રામે દીધો રે મીઠો રોટલો કોઈને ખવડાવીને ખાય કુદરતે જે આપ્યું છે તે વાપરીને પુણ્ય કમાય એ જ સાચો જીવડો, ત્યારે આ લાઈન જાેતાં અત્યારે તો લોકોને યુદ્ધની જ વાતો અને યુક્રેનથી વિદ્યાર્થીઓ કેટલા પાછા આવ્યા, તે ચર્ચા સાંભળવા મળી રહી છે, ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ ખાતેના સમગ્ર લેઉવા પાટીદાર સમાજના આરાધ્ય દેવીમાં અન્નપૂર્ણા ભોજનાલયનું હમણાં જ ૧૫ દિવસ પહેલા જ ગૃહ મંત્રી એવા હર્ષ સંઘવીના હસ્તે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ગૃહ મંત્રી સુકનીયાળ સાબિત થયા છે, તે જે પંદર દિવસમાં જે ભીડ ભોજનની લાગી રહી છે, તે આવનારા બે મહિનામાં પગ મૂકવાની જગ્યા નહીં હોય, ત્યારે ભૂખ્યાને ભોજન અને ફકત ૨૦ રૂપિયામાં જમાડતી આ સંસ્થાને વંદન છે. તેલ નો ભાવ, મોંઘવારી, બળતણ, જમવાની બનાવવાની મંજૂરી પણ કહેવત છે કે ખવડાવનાર ક્યારે ખૂટતું નથી, એક યા બીજા પ્રકારે કુદરત આપતી જે હોય છે. ત્યારે આખા GJ-18 આવા જિલ્લામાં ફકત ૨૦ રૂપિયામાં જ જમાડતી આ સંસ્થા હાલ ફક્તને ફક્ત એક જ છે.GJ-18 ખાતે અનેક સંસ્થાઓ ચાલે છે, તે જમવાનું પણ પીરસી રહી છે, ત્યારે ઘણાઓ અત્યારે વેપલો બનાવી દીધો છે ૭૦ રૂપિયાથી લઈને વધુ રૂપિયામાં જમાડતી સંસ્થા કોઈજ સેવા કરતી નથી હોટલ પ્રાઈવેટમાં ૭૦માં ભરપેટ જમાડે છે ત્યારે અડાલજની આ અન્નપૂર્ણા ભોજનાલય અનેક લોકો માટે આશીર્વાદરૂપ બની છે, એકવાર પધારો મારે આંગણે જમીને ડકાર ના લો અને જમવાનો સંતોષ મળ્યો તેવું ન કહો તો કહેજાે, ત્યારે આ ટ્રસ્ટ ચલાવનારા અને સેવાકાર્ય પ્રવૃત્તિઓમાં મદદ કરનારા તમામને સત સત વંદન,