રેતી માટીની છૂટ માટે ગુજરાત વિધાનસભા સામે અમરેલી જિલ્લાના ત્રણ ધારાસભ્યનું ઉપવાસ આંદોલન અમરેલી જિલ્લામાં રેતી માટે બ્લોક ફાળવવા અને માટીની મંજૂરી માટે ગુજરાત વિધાનસભા સામે અમરેલી જિલ્લાના ત્રણ ધારાસભ્યોને પ્લેકાર્ડ દર્શાવી માગ કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, દામનગર વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર, પ્રતાપભાઈ દૂધાત સાવરકુંડલા-લીલીયા અંબરિશભાઈ ડેર-રાજુલા-જાફરાબાદ-ગાંધીનગર વિધાનસભા ખાતે ઉપવાસ આંદોલન પર બેઠા હતા.