ચેન્નઈ સુપર કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ
મુંબઈ
ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ આજે ટૂર્નામેન્ટની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે.cskની કમાન નવા કેપ્ટન રવીન્દ્ર જાડેજાના હાથમાં રહેશે. જોકે આ સિઝનમાં પણ ઓપનિંગ સેરેમનીનું આયોજન કરાયું નથી.
ઓપનિંગ સેરેમની રદ થવાનું કારણ એ છે કે IPLની 12મી સિઝનના લગભગ દોઢ મહિના પહેલા એટલે કે 14 ફેબ્રુઆરી 2019ના દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો, જેમાં કુલ 40 ભારતીય જવાનો શહીદ થયા હતા. તે જ સમયે, આ શહીદોના સન્માનમાં IPLની ઓપનિંગ સેરેમની રદ કરવામાં આવી હતી. વળી ત્યારપછી આ સેરેમનીમાં વધારે પડતા રૂપિયાનો વપરાશ થતો જોઈને BCCIએ તેના પર પ્રતિબંધ મુકી દીધો હતો. તમને જણાવી દઈએ કે IPLની છેલ્લી ઓપનિંગ સેરેમની વર્ષ 2019માં યોજાઈ હતી.તે જ સમયે, વર્ષ 2020 અને 2021મા કોરોના મહામારીના કારણે, ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું નહોતું. તે જ સમયે, હવે આ સીઝનમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી હતી ચોક્કસપણે આયોજિત કરવામાં આવશે, પરંતુ BCCIએ આનું આયોજન કરવાની ના પાડી દીધી છે.તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં IPLની ઓપનિંગ સેરેમનીને લઈને BCCIએ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલને કહ્યું હતું કે આ રૂપિયાની બરબાદી છે. તે જ સમયે, BCCIના એક અધિકારીએ કહ્યું હતું કે ફેન્સને ઓપનિંગ સેરેમનીમાં રસ નથી. વળી આ માટે બોર્ડે તેમાં પરફોર્મ કરનારા સ્ટાર્સને તગડી રકમ ચૂકવવી પડે છે. આવી સ્થિતિમાં, ઓપનિંર સેરેમનીના કારણે બોર્ડનું બજેટ બગડી જતા એને સંપૂર્ણ રીતે રદ કરવાની યોજના બનાવી લીધી હતી.