GJ-18 મનપા દ્વારા શહેર સીટી બસની પેસેન્જરોને સગવડતા મળી રહે તે ઉદેશથી બસ ચાલુ કરી છે. ત્યારે એસ.ટી.થી પણ યોગ્ય ભાડું લેવાની શરતે અને દર વર્ષે અમુક રકમ મનપાને ભરવી પડે તે રીતે ટેન્ડર બહાર પડયું હતું. ત્યારે આ બસને પથિકાશ્રમ સામે ની જગ્યાએ આખું પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. ત્યારે આ પ્લેટફોર્મ માં પણ કંપનીએ વેપલો શરૂ કરી દીધો છે. લારી-ગલ્લા થી લઈને અનેક ના ભાડા આ કંપની મેળવી રહી છે .ત્યારે નિયમોનુસાર જે કંપનીને મનપા દ્વારા ઓર્ડર આપવામાં આવેલ તેમાં જે શરતો હતી, તેનું પાલન કરવામાં આ કંપની ઉણી ઉતરી નથી ,ત્યારે હવે ચોંકાવનારો એક રિપોર્ટ આવ્યો છે ,તેમાં યોગી કંપની દ્વારા પેસેન્જરને દૂધની કોથળી માં જેમ એક રૂપિયો વધારીને લાખો, કરોડો નો રૂપિયો ભેગો કરી લે, તેવો ઘાટ સર્જાયો છે. યોગી ટ્રાવેલ્સ દ્વારા ઘ – ૫ થી ક-૭ જવું હોય તો ૧૦ રૂપિયા ટિકિટ થાય, ત્યારે આવતી અને જતી વખતે બંને બાજુના બિલમાં એકમાં દસ રૂપિયા અને બીજામાં બાર રૂપિયા કેમ ? જગ્યા, સ્થળની વિગત એક જ તો પછી બે રૂપિયા વધારે કેમ? ત્યારે આવી રીતે રોજબરોજ અને પેસેન્જરો બે રૂપિયા ના ખેલો કરીને વર્ષે દહાડે લાખો રૂપિયા આ કંપની કમાતી હશે, તેમાં બેમત નથી, પેસેન્જરોને લૂંટતી આ કંપની સામે એક જવાબદાર પ્રભુત્વ નાગરિકે આ ટિકિટ નો ફોટો પાડીને પોતે ન્યાય માટે ગૂહાર લગાવી છે.બે રૂપિયાનો પ્રશ્ન ? પણ એક વર્ષમાં હજારો પેસેન્જરો નહીં પણ લાખો પેસેન્જરો મુસાફરી કરતા હોય છે. ત્યારે બે રૂપિયાનો સિક્કો કેટલા લાખ બનાવી આપે, ત્યારે ય્ત્ન-૧૮ મનપા દ્વારા મેયર શ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયર દ્વારા આ તપાસ કરાવવાની જરૂર છે. પથિકાશ્રમ પાસે યોગી બસને ફક્ત જે ભાડેથી જગ્યા અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે તેની ડિપોઝિટની રકમ અને જે શરતો હતી તે પૂર્ણ કરી છે કે કેમ?