ગુજરાતમાં મહિલા સશક્તિકરણ માટે સૌ પ્રથમ જેન્ડર બજેટ હેઠળ ૮૯૧માંથી ૧૭૮ યોજનાઓ માત્ર મહિલાઓના સર્વાગી વિકાસ માટે કાર્યાન્વિતઃ મહિલા અને બાળ વિકાસ રાજય મંત્રી મનીષા વકીલ

Spread the love

 

મહિલા અને બાળ વિકાસ રાજય મંત્રી મનીષા વકીલ

 

– પોલીસ ભરતીમાં ૩૩ ટકા અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓને ૫૦ ટકા અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય અમલી

 

ગાંધીનગર

મહિલા અને બાળ વિકાસ રાજય મંત્રી મનીષા વકીલે વિધાનસભામાં અંદાજપત્રિય માંગણીઓ ઉપર ચર્ચા કરતા જણાવ્યુ મહિલાઓના સશક્તિકરણ માટે અમારી સરકારે સૌ પ્રથમવાર જેન્ડર બજેટ બનાવીને ૮૯૧ જેટલી મહિલાલક્ષી યોજનાઓ કાર્યાન્વિત કરી છે, એમાં ૧૭૮ યોજનાઓ માત્રને માત્ર મહિલાઓ માટે જ છે. આ માટે કુલ રૂપિયા ૮૯,૩૩૭.૧૦ કરોડની જોગવાઇ કરાઇ છે.

“અમારે ગુજરાતમાંથી કુપોષણ શબ્દ જ દૂર કરી દેવો છે. માત્ર સુપોષણ શબ્દ જ રહે એવી ગુજરાત સરકારની નેમ છે.” આ શબ્દોને સાર્થક કરવા માટે આ વર્ષના બજેટમાં ૪૨ ટકાનો ધરખમ વધારો સૂચવવામાં આવ્યો છે. આ બજેટમાં કુપોષણને યુદ્ધના ધોરણે લડવા રૂ. ૮૧૧ કરોડની “સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના” તરીકે સૂચવામાં આવી છે.

આ યોજના અંતર્ગત બાળકના પહેલા ૧૦૦૦ દિવસો માટે “પોષણકીટ” (રો-રાશન) માં ૧ કિલો તુવેર દાળ, ૨ કિલો ચણા અને ૧ કિલો સીંગેતલ આપવાનું નક્કી કરેલ છે. ગુજરાતની આશરે ૧૭ લાખ સગર્ભા તથા ધાત્રીમાતા લાભાર્થીઓને આ પોષણકીટ પુરી પાડવામાં આવશે . રાજય સરકાર દ્વારા તાજેતરમાં પા પા પગલી પ્રોજેકટ શરૂ કરાયો છે. આ પ્રોજેકટ અંતર્ગત નવી શિક્ષણનીતિ ૨૦૨૦ ના સંદર્ભે આંગણવાડીના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણના અભ્યાસ માટે તૈયાર કરવા શૈક્ષણિક કીટ સાથે “મારી વિકાસ યાત્રા” પુસ્તિકા આપવામાં આવે છે.

આ પ્રોજેકટ અંતર્ગત સરકાર દ્વારા વેલ ટ્રેઇન્ડ શિક્ષકો જેવા કે પી.ટી.સી., બી.એડ. થયેલ હોય તેવી બહેનોને Instructor તરીકે રાખવામાં આવ્યા છે. રાજય કક્ષાએ એક સ્ટેટ કન્સલટન્ટ, ૩3 જીલ્લા કક્ષાના અને ૬ કોર્પોરેશનના એમ કુલ ૩૯ પ્રિ-સ્કુલ Instructor અને ૪૨૬ ઘટક કક્ષાના પ્રિ-સ્કુલ Instructor ની ભરતી કરવામાં આવી છે, અને આ પા પા પગલી પ્રોજેકટની કુલ ૧૩ બેચમાં ૩3 જીલ્લા કક્ષાના અને ૬ કોર્પોરેશનના કુલ ૪૪૧ Instructor ને તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. આ પ્રોજેકટ માટે રૂા. ૫૧૨. ૪૨ લાખની જોગવાઇ સૂચવવામાં આવી છે.”પોષણ સુધા યોજના” અંતર્ગત ગુજરાત રાજ્યના પાંચ આદિજાતિ જિલ્લાઓ દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર

જેમાં વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજનાનો વ્યાપ વધારી ૧૪ આદિજાતિ જિલ્લાના બાકી રહેતા ૭૩ ICDS ઘટકોમાં અમલ થનાર છે. આ યોજના અંતર્ગત ૧.૩૬ લાખ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ આપવામાં આવશે જેના માટે રૂ. ૧૧૮.૦૦ કરોડની જોગવાઈ કરાઇ છે. ગુજરાતમાં ૩ થી ૬ વર્ષના બાળકો માટે બાયસેગના માધ્યમથી પુર્વ પ્રાથમિક શિક્ષણને લગતાં કાર્યક્રમોના અભ્યાસક્રમ માટે “ઉંબરે આંગણવાડી” યોજના શરૂ કરી છે. આ યોજન અંતર્ગત ટેકનોલોજીના માધ્યમથી મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે “વંદે ગુજરાત” ચેનલ અને દૂરદર્શન પર તથા જીઓ ટીવી એપ, ફેસબુક અને યુ ટયુબના માધ્યમથી શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યુ છે એટલુ જ નહિ ચિત્રપોથી, પ્રિસ્કુલ માટેની પુસ્તિકાઓ આંગણવાડી કાર્યકરો દ્વારા ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે.

આ ઉપરાંત રાજય સરકાર દ્વારા ચાર મધ્યસ્થ જેલ ખાતે જેલમાં રાખવામાં આવતાં મહિલા કેદીઓના બાળકો અને સ્ટાફના બાળકો માટે ૧૦૦ ટકા સહાય હેઠળ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નવા ચાર મીની જેલ આંગણવાડી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટ માટે કૂલ રૂ.૨,૩૭,૨૮૦/-ની નાણાકીય જોગવાઇ સૂચવવામાં આવી છે.

અમારી સરકારે છેવાડાના રણમાં રહેતા રહેતા બાળકોની પણ ચિંતા કરી છે. અગરિયા વિસ્તારના ૩૫૦ જેટલા લાભાર્થીઓ માટે બાળકોને શિક્ષણ આપવા માટે ૧૫ ટેન્ટ “રણ આંગણવાડી” માટે વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટ માટે કૂલ રૂ. ૨૩/- લાખની નાણાકીય જોગવાઇ સૂચવવામાં આવેલ છે.

માતાની ભાવના રાખનાર આંગણવાડી કાર્યકર્તા બહેનોને ગુજરાત સરકારે માતા યશોદાનો દરજ્જો આપી તેનું ઉચિત સન્માન કર્યું છે અને હેલ્પર તથા વર્કર ને માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. જેમાં રાજય કક્ષાના વર્કરને એવોર્ડ પેટે રૂ. ૫૧૦૦૦/, રાજય કક્ષાએ હેલ્પરને રૂ.૩૧૦૦૦/, જીલ્લા કક્ષાએ વર્કરને રૂ. ૩૧૦૦૦/-, જીલ્લા કક્ષાએ હેલ્પરને રૂ.૨૧૦૦૦/-, ઘટક કક્ષાએ વર્કરને રૂ ૨૧૦૦૦/-,તેમજ ઘટક કક્ષાએ હેલ્પરને રૂ. ૧૧૦૦૦/- આપવામાં આવે છે. આ માટે વર્ષ ૨૦૨૨-૨૩ રૂા. ૧.૯૬ કરોડની જોગવાઇ કરાઇ છે. રાજયની અવિરત વિકાસ યાત્રામાં મહિલાઓને વધુને વધુ ભાગીદાર બનાવવાના પ્રયત્નો અમે કર્યા છે. પોલીસની ભરતીમાં ૩૩ ટકા મહિલા અનામત અને ૫૦ ટકા સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં મહિલા અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય પણ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ દેશભરમાં પ્રસ્થાપિત કર્યુ છે.

રાજય સરકારે દિકરીઓની જનસંખ્યા માટે પણ ચિંતા કરી છે. દિકરીઓને સારૂ શિક્ષણ મળે, દિકરીઓ સુખી થાય, ડ્રોપઆઉટ રેશિયો ઘટે તેના માટે દિકરી ૧૮ વર્ષની થાય ત્યાં સુધી તબકકાવાર રૂ.ચાર હજાર, રૂ. છ હજાર અને રૂ. એક લાખ રૂપિયા એમ કૂલ રૂપિયા એક લાખ દસ હજારની સહાય રાજય સરકાર આપશે. વ્હાલી દિકરી યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧,૦૯,૨૬૦ દિકરીઓને આ યોજના અંતર્ગત સહાય મંજુર કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ. ૮૦ કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે. ઘરેલુ હિંસાથી પીડીત મહિલાઓ અને પરિવાર દ્વારા ત્યજી દીધેલ મહિલાઓને આશ્રય, રક્ષણ, પોષણ, વ્યવસાહિક તાલીમ અને શિક્ષણ આપી સમાજમાં પુનઃસ્થાપન કરવાનું કાર્ય કર્યુ. હાલમાં રાજયમાં સંરક્ષણ ગૃહો કાર્યરત છે. આ સરકાર અનાથનો નાથ બની આ દિકરીઓના વ્હારે આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ. ૪.૯૪ કરોડથી વધુની જોગવાઇ સૂચવવમાં આવી છે. ઘણી વખત મહિલાઓ તેની સમસ્યાના ઉકેલ માટે કાનૂની પ્રક્રિયાથી ડરતી હોય છે. જયારે એના હક્કો અને અધિકારો માટે એને લડવા જવુ પડતું હોય છે પણ જટિલ કાનૂની પ્રક્રિયા એને સમજાતી નથી. ત્યારે ભાજપ સરકારે નારી અદાલતોનો નવતર અભિગમ શરૂ કરી બહેનો માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરીને તેમને કાનૂની માર્ગદર્શન આપવાનો અપ્રતિમ પ્રયાસ અમારી સરકારે કર્યો છે. પરંપરાગત ન્યાય પ્રણાલી કે પોલીસ સ્ટેશનમાં ગયા વિના પોતાના પ્રશ્નોનું બિનખર્ચાળ પધ્ધતિથી સમાધાન કરવા માટે નારી અદાલત એક ઉમદા વિકલ્પ તરીકે વિકસાવેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ. ૫.૭0 કરોડથી વધુની જોગવાઇ કરાઇ છે

મંત્રીએ વિગતો આપતા કહ્યુ હતુ કે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા બહેનો આર્થિક રીતે પગભર બને, પોતાનું જીવનનિર્વાહ કરવા માટે પતિ-પત્ની બનેનો સહિયારો ભાગ હોય તે વિચારીને ગરીબ અને પછાત વર્ગની મહિલાઓ ભરત ગૂંથણના કામો ઘરે કરે, કાંઇક નાસ્તાઓ બનાવવાનું કામ ઘરે કરે. એની કલા અને કૌશલ્યપૂર્ણ રીતે કરે, આ બધી જ વસ્તુઓના ઉત્પાદન માટે, એના વેચાણ માટે ખરીદ સેન્ટર ઉભા થાય એના માટે પ્રદર્શન કમ વેચાણની યોજના દ્વારા વધુમાં વધુ લાભ અપાવવા માટે વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ. ૬ કરોડની જોગવાઇ કરાઇ છે. ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના થકી વિધવા બહેનો પુનઃ લગ્ન કરી સમાજમાં પુનઃસ્થાપિત થાય તેમજ માનભેર નવ જીવન થકી વિધવા બહેનોમાં નવી ઉર્જાનો સંચાર થશે. આમ, સમાજના દ્રષ્ટિકોણમાં સુધારાની સાથે સાથે આદર અને સન્માનપૂર્વક સ્વીકાર થશે. પુન-લગ્ન માટે ૫૦ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ. ૨૫૦ લાખની જોગવાઇ કરાઇ છે

સમાજમાં વિધવા થયેલ મહિલાઓને કોઇની આગળ હાથ ફેલાવવો ન પડે અને પોતે પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે એ આશયથી અમારી સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૧૨૫૦ રૂપિયાની માસિક સહાય આપવામાં આવે છે. ભૂતકાળમાં લાભાર્થીનો પુત્ર ૨૧ વર્ષનો થતા સહાય બંધ કરવામાં આવતી હતી. તે નિર્ણયને રદ કરી આજીવન સહાય આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ૯,૬૪,૦૦૦ બહેનોને આ યોજનાનો લાભ મળતો હતો. આ સંખ્યા વધીને હવે રાજયભરમાં ૧૧.૬૦ લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવી રહયો છે. આ બહેનોને પોસ્ટ ઓફિસના કે, અન્ય કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે અને ડાયરેકટ બેનિફિટ મળે તે માટે (DBT) ડીબીટી દ્વારા તેમની કચેરીમાંથી કોમ્પ્યુટર કી દબાવીને રૂપિયા જમા કરાય છે.વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ. ૯.૧૭ કરોડની જોગવાઇ કરાઇ છે

મંત્રીશ્રીએ વધુમાં હિંસાથી પિડીત કિશોરીઓ – મહિલાઓને તાત્કાલિક તબીબી સારવાર, આશ્રય, કાયદાકિય સલાહ, માર્ગદર્શન, પોલીસની સહાય તથા પરામર્શ જેવી સેવાઓ તાત્કાલિક ધોરણે પુરી પાડવા અમારી સરકારે સખી વન સ્ટોપ સેન્ટરનો અભિગમ દાખવી રાજયના ૩૩ જીલ્લાઓમાં આ સેન્ટરો કાર્યરત કરી દિધા છે. રાજયની મહિલાઓ વધુ સુરક્ષિત બને તે આશયથી અને મહિલાઓની ફરીયાદોને અગ્રતાના ધોરણે લઇ શકાય તે હેતુસર મહાનગરોમાં સી-ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં મહિલા પોલીસ મારફતે પીડીતો સુધી તાત્કાલિક પહોંચીને તેમના પ્રશ્નોનું કાયદાકિય રીતે ત્વરીત નિવારણ કરવામાં આવે છે. ભારત સરકારની આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ.૯.૯૦ કરોડથી વધુની જોગવાઇ કરવામાં આવી છે.

રાજય સરકાર મહિલાઓની સુરક્ષા માટે ખૂબ સજાગ છે. રાજયના તમામ શહેર / જીલ્લામાં “અભયમ” મહિલા હેલ્પ લાઇન ‘૧૮૧’ – ૨૪ / ૭ મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત છે. જેમાં છેડતી કે અન્ય કોઇ હિંસાનો ભોગ બનેલ મહિલા ફોન કરી ત્વરીત સહાય મેળવી શકે છે. આ મહિલા હેલ્પ લાઇનની યોજનાના અમલથી આજદીન સુધી કુલ કોલ્સ ૭૫,૯૯,૩૨૦ (પંચોત્તેર લાખ નવ્વાણું હજાર ત્રણસો વીસ) આવેલ છે. તેમજ મહિલાઓ દ્વારા વિવિધ સેવા મેળવવા કરેલ કોલ ૬,૪૫,૦૯૨ છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન મોબાઇલ એપ્લીકેશન પણ હાલમાં કાર્યરત છે. આ એપ્લીકેશનમાં ડોમેસ્ટીક વાયોલન્સ, ગુમ થયેલ વ્યક્તિઓની માહિતી વગેરે જેવી સેવાઓમાં મદદ પુરી પાડવામાં આવે છે. રાજયની બહેનો માતૃત્વ, નેતૃત્વ અને કર્તવ્યના ક્ષેત્રમાં એ ધરોહર પર ઉભી થાય એના માટેના તમામ આયામો અમારી સરકારે હાથ ધર્યા છે. આ વિભાગે માત્ર યોજનાઓ નહિ પરંતુ એથી આગળ વધીને મહિલાઓની આશા અપેક્ષા અને સ્વપ્નાઓને સમજવાનું અને સજાવવાનું કામ કર્યુ છે. એક ચોક્કસ દિશામાં દ્રઢ નિશ્ચય સાથે ઉત્તમ પગલાં ભરીને મહિલાઓને સહિયારો આપવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં બાળકો અને મહિલાઓ વધુ સ્વસ્થ – સુરક્ષિત બન્યાં છે.

આજે મહિલા અને બાળ વિકાસ વિભાગની વર્ષ ૨૦૨૨-૨૩ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com