રૂ. ૫૦ હજારને બદલે રૂ. ૪ લાખની સહાય આપવા અને તે માટે કેન્દ્ર સરકારને પત્ર લખવા શૈલેષ પરમારની માંગણી
ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી બુકમાં છપાયેલા પ્રશ્નો અને તેના ઉત્તરો માં વિસંગતતા આવતા કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ નું ધ્યાન દોર્યું
ગાંધીનગર
વિધાનસભા ગૃહમાં આજે પૂરક માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગમાં કુદરતી આફતો અંગે ગત બજેટમાં માત્ર રૂ. ૧૫ કરોડની જોગવાઈ કરવામાં આવેલ અને તેની સામે જે કુદરતી આફતો આવી અને તે માટે સરકારે જે વધારાનો ખર્ચ કર્યો તેના માટે પૂરક માંગણીઓ લઈને આવ્યા છે. કોરોનાનો કપરો કાળ અને કપરા કાળની અંદર લોકોને પડેલ મુશ્કેલીઓ અને જેના પરિવારમાં કોરોના થયો હોય તે પરિવારની શું દશા હોય તે આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ.પરમારે જણાવ્યું કે તેમણે છેલ્લા બે વર્ષમાં કોરોનાની પરિસ્થિતિ દરમ્યાન સરકારે મૃત્યુના સાચા આંકડા છુપાવવામાં આવ્યા છે તેના સાચા આંકડા આપ્યા નથી સરકારે દશ હજાર જેટલા મૃત્યુનો આંક આપ્યો છે.
જયારે સરકાર દ્વારા ચુકવવામાં આવેલ સહાય જોતા આ આંકડા ખૂબજ મોટી સંખ્યામાં છે. સરકારે ૧,૧૭, ૦૦૦ લોકોને સહાય ચુકવી તો આમા સત્ય શું છે તે સરકારે ચકાસી જાહેર કરવી જોઇએ અને ગુજરાતની પ્રજાની સરકારે માફી માંગવી જોઇએ તેવી મારી અને કોંગ્રેસ પક્ષની લાગણી છે. આમ સરકારે સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો છે તે વ્યાજબી નથી.
કોરોનાના સમયમાં લોકોને જે રાહત મળવી જોઈતી હતી એ રાહત સરકાર પૂરી ન પાડી શકી. કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદારોને સહાય આપવામાં પણ ભાજપ સરકારે પહેલ કરી નથી. સુપ્રિમ કોર્ટના ચુકાદાને આધારે કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદારોને સહાય આપવા ભાજપ સરકાર મજબુર બની.
શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કોરોનામાં મૃત્યુ પામનાર લોકોને રૂ. ૪ લાખની સહાય આપવાની જોગવાઈ છે. રૂ. ૪ લાખની સહાય આપવા માટે રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને ઝારખંડ સરકારોએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો અને રાજ્ય સરકારના હિસ્સા તરીકે રૂ. ૧ લાખ આપવા આ સરકારો તૈયાર હતી.પ્રધાનમંત્રીશ્રીને કરી હતી. રાજ્ય સરકાર કાયમ પૂછ્યા કરે છે કે તમારી પડોશી સરકારે શું કર્યું ? તમારી કોંગ્રેસની સરકારે શું કર્યું ? ત્યારે મારે રાજ્ય સરકારને પૂછવું છે કે રાજ્ય સરકારે કોઈ પત્ર દેશના પ્રધાનમંત્રી કે જે ગુજરાતી છે અને જ્યારે કોરોનામાં ગુજરાતીઓ મૃત્યુ પામ્યા છે ત્યારે ગુજરાતીઓની ચિંતા કરવા માટે કોઈ પત્ર લખ્યો છે ખરો ? અકસ્માતમાં મૃત્યુ પામનારને, વાવાઝોડામાં મૃત્યુ પામે તો રૂ. ૪ લાખની સહાય અપાય છે પરંતુ કોરોના મહામારીમાં મૃત્યુ પામનારને કેમ નહીં ? સુપ્રિમ કોર્ટનો આભાર માનીએ છીએ કે તેમણે ચુકાદો આપ્યો અને કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારજનોને રૂ. ૫૦ હજારની સહાય મળી.
પુજાભાઈ વંશ
ગેનીબેન ઠાકોર
ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી બુકમાં છપાયેલા પ્રશ્નો અને તેના ઉત્તરો માં વિસંગતતા આવતા આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને ગેનીબેન ઠાકોરે પ્રશ્નોતરી બાદ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કરીને વિધાનસભા અધ્યક્ષ નું ધ્યાન દોર્યું હતું.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રશ્નોત્તરી બુકમાં છપાયેલા પ્રશ્ન ક્રમાંક 174મા અમદાવાદ અને બોટાદ જિલ્લામાં નોંધાયેલા શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો અંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીએ આપેલો ઉત્તર ભૂલભરેલો છે.એટલું જ નહીં આ ઉત્તર ની ખરાઇ કરવા માટે શુદ્ધિ પત્રકમાં પણ સ્પષ્ટતા થઈ નથી અને એટલે જ પ્રશ્નમાં નોંધાયેલા બેરોજગારો કરતાં વધુ શિક્ષિત અને અર્ધશિક્ષિત લોકોને રોજગારી આપી હોવાનું રેકર્ડ પરથી પ્રસ્થાપીત થતું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તો બીજી તરફ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પુંજાભાઈ વંશ ના પ્રશ્ન અંગે સ્પષ્ટતા કરી હતી કે તે કહે તેમ માની શકાય નહીં પરંતુ આ બાબતે વિભાગ તમને ખુલાસો આપશે તેમ કહેતા પુંજાભાઈ છંછેડાયા હતા અને મહેસૂલ મંત્રીને પરખાવી દીધું હતું કે તમે એક સંસદીય મંત્રી પણ છો છતાંય તમે આવું નિવેદન કરો તે યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે, બંને વચ્ચે ચાલેલી આ દલીલ દરમિયાન અધ્યક્ષ છે ઉપસ્થિત કરેલા પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરવા સમૃદ્ધ મંત્રીને તાકીદ કરી હતી તો બીજી તરફ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પ્રશ્ન અને ઉત્તર માં ભારે વિસંગતતા હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. આ તબક્કે તેમણે કહ્યું હતું કે, પ્રશ્નોત્તરી બુકમાં છપાયેલા પ્રશ્ન મુજબ બનાસકાંઠા જિલ્લામાં બસ ડેપો ની સુવિધા અંગેનો ઉત્તર જે છપાયો છે તે સત્યથી વેગળો છે.
એટલું જ નહીં જે વિસ્તાર નો ઉલ્લેખ કર્યો છે તેમાં આજે હકીકતમાં બસ ડેપો ઉપલબ્ધ છે, જ્યારે સુઈગામ ટુરીઝમ ક્ષેત્રમાં આવે છે ત્યારે જમીન સંપાદનની કામગીરી પૂરી થઈ ગઈ છે અને ટાઇટલ ક્લિયર છે તેમ છતાંય સરકારી જે જવાબ આપ્યો છે તે તદ્દન ઉઠેલા પ્રશ્ન નથી ફોટો હોવાની ફરિયાદ કરી હતી જોકે આ મુદ્દે પણ અધ્યક્ષ છે સંલગ્ન વિભાગના મંત્રીને ખરાઇ કરવા સૂચના આપી હતી.