
ગુજરાતમાં ભાજપ ૨૭ વર્ષથી એક હથ્થુશાસન કરી રહી છે .ત્યારે મુખ્ય પોઇન્ટ હોય તો તે વિકાસ ને આભારી છે.હા, ભ્રષ્ટાચાર વ્યાપક વ્યાપક વધ્યો છે ,તેમાં બે મત નથી, રોજબરોજ ગુજરાતમાંથી બે થી ત્રણ બાયગડ બિલ્લા ઓ એ.સી.બી.ની ઝપટે ચઢી જાય છે. ત્યારે અગાઉ મંત્રીમંડળમાં વર્ષોથી એક જ નામ સાંભળવા મળતા હતા અને પ્રજાના કામો માં બિલકુલ ઉદાસીનતા હતી. ત્યારે હા, ત્રણ-ચાર મંત્રી ને ત્યાં પબ્લિક નો ટેમ્પો જળવાયેલું રહેતો હતો.ત્યારે સૌથી વધારે ટેમ્પો જળવાતો રહેતો હોય તેમાં પ્રથમ ક્રમાંકે પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે હાજર હોય ત્યારે તથા પ્રદિપસિંહ જાડેજા ગૃહ મંત્રી ,આ ત્રણેયને ત્યાં ભીડ રહેલી હતી, ત્યારબાદ નવું મંત્રીમંડળ રચાયા બાદ જે ભાજપના પ્રદેશ પ્રમુખે આંધળુ તીર માર્યું પણ આ તીર સફળતાપૂર્વક રહ્યું છે. જે આવન-જાવન કરતા અરજદારોની સંખ્યા જે ઘટી હતી, તેનાથી ચાર ગણી અરજદારોની સંખ્યામાં સ્વર્ણિમ સંકુલ એક અને બે માં વધારો જાેવા મળી રહ્યો છે. આનો શ્રેય ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને જાય છે.
ગુજરાતમાંથી લાખો કાર્યકરોએ સ્વર્ણિમ સંકુલના આટા વધારી દીધા છે. ત્યારે એક આશા બંધાઈ છે કે આ લોકો કામ કરશે ,ત્યારે દરેક મંત્રીઓ સોમ થી શુક્ર અચૂક હાજર હોય છે. ત્યારે અત્યારે સૌથી વધારે ભીડ જાેવામાં આવે તો હર્ષ સંઘવી, રાજેન્દ્ર ત્રિવેદી ,ઋષિકેશ પટેલ ,અર્જુન સિંહ ચૌહાણ ,પ્રદીપ પરમાર, જીતુ વાઘાણી ને ત્યાં ભીડ રહેતી હોય છે.હા, મુખ્યમંત્રી હાજર હોય તો ત્યાં સૌથી વધારે ભીડ હોય છે. પણ છ મંત્રીઓને ત્યાં ભીડ હાલ વધારે દેખાય છે. પ્રજાના કામોનો ટેમ્પો ભાજપે જમાવી દીધો છે. અગાઉ ટેમ્પો ખાલીખમ રહે તો ,બાકી નીતિન પટેલ જમાવટ કરીને રાખતા અને પ્રદિપસિંહ જાડેજા ને ત્યાં ભીડ દેખાતી હતી ,બાકી મોટાભાગના મંત્રીઓ હાજર રહેતા ન હતા, હાજર રહેવાના કારણે અનેક અરજદારોને ધરમના ધક્કા પડતા હતા, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જેમણે અત્યંત મહત્વનો ર્નિણય લઈને ને દરેક મંત્રીને અઠવાડિયામાં બે દિવસ કમલમ ખાતે કાર્યક્રરોના પ્રશ્નો સાંભળવા ,એક મહિનો મંત્રીઓ આવ્યા અને પછી શેઠની શિખામણ ઝાંપા સુધી હોય તેમ કરતા આખરે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા જે ર્નિણય લેવામાં આવ્યો તે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને આભારી છે. આખેઆખો મંત્રીમંડળના વિસ્તરણ સાથે કોઈ જૂના ચહેરા નહીં, તમામ નવા ચહેરા મુકાતા ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે પી.એ., પી.એસ. પણ નીચેથી ઉપર સુધી બધા જ નવા મુકવામાં આવતા અરજદારની સંખ્યાનો ટેમ્પો ડાઉન થઈ ગયો હતો, તે ચાર ગણો તેજીથી વધી ગયો અને અત્યારે સચિવાલય માં જે ભીડ દેખાય છે્, તે નવું મંત્રીમંડળ વિસ્તરણ બાદ સોમથી શુક્ર દરેક મંત્રીઓ હાજર રહેતા અરજદારોને હવે ધરમના ધક્કા પડતા નથી ,ત્યારે આ શ્રેય સી.આર.પાટીલ ને જાય છે. સી. આર .એટલે સરકારી ભાષામાં આ શબ્દ નો અર્થ ખાનગી રિપોર્ટ (સિક્રેટ રિપોર્ટ) ત્યારે આવા અનેક સિક્રેટ (કોન્ફીડેન્શીયલ) રિપોર્ટથી અનેક ર્નિણયો લેવામાં અને પાછી પાની નહીં ભરવામાં સી.આર. મોખરે રહ્યા છે. ત્યારે એવા મંત્રી પણ છે કે અરજદાર કામ પૂર્ણ થઇ ગયા બાદ મંત્રી ને કહે કે સાહેબ ભાડાના પૈસા આપો ને અને એવા મંત્રીઓ એ ભાડાના પૈસા પણ ખિસ્સામાંથી કાઢીને આપેલા છે. ભાજપનો ટેમ્પો એટલે અરજદારો જે સચિવાલય ખાતે કામો લઈને આવતા હતા, તે ટેમ્પો જમાવવામાં જે આઈડિયા અને કોઠાસૂઝ વાપરી તે પ્રદેશ પ્રમુખ ને આભારી છે.
અત્યારે છ થી સાત જેટલા મંત્રીઓને ત્યાં ટેમ્પો જમાયેલો રહેતો હોય છે. ત્યારે ચકાસણી કરવી હોય તો મંત્રીઓની ચેમ્બરની બહાર ભીડ તથા જે અરજદારો પાસ કઢાવે ત્યારે નામ, કયા મંત્રીને મળવું છે તે ત્યાંથી પણ જાણવા મળી જાય છે.