રાજ્ય સરકારના પ્રયત્નો અને જનભાગીદારીને પરિણામે ગ્રામીણ અર્થવ્યવસ્થાનો વિકાસ અને ગ્રામીણ મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે ઃ અર્જુનસિંહ ચૌહાણ

Spread the love


ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મનરેગા યોજના અંતર્ગત મહિલા મેટનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણે ગ્રામ વિકાસ થકી રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારી મહિલાઓને શુભેચ્છા આપતા કહ્યુ કે, રાજ્ય સરકારના પ્રયત્નો અને જનભાગીદારીને પરિણામે ગ્રામીણ અર્થવ્યવસ્થાનો વિકાસ અને ગ્રામીણ મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે ત્યારે તેમાં સહભાગી મહિલાઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવી આવશ્યક છે. જે અંતર્ગત મહિલા દિન નિમિત્તે મનરેગા યોજના અંતર્ગત કાર્ય કરતી મહિલા મેટનું સન્માન કરવામાં આવ્યુ છે. મંત્રીશ્રી ચૌહાણે ઉમેર્યુ કે, ગુજરાત સરકાર દ્વારા સમન્વિત ગ્રામીણ વિકાસના મહત્વને સમજીને, ગ્રામીણ જીવનને વધુ સારુ બનાવવા સતત પ્રયાસ કરવામાં આવતા ઉત્કૃષ્ઠ પરિણામો પણ પ્રાપ્ત થયા છે. ગુજરાત વિકાસ મોડલનો આધાર જન ભાગીદારી છે. મહિલાઓને વિકાસના તમામ ક્ષેત્રે મુખ્ય પ્રવાહમાં લાવવા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા મદદનીશ ગ્રામ વિકાસ કમિશનરશ્રી અફસાનાબેન મકવાએ કહ્યુ કે રાજ્યમાં મહિલા મેટ દ્વારા ગ્રામ વિકાસ ક્ષેત્રે રમત ગમતના મેદાનોનું નિર્માણ, ઓપન જીમ, લાઇબ્રેરીના કામો, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, સિંચાઇના કામો અને પ્રાકૃતિક ખેતીના કામો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં એસ.આઇ.આર.ડી. શ્રી અનિલ પટેલ દ્વારા મહિલા મેટની મનરેગામાં ભૂમિકા પ્રેઝન્ટેશન થકી સમજાવવામાં આવી હતી. મનરેગા અંતર્ગત કામગીરીની ફાળવણીથી લઇ માપન સુધીની તમામ કામગીરી મહિલા મેટે કરવાની હોય છે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રતિક રૂપે છ મહિલા મેટને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. આદિવાસી વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓની માહિતી ઘર ઘર સુધી પહોંચાડી આદિવાસીઓના આર્થિક ઉત્થાન માટે કાર્ય કરતા તાપી જિલ્લાના આદિવાસી સામાજિક કાર્યકર કે જેઓની પદ્મ પુરસ્કાર માટે પસંદગી થઇ છે તેવા શ્રીમતી રમિલાબેન ગામીતનું પણ રાજ્ય સરકાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં જી.એલ.પી.સી.ના મેનેજીંગ ડાયરેકટર શ્રી ભાર્ગવી દવે, ગ્રામ વિકાસ અધિક કમિશનર ડૉ.નવનાથ ગ્વહાણે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી દેવાંગી દેસાઇ, રાજ્યની મનરેગા અંતર્ગત કાર્ય કરતી મહિલા મેટ અને ગ્રામ વિકાસ વિભાગના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com