ભાજપની ફોજમાં, રહો મોજમાં, નાવો હોજમાં, જમો લોજમાં,

Spread the love


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ય્ત્ન-૧ એવા એરપોર્ટથી યોજાયેલી GJ-18 ના કમલમ(કોબા) સુધીની આ યાત્રામાં ગઇકાલ રાતથી કાર્યકરો દોડી આવ્યા હતાં. અને જે હોટલ, ઢાબા, મળ્યું તેમાં રાત રોકાઇને સવારે નાહી-ધોઇને ફ્રેશ થઇને મોજમાં રેલીમાં જાેડાયા હતા. ત્યારે GJ-01 અને GJ-18 ના ભાજપના હોદ્દેદારો, નગરસેવકો દ્વારા રોડ શો ધમાકેદાર બતાવવા ભારે જહેમત ઉઠાવી છે. ત્યારે GJ-01 થી GJ-18 (કમલમ)(કોબા) સુધીનો મોદીનો રોડ શો ભરચક, હાઉસફુલ અને તમામના ડબ્બાડુલ હોય તેમ રેલી નહીં પણ રેલો જેવી પબ્લીકની જનમેદની દેકાઇ રહી છે.
ગઇકાલે ઉત્તરપ્રદેશ સહિત ૪ રાજ્યોમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે પ્રથમ વખત ગુજરાત આવી પહોંચ્યા છે. સવારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યભરના કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયેલ. ત્યારબાદ એરપોર્ટથી કમલમ ગાંધીનગર સુધી જાજરમાન રોડ શો યોજાયેલ છે. ગુજરાતમાં વડાપ્રધાનના બે દિવસ ભરચક્ક કાર્યક્રમો છે. ૪ રાજ્યોમાં જીતથી ભાજપના કાર્યકરોની ખુશીમાં વૃધ્ધી થઇ છે.એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વગેરે તેમને સત્કારવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણી -૨૦૨૨નું બ્યૂગલ ફૂંકવા માટે આવી પહોચ્યા છે. ગુજરાત મિશન – ૨૦૨૨ અંતર્ગત તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. સવારે ૧૦ વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન તેમનું આગમન બાદ પ્રધાનમંત્રી મોદીના રોડ-શોની શરૂઆત કરી રહ્યા છે. આ રોડ શો હોટેલ તાજ સર્કલથી કમલમ સુધી યોજાશે. ત્યારબાદ ૪ વાગ્યા સુધી રાજભવન ખાતે પ્રધાનમંત્રી મોદી રોકાણ કરશે. પ્રધાનમંત્રી મોદી ૪ વાગે GMDC જવા રવાના થશે. સાંજે ૪.૩૦ થી ૫.૩૦ GMDCમાં પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે.
અને આ પંચાયત મહાસંમેલનમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. ત્યારબાદ ૫.૩૦ વાગે રાજભવન રવાના થશે. અને પ્રધાનમંત્રી મોદી રાજભવન ખાતે બેઠક યોજશે. ત્યારબાદ પ્રધાનમંત્રી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.પ્રધાનમંત્રી શ્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આવતીકાલે સવારે ૧૦ વાગ્યે રક્ષાશક્તિ યુનિવર્સીટી જવા રવાના થશે. ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. સવારે ૧૧ વાગે રક્ષાશક્તિયુનિવર્સીટી પહોંચશે અને ત્યારબાદ સવારે ૧૧.૧૫ વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે. આ સાથે પદવીદાન સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આ પછી તેઓ બપોરે ૧ વાગે રાજભવન પહોંચશે. જયાં તેઓ સાંજ ૬ વાગ્યા સુધી રોકાણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સાંજે ૬ વાગે સરદાર પટેલ સ્ટેડિયમ જવા રવાના થશે અને સાંજે ૭ કલાકે જીઁ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ ૨૦૨૨ને ખુલ્લો મુકશે. આ સાથે તેઓ હજારોની જનમેદનીને સંબોધન કરશે. ત્યારબાદ રાત્રે ૮ વાગે સ્ટેડિયમથી એરપોર્ટ રવાના થશે. રાત્રીના ૮.૩૦ વાગે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com