ગુજરાતના બંદરો ડ્રગ્સનું એ.પી. સેન્ટર : વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર

Spread the love

 

ગુજરાતમાં પાંચ વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂ, દેશી દારૂ, બિયર અને કેફી દ્રવ્યોની કિંમત રૂ. ૬૦૧૦ કરોડ ૭ લાખ ૨ હજાર ૯૧૯ થાય છે.

ગુજરાતનો ક્રાઈમ રેટ ૧૧૦.૦૬%

મહિલાઓની સલામતીનો ક્રાઈમ રેટ ૯૪.૬% ગુજરાત પોલીસના કર્મચારીઓની ગ્રેડ-પેની માંગણી મંજૂર કરવા કોંગ્રેસ પક્ષ વતી માંગણી

સામાજીક આંદોલનો સમયે સરકાર દ્વારા કરવામાં આવેલ પોલીસ કેસો પરત ખેંચવા કોંગ્રેસ પક્ષ વતી માંગણી

 

ગાંધીનગર શહેરમાં પોલીસ કમિશ્નર કચેરી ચાલુ કરવા કોંગ્રેસ પક્ષ વતી માંગણી

ગૃહ વિભાગના ત્રણ વર્ષના બજેટ કરતાં એક વર્ષમાં પકડાયેલ ડ્રગ્સની વધુ રકમ થાય છે.

 

કિશોર વર્ગના ૧૬થી ૧૮ વર્ષના બાળકોમાં નશાખોરી-ગુનાખોરીનું પ્રમાણ અતિશય વધી રહ્યું છે.

………

ગાંધીનગર

 

આજે વિધાનસભા ગૃહમાં ગૃહ વિભાગની માંગણીઓ રજૂ થઈ હતી. ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કોરોના મહામારીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓથી માંડીને પોલીસના નાના કર્મચારીઓએ જે પ્રશંસનીય કામગીરી કરી છે, તે બદલ તમામને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, રાજ્યના પોલીસ કર્મચારીઓની ગ્રેડ-પે સુધારવાની માંગણી અન્વયે સરકાર દ્વારા કમિટીની નિમણુંક કરવામાં આવેલ અને એક મહિનામાં રિપોર્ટ આપવાની વાત થઈ હતી. ગુજરાત પોલીસના કર્મચારીશ્રીઓની ગ્રેડ-પેની માંગણી મંજૂર કરવા કોંગ્રેસ પક્ષ વતી માંગણી કરી હતી.

શૈલેષ પરમારે ભૂતકાળમાં થયેલ વિવિધ સામાજીક આંદોલનો જેવા કે પાટીદાર આંદોલન, દલિત સમાજના આંદોલન, ઓ.બી.સી. સમાજના આંદોલન કે અન્ય કોઈપણ આંદોલન હોય એ આંદોલનોને સામાજીક આંદોલનો ગણીને સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ કેસો પરત ખેંચવા પણ કોંગ્રેસ પક્ષ વતી માંગણી કરી હતી.

પરમારે જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં ગાંધીનગર શહેરમાં પોલીસ કમિશ્નરની નિમણુંક કરીને પોલીસ કમિશ્નરના તાબા હેઠળ લેવાની જાહેરાત કરવામાં આવેલ અને એના માટે બજેટમાં જોગવાઈ કરી બજેટ પણ ફાળવવામાં આવેલ અને ગેઝેટ પણ બહાર પાડવામાં આવેલ, છતાં આજદિન સુધી ગાંધીનગરને પોલીસ કમિશ્નર કચેરી મળી શકી નથી. એ કયા કારણોસર મળી શકી નથી ? પોલીસ કમિશ્નર તરીકે જે અધિકારીને મૂકવા માંગતા હોય તેને મૂકીને તાત્કાલિક ગાંધીનગર શહેરમાં પોલીસ કમિશ્નર કચેરી ચાલુ કરવા કોંગ્રેસ પક્ષ વતી માંગણી કરી હતી.

ગુજરાત એ ગાંધી અને સરદારનું ગુજરાત છે, જ્યાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૭ કરોડ ૪૨ લાખ ૮૦ કરતાં વધારે વિદેશી દારૂની બોટલો પકડાઈ છે, જેની કિંમત રૂ. પ૨૧ કરોડ ૬૭ લાખ કરતાં વધારે થાય છે. ૬૩ લાખ ૭૫ હજાર બિયરની બોટલો પકડાઈ, જેની કિંમત રૂ. ૩૯ કરોડ ૯૩ લાખ થવા જાય છે. ૬૧ લાખ ૪૨ હજાર લીટર દેશી દારૂ પકડાયો, જેની કિંમત રૂ. ૯ કરોડ ૬૦ હજાર કરતાં વધારે થાય છે. રાજ્યમાં કેફી દ્રવ્યો પકડાયા છે તેની કિંમત રૂ. ૪૩૮ કરોડ ૮૫ લાખ કરતાં વધારે થાય છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂ, દેશી દારૂ, બિયર અને કેફી દ્રવ્યોની કિંમત રૂ. ૬૦૧૦ કરોડ ૭ લાખ ૨ હજાર ૯૧૯ થાય છે. ગૃહ વિભાગના વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટની રકમ રૂ. ૮,૩૨૫ છે અને પકડાયેલ દારૂ અને અન્ય વસ્તુઓની કિંમત રૂ. ૬ હજાર કરોડ કરતાં પણ વધારે થાય છે. શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં જ રૂ. 30 હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધારે રકમનું ડ્રગ્સ પકડાયું છે અને એ ડ્રગ્સ ગુજરાતના બંદરો ઉપરથી પકડવામાં આવ્યું છે. ગુજરાતના બંદરો ડ્રગ્સની હેરાફેરીનું હબ બની ગયા છે. ગૃહ વિભાગના ત્રણ બજેટ કરતાં વધુ રકમ થાય છે. આ ડ્રગ્સ પકડાયું તે અંગે કોની ધરપકડ કરી ? તે સરકાર જણાવે.

રાજ્યના પોલીસ તંત્રની કામગીરીને બિરદાવતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, થોડા ઘણા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના કારણે રાજ્ય સરકારની પોલીસ ઉપર આંગળી ઉઠતી હોય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા ટાંકતાં શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં આઈપીસી ક્રાઈમની સંખ્યામાં ૨૦૨૦માં ૨,૩૪,૨૭૫ કેસોનો વધારો થયો છે. ૨૦૨૦ના ક્રાઈમ રેડ મુજબ ગુજરાતનો ક્રાઈમ રેટ ૯૭.૧% છે, જ્યારે ઈન્ડિયાનો ક્રાઈમરેડ ૭૫.૮% છે. એસ.એલ.એલ. ક્રાઈમ મુજબ ૨૦૧૮ કરતાં ૨૦૨૦માં ૭૨,૧૫૦ કેસ વધુ નોંધાયા છે. ગુજરાતનો ક્રાઈમ રેટ એસ.એલ.એલ. ક્રાઈમ મુજબ ૯૮.૮% થાય છે, આમ આઈપીસી અને એસ.એલ.એલ.ના ક્રાઈમ રેડ મુજબ ગણીએ તો ઈન્ડિયાનો ક્રાઈમ રેટ ૮૩.૫% છે. બિહાર જેવા રાજ્યનો ક્રાઈમ રેટ ૭૯.૨% છે, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં રાજસ્થાનનો ક્રાઈમ રેટ ૬૫.૧% છે, છત્તીસગઢનો ક્રાઈમ રેટ ૮૭.૩% છે અને ગુજરાતનો ક્રાઈમ રેટ ૯૮.૩% છે,

મર્ડરમાં ક્રાઈમ રેટ રેશિયો આંધ્રપ્રદેશમાં ૫.૮, ઝારખંડમાં ૭.૬, પંજાબમાં ૫, જ્યારે ગુજરાતમાં ૮.૧ છે. અપહરણમાં બિહારનો ક્રાઈમ રેટ ૧.૩, આંધ્રપ્રદેશનો ૦.૫, ઝારખંડ જેવા રાજ્યમાં ૦.૩ છે અને ગુજરાતમાં ૨.૦ છે. બળાત્કારમાં ઉત્તરાખંડ જેવા રાજ્યમાં ૨૭.૯% ક્રાઈમ રેટ છે, સિક્કીમમાં ૨૭.૧% છે, જ્યારે ગુજરાતનો ક્રાઈમ રેટ ૨૯% છે, જે સૌથી ગંભીર બાબત છે. આમાં દીકરી બચાવો, બેટી બચાવોની ક્યાં વાત થાય ? રાયોટીંગમાં રાજસ્થાનનો ક્રાઈમ રેટ ૦.૪ છે, આંધ્રપ્રદેશનો ૦,૭ અને ગુજરાતનો ૧.૬ છે. ચોરી-લૂંટમાં બિહારનો ક્રાઈમ રેટ ૦, પશ્ચિમ બંગાળનો ૦, ઈન્ડિયાનો ૦.૮, જ્યારે ગુજરાતનો ૦.૫ છે.

રાજ્યમાં મહિલાઓની સલામતીની વાત કરીએ છીએ પરંતુ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ છત્તીસગઢનો ક્રાઈમ રેટ ૭૬.૫%, ઝારખંડનો ક્રાઈમ રેટ ૭૮%, રાજસ્થાનનો ક્રાઈમ રેટ ૫૫% જ્યારે ગુજરાતનો ૯૪.૬% છે. આના પરથી મહિલા ઉપર થતા અત્યાચાર અંગે ભાજપ સરકાર કેટલી ચિંતા કરે છે તે સાબિત થાય છે.રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૬,૩૧૬ બળાત્કારની અને સામુહિક બળાત્કારની ૭ર ઘટનાઓ બની છે. અમદદાવાદ શહેરમાં પાંચ વર્ષમાં ૯૭૭ ઘટના બની છે. ગૃહમંત્રી જે શહેરમાંથી આવે છે તે સુરત શહેરમાં ૭૫૩ ઘટનાઓ બળાત્કારની બની છે. રાજ્યમાં વસતા સિનિયર સીટીઝન કે જેની ઉંમર ૬૫ વર્ષ કરતાં વધારે છે એવા સિનિયર સીટીઝન મહિલા ઉપર જ્યારે બળાત્કારની કોઈ ઘટના બને તેનાથી વધારે દુઃખદ અને કરુણ બાબત કોઈ હોઈ ન શકે. રાજ્યમાં આજે સિનિયર સીટીઝન મહિલાઓ ઉપર બળાત્કાર થઈ રહ્યા છે, અપહરણની છ ઘટનાઓ બની છે અને તેના કારણે સિનિયર સીટીઝન્સ આજે રાજ્યમાં સલામતી અનુભવતા નથી.

વર્ષ ૨૦૧૫-૧૬માં બળાત્કારને જેકસો થયા હતા એના પ્રમાણમાં ૨૦૧૯-૨૦માં ૨૮૩ કેસોનો વધારો થયો છે. સામુહિક બળાત્કારના કેસોમાં ૧૫ કેસોનો વધારો થયો છે. પોલીસનો ડર હોય, પોલીસની બીક હોય તો આવા બનાવો અટકી શકે પરંતુ કયા કારણોસર આવા બનાવો દિન-પ્રતિદિન વધતા જાય છે તે સમજાતું નથી.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ રાજસ્થાનનો ક્રાઈમ રેટ ૯૬.૩%, આંધ્રપ્રદેશનો ૮૪.૦૨% ,પંજાબનો ૭૭.૦૭, જ્યારે ગુજરાતનો ક્રાઈમ રેટ ૧૧૦.૦૬% છે. આવનારી ગુજરાતની પેઢી ગુજરાતનું ભાવિ નક્કી કરવાની છે ત્યારે ગુજરાતના કિશોર વર્ગમાં ૧૬થી ૧૮ વર્ષના બાળકોમાં નશાખોરીનું પ્રમાણ અતિશય વધી રહયું છે, ગુનાખોરીનું પ્રમાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં જવાબ આપવામાં આવ્યો છે કે, ઉત્તરપ્રદેશ, બિહાર અને પંજાબ કરતાં પણ વધારે ગુજરાતના કિશોરો સામે પોલીસ ફરિયાદનું પ્રમાણ સૌથી વધુ છે. રાજસ્થાનમાં બાળઅપરાધોના ૬,૫૦૦, બિહારમાં ૩,૩૦૦, ઉત્તરપ્રદેશમાં ૨,૮૦૦, જ્યરે ગુજરાતમાં ૬,૦૦૦ જેટલા કિસ્સા બનેલા છે. પકડાયેલ ગુનેગાર રાજસ્થાનમાં ૮,૩૦૦, બિહારમાં ૨,૧૦૦, ઉત્તરપ્રદેશમાં ૩,૧૦૦ જ્યારે ગુજરાતમાં ૭,૨૫૩ પકડાયેલા બાળ ગુનેગારો છે. કિશોરોના અપરાધી ગુનામાં ભારતના પ્રમાણમાં ગુજરાતમાં ૬.ર૩% ગુના નોંધાયા છે.

રાજ્યના સાયબર ક્રાઈમ વિભાગને અભિનંદન પાઠવતાં શ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં સાયબર ક્રાઈમ ખૂબ સારું કામ કરે છે એટલે ૨૦૧૮ કરતાં ૨૦૨૦માં સાયબર ક્રાઈમમાં ૫૮૧ જેટલા વધારે ગુના નોંધાયા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ, વર્ષ ૨૦૨૦માં દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં રાજ્યની તમામ કોર્ટો દ્વારા સૌથી વધુ ૨,૬૬૬ ક્રિમીનલ કેસો રદ્દ કરવામાં આવ્યો છે, જે ખૂબ ગંભીર બાબત છે. કોર્ટ જ્યારે ક્રિમીનલ કેસ રદ્દ કરે તેનો મતબલ એ થાય છે કે પોલીસ દ્વારા ખોટો કેસ થયો છે, નિર્દોષ નાગરિક સામે ખોટી સજાની વાત કરી હશે, જેલમાં પૂરવાની વાત કરી હશે, તેને ડરાવવાની વાત કરી હશે. રાજ્યના સૌથી મોટા શહેરો કે જ્યાં બળાત્કાર થાય છે તેમાં ગુજરાતનો આઠમો નંબર આવે છે. અમદાવાદમાં ૧,૩૦૦, સુરતમાં ૧,૩૦૦, કલકત્તાનો રેશિયો ૧૨૯.૫, મુંબઈનો ૩૧૮.૬ અને બેંગ્લોરનો ૪૦૧.૯ છે. પોલીસ પોલીસનું કામ કરે છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા ભરતીઓ કેમ કરવામાં આવતી નથી ? રાજ્યમાં ૭૦૦ માણસો સામે ફક્ત ૧ પોલીસકર્મી છે. પોલીસ તંત્રમાં પી.એસ.આઈ.ની ૩૭૨ જગ્યા, આઈ.પી.ઓ.ની ૨૭, એ.એસ.આઈ.ની ૯૩૮, લોકરક્ષક દળની ૧૦,૪૫૯ જગ્યાઓ ખાલી છે, પોલીસ કોન્સ્ટેબલની ૬,૨૩૮ જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં પોલીસ તંત્રમાં કુલ ૧૮,૧૦૯ જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ સત્વરે ભરવા શૈલેષ પરમારે માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com