ગુજરાત ઇન્કમટેક્સ સી.સી.આઈ.ટી.,રવિન્દ્ર કુમાર
અમદાવાદ
ગુજરાતના ઇન્કમટેક્સ સી.સી.આઈ.ટી.,રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે સક્ષમ નેતૃત્વ હેઠળ, આઝાદી કા અમૃત મહોત્સવ”, અમદાવાદની શેઠ સીએન કોલેજ ઓફ ફાઈન આર્ટસના સહયોગથી 14-15 માર્ચના રોજ વોલ પેઈન્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આવકવેરા અને આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર ૭૫ માં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે વોલ પેઈન્ટીંગ સ્પર્ધામાં આયકર ભવન, આશ્રમ રોડની ઐતિહાસિક ઈમારતની કમ્પાઉન્ડ વોલને રંગવામાં આવી હતી.દીવાલો ઉપર કરવેરા સંબંધિત ચિત્રો દોરી લોકોમાં કરવેરા પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ થઇ રહ્યો છે .તેમજ સ્વાંત્રિય સેનાનીઓ અને ઇતિહાસકારો ઉપર પેઇન્ટિંગ કરવામાં આવી હતી અને ગાંધીજીના ચિત્રો દોરી તેમના વિશેના કાર્યોની સમજ લોકો સુધી પોહચાડવાની છે.
સમારંભ દરમિયાન બંને સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને શેઠ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટસ અને AMC શાળાઓના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.આમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર અમદાવાદમાંથી હજારો એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ હતી જેમાં 250 થી વધુ AMC શાળાઓ અને AMC બોર્ડના લગભગ 3000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
શેઠ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટસ ના લેક્ચરર ગાયત્રી ત્રિવેદી
શિક્ષક રાજેશ બારીયા
શેઠ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટસ ના લેક્ચરર ગાયત્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અમને વોલ પેન્ટિંગ પ્રોજેક્ટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.૯૨ વિદ્યાર્થીઓ સહિત પાંચ ટીચરે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓએ ચિત્રો દ્વારા ક્રિએટિવીટી સારી બનાવી હતી.અમને ટેક્સ અને સિવિલાયઝેશન એમ બે વિષયો આપવામાં આવ્યા હતા.આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ કોમોશર્યલ આર્ટ , પેઇન્ટિંગ,આર્ટ ટીચર્સ ડિપ્લોમા, સ્કલ્પ્ચર જેવા વિવિધ વિભાગોમાં કૉર્સ કરી રહ્યા છે.રાજેશ બારીયા અને ગાયત્રી ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પેઇન્ટિંગ કર્યું હતું.