હાર્દિક પટેલ , ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ,ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા , મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા પેનાલીસ્ટ હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.
છેલ્લા 7 વર્ષમાં દેશમાં 8 કરોડ બેરોજગાર બન્યા છે : ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી
અમદાવાદ
રાજ્યના યુવાનોને રોજગારના નામે મોટી મોટી વાતો કરતી ભાજપાની ભ્રષ્ટ સરકારની યુવા વિરોધી નીતિ અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની સંયુક્ત પત્રકાર પરિષદ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાઈ હતી.જેમાં તેઓએ ગુજરાતના યુવાનોને 28મી માર્ચે ગાંધીનગર ખાતે યોજાનારા મહાસંમેલન જોડાવવા આહ્રાન કર્યું હતું .હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 45 લાખ બેરોજગારો છે. આ સાથે વર્ષ ગુજરાત સરકારે વર્ષ 2022-23 બજેટમાં બેરોજગાર યુવાનો માટે કોઇ પણ જાહેરાત કરવામાં નથી આવી. હાર્દિકે કહ્યું અમે રાજ્ય સરકાર સમક્ષ 3 માંગણીઓ મુકી છે. જેમાં પ્રથમ 15 લાખ યુવાનોને તાત્કાલિક નોકરી આપે બીજી પેપર લીક મામલે તાત્કાલિક કાયદો બનાવે તેમજ પેપરલીકના આરોપી સામે પગલાં લેવામાં આવે.કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના રાજ્ય સરકાર પર પ્રહાર કહ્યું કે, સરકારની કોઈ નીતિ નથી તેથી બેરોજગારી વધી રહી છે. આ સાથે આ વર્ષે બજેટમાં શિક્ષિત બેરોજગાર યુવકોની ઉપેક્ષા કરાઇ છે. યુવાનોને સરકાર પાસેથી ઘણી અપેક્ષા હતી પરંતુ અગાઉની જેમ ગુજરાતનું કોપી બજેટ રજૂ કરાયું છે. આ બજેટમાં ગુજરાતના શિક્ષિત બેરોજગાર મામલે કોઇ ઉલ્લેખન નહી. રાજ્યમાં 5 લાખ ભરતીની જગ્યા છે. સરકાર પાસે રોજગારીને લઇ કોઇ પ્લાન નથી. ભરતી પરીક્ષાના પેપર લીક થાય છે .આગામી દિવસોમાં બેરોજગારી – સરકારી નોકરીઓમાં ગેરરીતિ – ગોલમાલ – પેપરલીક મામલે યુથ કોંગ્રેસ ગાંધીનગરમાં મહાસંમેલન બોલાવશે. જેમાં રાજ્યના યુવાનો માટે ન્યાયની માંગ સાથે સરકારી ભરતી પારદર્શક રીતે થાય અને પેપર લીક ન થાય તે મામલે સરકાર યોગ્ય – સખ્ત કાયદો બનાવે. તત્કાલ વિધાનસભા સત્રમાં પેપરલીક મામલે કાયદો બનાવે તે મુખ્ય મુદ્દા હશે.
છેલ્લા 7 વર્ષમાં દેશમાં 8 કરોડ બેરોજગાર બન્યા છે : ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, દેશમાં અને ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ચરમસીમાએ રહેલો છે. છેલ્લા 7 વર્ષમાં દેશમાં 8 કરોડ બેરોજગાર બન્યા છે. 45 વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર ભાજપા સરકારની ભેટ છે. ચૂંટણીના વર્ષમાં બજેટમાં યુવાનોને રોજગાર મળશે પણ સમગ્ર બાબત ક્યાંય જોવા મળતી નથી. રાજ્યના બેરોજગાર યુવાનોને અપેક્ષા હતી કે સરકાર ભરતી કરશે. લાખો યુવાનો મીટ માંડી બેઠા છે. ગુજરાતમાં મનરેગામાં કામ કરનારા લોકોનો આંકડો ડબલ થઇ ગયો છે. ગુજરાતમાં 40 થી 50 લાખ લોકો બેરોજગારો છે. વિધાનસભામાં પણ સરકાર પેપર લીક મામલે કોઈ ચર્ચા નહિ. 28 માર્ચે ચાલો ગાંધીનગરનો કોલ સાથે હજારો યુવાનોને ગાંધીનગર લડતમાં જોડાવવા માટે અપિલ છે. 28 મી માર્ચે ચાલો ગાંધીનગરના કોલ સાથે સરકારને સવાલ પૂછીશું.
છેલ્લા અઢી દાયકા જેટલા લાંબા સમયગાળાના ભાજપના શાસન દરમ્યાન ગુજરાતની એક આખી નવી પેઢી બેકારી, બેરોજગારી, દિશાવિહીનતાની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. ‘‘કોન્ટ્રાક્ટ પ્રથા’’ અને ફિક્સ પગાર તથા સહાયક જેવા નુસ્ખા અને સરકાર દ્વારા જ શોષણખોરીનું નવું મોડેલ ચિંતાજનક છે. રાજ્યની મહામૂલી પૂંજી એવા યુવાનો પરત્વે ભાજપે બેશરમ અને ગુનાહીત ઉદાસીનતા દાખવી છે. બેફામ ઉધ્ધતાઈપૂર્ણ વલણ દાખવીને જે કંઈ પણ કોન્ટ્રાક્ટપ્રથા કે ફિક્સ પગારની ભરતી કરી તેનાં ભાગની સંસ્થાઓના ટ્રસ્ટો, મળતિયાઓ, દલાલો દ્વારા જંગી રકમનો ભ્રષ્ટાચાર કરી રહી છે અને કામ કરતા કર્મચારીઓનું મોટા પાયે આર્થિક શોષણ કરી રહી છે. આંગણવાડીની બહેનો, આશાવર્કર, એનએચએમ અને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ, ડ્રાઈવર / કંડક્ટર, સફાઈ કામદારો, પ્રવાસી શિક્ષકો, સરકારી વિભાગો, કોર્પોરેશન, નિગમોમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા વર્ગ-૩/૪ ના કર્મચારીઓ ભાજપ સરકારની શોષણની નીતિનો ભોગ બન્યા છે. તેઓની સમાન કામ-સમાન વેતન અને કાયમી રોજગારીની માંગણી ગુજરાત સરકારે અભરાઈએ ચડાવી દીધી છે. સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર, નર્સો અને મેડીકલ સ્ટાફની કાયમી ભરતી કરવામાં આવતી નથી, જેની અછતના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. ટેટ-ટાટ પાસ થયેલ 50,000 જેટલા યુવાનો – યુવતીઓને શિક્ષક તરીકે ભરતી પ્રક્રિયા હાથ ન ધરીને અન્યાય થઈ રહ્યો છે જેની ગંભીર અસર ગુજરાતના શિક્ષણ પર પડી રહી છે. ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે..ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા પેનાલીસ્ટ હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.