ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. સવારે ૮ વાગ્યાથી ગણતરી શરૂ થઈ ગઈ છે. રુઝાનોમાં ઝડપથી તસવીરો બદલાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં રુઝાનમાં સ્પષ્ટ બહુમતીની સરકાર બનતી દેખાઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં ૩૭ વર્ષ પછી પહેલીવાર સતત બહુમતની સરકાર રિપીટ થઈ રહી છે. વડાપ્રધાન મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સાંજે બીજેપી હેડક્વાર્ટર પર સાંજે વિજયોત્સવ મનાવશે અને મોદી કાર્યકર્તાઓને સંબોધન કરે તેવી પણ શક્યતા છે.
ઉત્તર પ્રદેશમાં અંદાજે ૩૭ વર્ષ પછી આવું થઈ રહ્યું છે કે જ્યારે કોઈ સરકાર પૂર્ણ બહુમતી સાથે રિપીટ થઈ છે. યુપીમાં ૨૦૧૭ અને ૨૦૨૨માં બીજેપી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. આ પહેલાં આવું વર્શ ૧૯૮૦, ૧૯૮૫માં થયું હતું કે જ્યારે કોઈ સરકાર પૂર્ણ બહુમતી સાથે રિપીટ થઈ હતી. ત્યારે કોંગ્રેસે વર્ષ ૧૯૮૦માં ૩૦૯, ૧૯૮૫માં ૨૬૯ સીટો સાથે સરકાર બનાવી હતી.
દેશના ૫ રાજયોમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ૪ રાજયોમાં ભાજપ લીડ ધરાવે છે. ઉત્તરાખંડની વાત કરીએ તો અહીં રોટી પલટનારો ફોર્મ્યુલા ચાલતો જાેવા મળી રહ્યો નથી. રાજયની ૭૦ બેઠકોના ટ્રેન્ડ આવી ગયા છે જેમાં ભાજપ હાલ ૪૫ બેઠકો પર આગળ છે. આમ આદમી પાર્ટી અને બસપાનું તો ખાતું પણ ખુલ્યું નથી.
રાજયનો ઈતિહાસ જાેઈએ તો ઉત્તરાખંડમાં દર ૫ વર્ષે નવી સરકાર આવે છે આવામાં કોંગ્રેસની સરકાર બનવાની અટકળો થઈ રહી હતી. કહેવાતું હતું કે રોટી પલટશે નહીં તો બળી જશે. પરંતુ જનતાનો મૂડ કઈક બીજાે જ જાેવા મળી રહ્યો છે અને ઉત્તરાખંડમાં ભાજપ બહુમતથી આવે તેવી ભરપૂર શક્યતાઓ છે.
ઉત્તરાખંડની ૭૦ બેઠકો છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જાેવા મળશે તેવું કહેવાતું હતું. ઉત્તરાખંડમાં ૧૪ ફેબ્રુઆરીએ એક તબક્કામાં મતદાન થયું હતું અને લગભગ ૬૫ ટકા મતદાન થયું હતું.