયદામંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ પણ એક બાળક દત્તક લેવા જાહેરાત કરી હતી.
માનનીય ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહ સાહેબ, જજ, સુપ્રીમકોર્ટ ઓફ ઇન્ડિયા, માનનીય ન્યાયમૂર્તિ સુશ્રી બેલાબેન ત્રીવેદી, જજ, સુપ્રીમકોર્ટ ઓફ ઇન્ડિયા, માનનીય ન્યાયમૂર્તિ શ્રી અરવિંદકુમાર, ચીફ જસ્ટીસ, હાઈકોર્ટ ઓફ ગુજરાત, માનનીય ન્યાયમૂર્તિ શ્રી આર.એમ.છાયા, જજ હાઈકોર્ટ ઓફ ગુજરાતનાઓએ રાજ્યના નાગરીકોને આવા બાળકોને વધુમાં વધુ સંખ્યામાં શૈક્ષણિક ઉદ્દેશાર્થે દત્તક લેવા આહવાન કર્યુ હતુ.
માન.મ્યુનિ. કમિશનર,અમદાવાદ શ્રી લોચન સહેરા, માન.ચેરમેનશ્રી, સ્કૂલ બોર્ડ ડો.સુજય મહેતા, માન.વાઇસ ચેરમેનશ્રી, સ્કૂલ બોર્ડ શ્રી વિપુલ સેવક તથા શાસનાધિકારી ડો.એલ.ડી.દેસાઇએ દૂરદર્શન ચાર રસ્તા પાસે સિગ્નલ સ્કૂલની સ્થળ મુલાકાત લઇ બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા.
ડે.મ્યુનિ. કમિશનર,સ્કૂલ બોર્ડ પ્રવિણ ચૌધરીએ IIM ખાતે સિગ્નલ સ્કૂલની સ્થળ મુલાકાત લઇ બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા . આ કાર્યક્રમની ભવ્ય સફળતા માટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના પદાધિકારીઓ, અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
ગુજરાત સરકાર પ્રેરિત, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરના જુદા જુદા સિગ્નલ પર ભીખ માંગતા બાળકોને “ભિક્ષા નહીં શિક્ષા” અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, માનનીય ન્યાયમૂર્તી એમ.આર.શાહ, જજ, સુપ્રીમકોર્ટ ઓફ ઇન્ડિયા, માનનીય ન્યાયમૂર્તિ સુશ્રી બેલા એમ. ત્રિવેદી, જજ, સુપ્રીમકોર્ટ ઓફ ઇન્ડિયા, માનનીય ન્યાયમૂર્તિ અરવિંદકુમાર, ચીફ જસ્ટીસ, હાઈકોર્ટ ઓફ ગુજરાતઅને પેટ્રોન-ઈન-ચીફ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, માનનીય ન્યાયમૂર્તિ શ્રી આર.એમ.છાયા, જજ હાઈકોર્ટ ઓફ ગુજરાતઅને કારોબારી અધ્યક્ષ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, રાજેન્દ્ર ત્રિવેદી, મ મંત્રી (કાયદો અને ન્યાય) ગુજરાત રાજ્ય, જીતુભાઈ વાઘાણી, માનનીય મંત્રી (શિક્ષણ), ગુજરાત રાજ્ય, કિરીટકુમાર જીવણલાલ પરમાર, મેયર, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન, મ્યુનીસીપલ કમિશનર લોચન સેહરા, અ.મ્યુ.કો., શગીતાબેન પટેલ, ડે.મેયર, હિતેશ બારોટ, ચેરમેન , સ્ટેન્ડીંગ કમીટી, માન.શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપૂત, ડો.સુજય મહેતા, ચેરમેન, મ્યુ. સ્કૂલ બોર્ડ, વિપુલ સેવક, વાઈસ ચેરમેન , પ્રવિણ ચૌધરી, ડે.મ્યુનિ. કમિશનર, સ્કૂલ બોર્ડ, મ્યુ. સ્કૂલ બોર્ડ, શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઈ, મ્યુ.સ્કૂલ બોર્ડના માનનીય સભ્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સિગ્નલ સ્કૂલ ના લોન્ચીંગનો કાર્યક્રમ રવિવારના રોજ ઓડિટોરિયમ ગુજરાત હાઇકોર્ટ ખાતે યોજવામાં આવ્યો.