ચૂંટલાવાળી નખોરિયા દેવીનું કોંગ્રેસની પ્રગતિ પર એટેક
GJ-18 ખાતે કોંગ્રેસના મહિલા સેવા દળના કાર્યકરો પર પોલીસ દ્વારા દંડાવાળી તો ખરી પણ નખોરિયા માર્યા હોય તેવી ઘટના સામે આવી છે. ત્યારે કોંગ્રેસની મહિલાને મહિલા દિનની આ ભેટ મળી હોય તેવી ચર્ચા જગાવી છે.ત્યારે ઘ-૨ ચોકડી પાસેથી રેલી કાઢવામાં આવતા મામલો બીચક્યો હતો. ત્યારે પ્રગતિ આહિર દ્વારા પોલીસે કરેલા અમાનુષી અત્યાચાર સામે રણશિંગુ ફૂક્યું હોય તેમ મીડિયા સામે પોતાને તથા કાર્યકરોને જે માર મારવા ઉપરાંત જે દંડાવાળી થઈ હતી અને મહિલા પોલીસ દ્વારા જે વાળ ખેંચવામાં આવ્યા હતા, તેમાં સરકાર દ્વારા જે પ્રક્રિયા હતી તેમાં કોઈ જ મહિલાને માર મારવામાં આવ્યો નથી, ત્યારે તસવીરમાં પોલીસ મહિલા કોંગ્રેસના પ્રગતિ આહીર નો ગાલ ખેંચી રહી છે, ત્યારે આ તસવીર બાદ પ્રગતિ આહીર ના ગાલ ઉપર ઉઝરડા જેવા નખોરિયા મારેલા હતા, ત્યારે આ તસવીર પત્રકાર દ્વારા કંડારવામાં આવેલી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વ મહિલા દિવસે પોલીસ દ્વારા થયેલ લાઠીચાર્જમાં અનેક મહિલાઓ છવાઈ હતી. ત્યારે કોંગ્રેસની સેવાદળની મહિલાઓ દ્વારા ઝપાઝપીમાં એક મહિલાની સોનાની ચેઇન ઝુંટવવાથી લઈને અનેક આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે . ત્યારે કોંગ્રેસના લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે મહિલાઓ ના ગુપ્તાંગો પર પોલીસે લાતો માર્યા નો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે પક્ષ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે નખોરિયા દેવી એવી પોલીસમાં નઝમા કોણ ? તે ચર્ચાનો વિષય બન્યો છે ,ત્યારે પોલીસની નોકરી માં પુરુષોને વાળ નાના, સેવિંગ ક્લીન અને મહિલાઓએ નખ વધેલા ન હોવા જાેઈએ, આ તમામ નિયમો હોવા છતાં નિયમ કી ઐસી તૈસી માં માનનારા પોલીસ મહિલા એ જે કોંગ્રેસના આહિર ના ગાલ પર બુકડો ભરીને પકડીને જે નહોર માર્યા છે ,તે આ દુર્લભ તસવીર છે .જે પોલીસની નખોરિયા દેવી એ માર્યા છે.